રસ્તો !
વનરાઈ વચ્ચેથી સરી જતો રસ્તો,
નિત નવાં કામણ કરી જતો રસ્તો !
જંગલમાં એનું માન સાદગીથી છે,
ક્યારેક સમંદરને તરી જતો રસ્તો !
સદીઓથી હલચલનો એ સાક્ષી છે,
કોઈકના પગરવથી ડરી જતો રસ્તો !
આજેય એનું મૌન અકળાવે સમયને,
અંતરના ભાવને હરી જતો રસ્તો !
પથિકની ગેરહાજરી હલબલાવે એને,
અકસ્માતે અચાનક મરી જતો રસ્તો !
***
-'કાન્ત'
વનરાઈ વચ્ચેથી સરી જતો રસ્તો,
નિત નવાં કામણ કરી જતો રસ્તો !
જંગલમાં એનું માન સાદગીથી છે,
ક્યારેક સમંદરને તરી જતો રસ્તો !
સદીઓથી હલચલનો એ સાક્ષી છે,
કોઈકના પગરવથી ડરી જતો રસ્તો !
આજેય એનું મૌન અકળાવે સમયને,
અંતરના ભાવને હરી જતો રસ્તો !
પથિકની ગેરહાજરી હલબલાવે એને,
અકસ્માતે અચાનક મરી જતો રસ્તો !
***
-'કાન્ત'
No comments:
Post a Comment