ગઝલ
શબ્દ પોતે બ્રહ્નના અવતાર જેવો હોય છે,
શબ્દ ગોત્રે નાદના રણકાર જેવો હોય છે .
શબ્દમાંથી અર્થ મળે; અને ના પણ મળે,
શબ્દનો અભાવ સુનકાર જેવો હોય છે.
શબ્દ હો પોકળ તો વજન પડતું નથી,
શબ્દ તો સત્યના વહેવાર જેવો હોય છે .
શબ્દને અહીં તોડવો સરળ છે બિલકુલ,
શબ્દને ફોડનારો શ્રીકાર જેવો હોય છે .
શબ્દમાં ગાંડીવનો ટંકાર ગુંજે છે સદા,
શબ્દ કર્ણના અધિકાર જેવો હોય છે .
શબ્દ 'કાન્ત' ની ગઝલનો શેર પણ બને,
શબ્દ કવિની જયજયકાર જેવો હોય છે .
***
-'કાન્ત'
શબ્દ પોતે બ્રહ્નના અવતાર જેવો હોય છે,
શબ્દ ગોત્રે નાદના રણકાર જેવો હોય છે .
શબ્દમાંથી અર્થ મળે; અને ના પણ મળે,
શબ્દનો અભાવ સુનકાર જેવો હોય છે.
શબ્દ હો પોકળ તો વજન પડતું નથી,
શબ્દ તો સત્યના વહેવાર જેવો હોય છે .
શબ્દને અહીં તોડવો સરળ છે બિલકુલ,
શબ્દને ફોડનારો શ્રીકાર જેવો હોય છે .
શબ્દમાં ગાંડીવનો ટંકાર ગુંજે છે સદા,
શબ્દ કર્ણના અધિકાર જેવો હોય છે .
શબ્દ 'કાન્ત' ની ગઝલનો શેર પણ બને,
શબ્દ કવિની જયજયકાર જેવો હોય છે .
***
-'કાન્ત'
No comments:
Post a Comment