Monday, 16 November 2015

ગઝલ 

સમંદરને  છોડ, તળાવમાં  તરી તો જો,
કિનારે કિનારે, છબછબિયાં  કરી તો જો.

વેદનાની  સ્તબ્ધતા જો તને ઘેરી  વળે,
આંખમાં   બે-ચાર   આંસુ, ભરી  તો  જો.

જીવનનો માર્ગ  ભલે જાય, કબર  સુધી,
પોતાની  ભીતરે  કોક વાર  મરી તો જો.

છેતરી   છે    જાતને  તેં   જનમો જનમ ,
એકાદ  ક્ષણ   અરીસાથી   ડરી  તો  જો.

આકાશગંગામાં  સ્થાન પામવું  છે તને ?
પૂછડીયો   તારો  થઈને   ખરી  તો  જો.

સમય  સાથે  દોડવાની  શરત  લગાવ,
કાચબાની ચાલે ચાલે, તું  સરી  તો  જો.
                          ***
-'કાન્ત'

No comments:

Post a Comment