ગીત
(રાગ:પહાડી)
પ્રેમનગર છે આ; ઓ સજની ,
....................પ્રેમનગર છે આ.
સ્નેહ ડગર છે આ; ઓ સજની,
.....................પ્રેમનગર છે આ.
ઝરણાં વહેતાં અહીં ખળખળ,
મંદ મંદ વાયુ વહેતો પળપળ.
સાજનને પોકાર ; ઓ સજની,
.....................પ્રેમનગર છે આ.
સદીઓથી અહીં ઋતુ મસ્તાની,
હૈયું ઘાયલ રાધા છે દીવાની.
જોબનને સ્વીકાર; ઓ સજની,
......................પ્રેમનગર છે આ.
હળવે હળવે આ પડદા ઊપડે,
વાત મંડાણી છે હૈયાના ઝૂંપડે.
છોડી દે તકરાર; ઓ સજની,
......................પ્રેમનગર છે આ.
કયાંક મ્હોરી છે કોમળ કળી જો,
અંગ અંગ તારે પ્રસરે સૌરભ તો.
એનો આ અણસાર; ઓ સજની,
.......................પ્રેમનગર છે આ.
નદિયુંના જલ નીતર્યાં છે પાદરે,
મયુર-દાદુર એને દિયે છે સાદ રે.
'કાન્ત' નો બેડો પાર; ઓ સજની.
........................પ્રેમનગર છે આ.
***
-'કાન્ત'
(રાગ:પહાડી)
પ્રેમનગર છે આ; ઓ સજની ,
....................પ્રેમનગર છે આ.
સ્નેહ ડગર છે આ; ઓ સજની,
.....................પ્રેમનગર છે આ.
ઝરણાં વહેતાં અહીં ખળખળ,
મંદ મંદ વાયુ વહેતો પળપળ.
સાજનને પોકાર ; ઓ સજની,
.....................પ્રેમનગર છે આ.
સદીઓથી અહીં ઋતુ મસ્તાની,
હૈયું ઘાયલ રાધા છે દીવાની.
જોબનને સ્વીકાર; ઓ સજની,
......................પ્રેમનગર છે આ.
હળવે હળવે આ પડદા ઊપડે,
વાત મંડાણી છે હૈયાના ઝૂંપડે.
છોડી દે તકરાર; ઓ સજની,
......................પ્રેમનગર છે આ.
કયાંક મ્હોરી છે કોમળ કળી જો,
અંગ અંગ તારે પ્રસરે સૌરભ તો.
એનો આ અણસાર; ઓ સજની,
.......................પ્રેમનગર છે આ.
નદિયુંના જલ નીતર્યાં છે પાદરે,
મયુર-દાદુર એને દિયે છે સાદ રે.
'કાન્ત' નો બેડો પાર; ઓ સજની.
........................પ્રેમનગર છે આ.
***
-'કાન્ત'
No comments:
Post a Comment