ગીત
આ જીવનનો શો હેતુ છે ,
કુંડળીમાં બેઠો કેતુ છે.
ફાગણમાં અહીં કેસૂડા મ્હોરે,
શાને તું રંગવાનું ભૂલે ?
ફેંકી દે તું ભાર અહમનો,
પ્રેમપંથનો તું સેતુ છે.
જીવન અમૃત ઝરણાં જેવા,
રૂપ ધરે એ કેવાં કેવાં.
ઉઠાવ લંઘર નૌકાનો તું,
તને કૌવત કો દેતું છે.
આ પવન તને પંપાળે છે,
નીતરતી આંખે ભાળે છે.
હા- ના કરવાનું છોડી દે,
બોર શબરીનું એઠું છે.
નીલ ગગનમાં ઊડી લે તું,
છીર સાગરમાં બૂડી લે.
રિમઝિમ જો સાવન વરસે,
વાદળમાં કોઈ બેઠું છે.
નાનકડા તરણાંની હલચલ,
' કાન્ત' ગુંજન છે પલપલ.
છલકાતા તારા આ હૈયામાં,
કોઈ ગીત મધુરું પેઠું છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment