સ્પર્શ
...1951 થી 2015..... છ દાયકાની જીવન યાત્રા આજે પૂરી થાય છે.ત્યારે હું
જિંદગીને ફરી...ફરીને વાંચું છું.મારો જન્મ દિવસ મારા માટે મૃત્યુ ને એક
ડગલું નજીક લઈ આવે છે.જન્મ માટે જો આપણે તૈયાર રહેતા હોઈએ તો
મૃત્યુ માટે કેમ નહીં ? કદાચ નવા જન્મ માટે નવ મહિનાનો સમય નક્કી
છે.મૃત્યુ અનિશ્ચિત છે.માટે આપણે ઊંઘતા ઝડપાઈ જઈએ છીએ.
...હું વર્ષોથી જીવનને સમુદ્રની જેમ જીવું છું.મારા કેન્દ્રમાં જાત ખરી,પણ
સ્વકેન્દ્રીના અર્થમાં નહીં.મેં મૃત્યુ સાથે સાક્ષાત્કાર પણ કર્યો છે.પેલા આનંદ
ના રાજેશખન્નાની જેમ.મારી કવિતામાં પણ મૃત્યુએ ડોકિયું કર્યું છે.હું મારી
જાતને પ્રશ્નો પૂછતો જ રહ્યો છું,એના ઉત્તરો ખોળતો જ રહ્યો છું. પણ હજુ
પ્રશ્ન રહિત થયો નથી.પ્રશ્ન રહિત થવું એ મોટી ઘટના છે.રજનીશ પ્રશ્ન રહિત
થયા ત્યારે એમની અનુભૂતિ આવી હતી.'I felt that it was better to dra
wn by oneself rather than to step in to someone else's boat ...'
...એક મજાની વાત છે કે ગુજરાતી ભાષામાં 'મૃત્યુ પામ્યા' એમ કહેવાય છે,
પણ જીવન પામ્યા એમ ક્યારેય કહેવાતું નથી.અંગેજીનો એક શબ્દપ્રયોગ
મને બહુ ગમે છે,'He Pasted away !' મરણ નહીં પણ એ પસાર થઈ ગયો.
જન્મ દિવસ એ જીવન પામવાનો દિવસ છે અને મૃત્યુને વધાવવાનો દિ -
વસ છે. હું હંમેશાં ;સમજણો થયો ત્યારથી મારી જાત સાથે પૂરેપૂરો હાજર
રહ્યો છું.ક્યારેય કોઈની સાથે 'divided'થઈને વાત નથી કરી.
...મને ગીત મળ્યું,સંગીત મળ્યું,મનમીત મળ્યું, કવિતા મળી, વક્તાની
શક્તિ મળી,સામાજિક કામ કરવાની પ્રેરણા મળી, મોતીના દાણા જેવા
અક્ષરો મળ્યા,ગાયકી મળી......એક જિંદગીમાં કેટલું બધું મળ્યું !!! આજે
પણ મારા કંઠમાં જે ગીત છલકે છે તેને હું ગાઈ નાખું છું.આજે પણ ક્ષણે
ક્ષણ ને હું જીવું છું.મારા હાથમાં જે છે તેને સુન્દરમ બનાવવાનો પ્રયત્ન કરું
છું..જે મારા હાથમાં નથી એની ચિંતા હું કરતો નથી.આજે પણ મને કામનો
થાક લાગતો નથી,પરંતુ નવરાશનો થાક લાગે છે.
...હું ઘડપણને હરાવવા પ્રયત્નશીલ રહું છું.માફકસર ખાઉં છું અને રોજ
ઝડપભેર ચાલુ છું.મારી ચેતનવંતી ચાલ શરીર અને મનમાં ઘોડાનો
થનગનાટ લઈ ને આવે છે.હું ઢીલી-ઢીલી વાત ક્યારેય કરતો નથી,માથે
લીધેલા કામને ઝડપથી ઉત્ત્સાહપૂર્વક પૂરું કરું છું.આજે મારી 65 મી વર્ષ
ગાંઠે તન-મન બન્ને તંદુરસ્ત છે અને એ નાદુરસ્ત થાય એ પહેલાં મૃત્યુ
સાથે 'appointment' મેળવવા પ્રયત્નશીલ છું.
***
-'કાન્ત'
0 'મારા સમગ્ર જીવનમાં મારી સામે પસંદગી હતી:પ્રેમ અને ધિક્કાર વ-
ચ્ચેની પસંદગી.મેં પ્રેમની પસંદગી કરી.અને હું અહીં છું.
-એ.આર.રહેમાન
(ઓસ્કાર એવોર્ડ સ્વીકારવાની ક્ષણે પ્રગટ કરેલો પોતાનો ભાવ.)
++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No comments:
Post a Comment