ગીત
(રાગ:કેદાર)
શત શત દીવડે જ્યોતિ જાગો,
અંતરપટમાં આપ બિરાજો !
નૂતન વર્ષ તા તા થઈ નાચે,
ઊઘડયા છે પ્રેમ પરાગો !
નયનરમ્ય ભુજિયાના શિખરે,
ભાસ્કર કિરણ રેલાવો !
ગાન મંગલના સૌ કોઈ ગાયે,
નરનારી અતિ હરખાયે!
આજ આંગણીયે રંગોળી પૂરી,
સજાવ્યા છે ઘરના દ્વારો !
શ્રદ્ધા દીપમાં જ્યોતિર્મય પ્રગટે,
ખતમ તમસ પડકારો !
આવો ઉમંગે માનવ વણજારો,
આ રાષ્ટ્રના રખેવાળો !
ભગિની-માતા તમે છો કંકણવંતી ,
નિત્ય સુહાગ સુહાવો !
કરો પ્રાર્થના સૌ પરમપિતાની ,
નવજીવનની માનવગણની !
હવે ડગલું ઉપાડો નવશ્રદ્ધાનો ,
'કાન્ત' અલખ નાદ જગાવો !
***
-'કાન્ત'
(રાગ:કેદાર)
શત શત દીવડે જ્યોતિ જાગો,
અંતરપટમાં આપ બિરાજો !
નૂતન વર્ષ તા તા થઈ નાચે,
ઊઘડયા છે પ્રેમ પરાગો !
નયનરમ્ય ભુજિયાના શિખરે,
ભાસ્કર કિરણ રેલાવો !
ગાન મંગલના સૌ કોઈ ગાયે,
નરનારી અતિ હરખાયે!
આજ આંગણીયે રંગોળી પૂરી,
સજાવ્યા છે ઘરના દ્વારો !
શ્રદ્ધા દીપમાં જ્યોતિર્મય પ્રગટે,
ખતમ તમસ પડકારો !
આવો ઉમંગે માનવ વણજારો,
આ રાષ્ટ્રના રખેવાળો !
ભગિની-માતા તમે છો કંકણવંતી ,
નિત્ય સુહાગ સુહાવો !
કરો પ્રાર્થના સૌ પરમપિતાની ,
નવજીવનની માનવગણની !
હવે ડગલું ઉપાડો નવશ્રદ્ધાનો ,
'કાન્ત' અલખ નાદ જગાવો !
***
-'કાન્ત'
No comments:
Post a Comment