जब पति युध्ध में जाता था तब भारत वर्ष कि नारी कहती थी ,
'मरना या मारना पीठ मत बताना पतिराज,मेरी सखियाँ ताना
देंगी कि ये तो कायर नर की नार। '
और आज इस पुलिस अधिकारी से इसकी बीबी ने ये कहा होगा ,
'झुकना ज़ुक जाना पैर में पड़कर गिर जाना
मगर रिश्वत लिए बिना वापिस घर मत आना। '
नेता की बीबी ने नेताजी से कहा होगा ,'पतिराज,पावर को कभी
कम मत करना ,इंसान तो क्या भगवान से भी मत डरना। बस
इसी तरह राजनीती में दबंग बने रहना। '
'मरना या मारना पीठ मत बताना पतिराज,मेरी सखियाँ ताना
देंगी कि ये तो कायर नर की नार। '
और आज इस पुलिस अधिकारी से इसकी बीबी ने ये कहा होगा ,
'झुकना ज़ुक जाना पैर में पड़कर गिर जाना
मगर रिश्वत लिए बिना वापिस घर मत आना। '
नेता की बीबी ने नेताजी से कहा होगा ,'पतिराज,पावर को कभी
कम मत करना ,इंसान तो क्या भगवान से भी मत डरना। बस
इसी तरह राजनीती में दबंग बने रहना। '
-----------------------------------------સ્પર્શ -------------------------------------------
ReplyDeleteઆજની સવાર સોહામણી લાગે છે.આ શરીરે આજે બાસઠ વર્ષ પૂરાં કર્યા છે.
હા શરીરે,મન તો હજી બહુ નાનું છે.... મારું આ માનવું સાપેક્ષ છે.કાળ (TENSE)
અરીસા જેવો છે.અરીસા માટે તો જીવડું તેના પર ફરે કે સચિન તેની સામે જુએ
તે બધું તેને માટે સરખું છે.અરીસામાં જે દેખાય તે નાશવંત છે.મારા જન્મદિવસે
આટલું તો હું જરૂર વિચારું છું.આમાં કોઈ નિરાશાવાદ નથી.સાવધાની જરૂર છે.
કયાંક હું ભગવાન ન થઇ બેસું?
it is enough that I am human being.....હું માનવ છું તે જ વાત ,તે જ વિચાર
અને તે જ કુદરતનો અનુગ્રહ મારા માટે મોટી ઉપલબ્ધિ છે.આવો દેહ કયાંથી મળે?
હું કીડી ન થયો,સાપ ન થયો અને માનવ થયો આટલું બસ નથી?તો...હું માનવી
બનીને જીવવા માગું છું.આ બાસઠ વર્ષમાં જયારે પણ બાહ્ય ઘટનાઓમાંથી મને
આનંદ નથી મળ્યો ત્યારે મેં મારી ભીતરમાંથી આનંદ લીધો છે.અને મારી કોઈ
પણ ઉપલબ્ધિ જે મારા એકલાના પુરુષાર્થથી નથી મળી તેનું કોઈ ગુમાન નથી
કર્યું.હું કયારેય ઉંચો ઉંચો નથી ચાલ્યો.મેં હમેશાં યાદ રાખ્યું છે કે, I can give
mining my life.
આ મારા બાસઠ વર્ષનું સરવૈયું છે જેમાં કયારેય ખાધ નથી આવી.આજે સૌ પ્રથમ
મેં મારી જાતને અભિનંદન આપ્યા છે અને પછી બીજાના અભિનંદન સ્વીકાર્યા છે.
મારા તરફ વહેતી લાગણીઓ જીવવા માટેનું બળ આપે છે.મેં આજે પણ ઈશ્વર પાસે
થી એટલુંજ માગ્યું છે કે ,'હે પરમ કૃપાળુ પરમાત્મા મને સદબુદ્ધિ પ્રદાન કરજે ,મારું
શરીર ભલે ઘરડું થાય પણ મારા અંતર મન અને આત્મા ઉપર કયારેય વૃદ્ધત્વ ન
આવે એવી કૃપા કરજે.મારા જન્મદિવસે મિત્રો તરફથી મળેલી શુભકામનાઓ માટે
બધાનો ખૂબ ખૂબ આભાર.
-----------------------જીવન શીતળ કરવાવાળા તમે જગદાધાર-------------------------
-----------------------'કાન્ત' હૃદયમાં સમાવો કરું હું જયજયકાર-------------------------
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
---------------------गज़ल------------------------
ReplyDeleteआज़ अपना नहीं लगता एक भी साया हमको,
इस जहाँ ने तो जिंदगीभर रुलाया हमको।
चंद मयखाने थे जिसने हमें संभाला वरना,
अपनों ने तो नजरोंसे रोज गिराया हमको।
इक जिद थी इसलिए हम मिट न पाये यारो,
चाहने वालों ने ही बहोत सताया हमको।
अपना न कोई था न कोई है न कोई होगा ,
इन आँखों ने ही अजनबी पाया हमको।
आज बेताब हैं पैरों में कुचलने के लिए ,
प्यार से जिसने था दिलमें बिठाया हमको।
हम ढूँढ़ते रह गए उनके नैनों में नर्तन ,
शरी के ज़ुर्मो ने मिट्टी में मिलाया हमको।
दुनिया भी न मिली दुनियादारी भी न मिली ,
कौन जाने 'फलक 'यहाँ कौन खींच लाया हमको।
---------------------------------------------------------
-कृष्णकांत भाटीआ 'फलक '
++++++++++++++++++++++++++++++++
--------------------------------સ્પર્શ----------------------------------------------
ReplyDelete......પુસ્તક વિષે લખવાનું બને ત્યારે મને મારા શાળાના દિવસોની યાદ આવી જાય.
મને મારા વર્ગ શિક્ષક પૂ.રમેશભાઈ દવેએ (કોટડા-રોહા-1966-67)પુસ્તક માટે
અહોભાગ્ય રાખવાનું ન શીખવ્યું હોત તો પુસ્તકોને હું મારા મિત્રવર્તુળમાં સ્થાન આપી
શકત કે કેમ એ એક પ્રશ્ન છે.મારા પિતાજીને પણ પુસ્તકો વસાવવાનું-વાંચવાનો બહુ
શોખ.આજે પણ એમના વખતના કેટલાયે પુસ્તકો મારી અંગત લાયબ્રેરીમાં છે.
......નવુંનકોર પુસ્તક ઘરમાં આવે એટલે મારે મન કોઈ માંગલિક પ્રસંગ જેવું થઇ જાય.
હું જાતે તેને સુંદર પૂઠું ચઢાવું.ઉપર નામ લખું તો સુંદર અક્ષરોમાં,ધીમેથી ઘૂંટીને વાંચું,
વાંચું તો પણ એ રીતે કે પુસ્તક વધુ પડતું પહોળું ન થઇ જાય.અંદર મોરપિચ્છ કે પુષ્પો
ની પાંખડીઓ વચ્ચે વચ્ચે રાખું.થોડાક દિવસ તો મિત્રોને બોલાવી બોલાવીને જણસ
બતાવતો હોઉં એવા હરખથી એ પુસ્તક બતાવું.
......અમુક મહિનાઓ પછી પુસ્તક ક્યાંકથી ફાટ્યું હોય તો તરતજ જાતે બાઈન્ડર બની
ગુંદરથી તેને સાંધી દઉં ત્યારે જ શાંતિ થાય.અહીં કશી આપવડાઈ મનમાં નથી પણ
પુસ્તક સાથે જે મૈત્રી બંધાઈ અને હું મારા જીવનની એક મોટી ઘટના સમજું છું.પુસ્તકો
એ મને ઘણું બધું આપ્યું છે.આજે બાસઠ વર્ષની વયે આ પુસ્તકોએ જ મને જીવંત રાખ્યો
છે.
......પુસ્તકના સંગાથે મેં મારી એકલતાને ઓગાળી છે.ગોવર્ધનરામ ત્રિપાઠી,ક.મા.મુનશી,
વજુ કોટક,હરકિસન મહેતા,શરદબાબુ,પીતાંબર પટેલ,પ્રેમચંદ જેવા લેખકોએ સર્જેલાં
પાત્રો જેવાં કે સરસ્વતીચંદ્ર,કુમુદસુંદરી ,કાક,મુંજાલ,અમીરઅલી ઠગ,જગ્ગા ડાકુએ મારી
સાથે વાતો કરી છે.પુસ્તકોએ મારા જીવનને સૌન્દર્ય,જ્ઞાન,દર્શન અને વિઝન આપ્યું છે.
ડિવીઝનમાંથી મને મુક્ત કર્યો છે.આજે પણ આ પુસ્તકો સાથે હું એટલોજ પ્રેમ કરું છું,
પુસ્તક મારું પંચામૃત છે...... પણ દીવા ની જ્યોતના સંગાથે નીરવ રાત્રીએ જે પુસ્તકો
વાંચ્યા છે... તે અમૃત આજે વીજળીના દીવા સંગાથે શોધવાનો હું પ્રયત્ન કરું છું.
----------------------------------------------------------------------------------------------------------
+++++++++++++++(14 થી 20 નવેમ્બર રાષ્ટ્રીય પુસ્તક સપ્તાહ )+++++++++++++
----------------------------------------------------------------------------------------------------------
-----------------अमिताभ बच्चन----------------------
ReplyDeleteखुदा ग़वाह है कि हमारा,तुमसे ये कैसा नाता है,
हमें प्यार जताना नहीं,दिल चुराना आता है।
सात हिंदुस्तानी से बॉम्बे टू गोवा का सफर कर
लेते हो तुम,दीवार भी बनाते हो काला पत्थर भी
लगाते हो। अभिमान हो तुम हमारा,आनंद से
मिला देते हो। तुम्हारा जीवन सिलसिला है प्यार
का,कोई जंज़ीर तुम्हें बांध नहीं शकती। शराबी हो
तुम लावारिस नहीं,सौदागर बनके सौदा भी करते
हो। ब्लॅक के बेनमून टीचर बनके,अँधेरों को उजाले
में बदलते हो। और कमल है 'पा' अपने बेटे के बेटे
बनते हो। अग्निपथ पे चलना तुम्हें बखूबी आता है,
बड़े मियाँ छोटे मियाँ का रूप भी हमे बहोत भाता है।
गुलशन के बागबान हो तुम,इन सारी बातों से कहाँ
अनजान हो तुम। बोलना तो कोई तुमसे शीखे,T.V.
ANCHOR बन के कितनो को ENCOURAGE
किया तुमने,कौन बनेगा करोड़पति को ENABLE
किया तुमने। मधुशाला के गायक हो तुम,इस सदी
के महानायक हो तुम। तेजी-हरिवंशराय के घर आंगन
के फूल हो तुम। शहनशाह होकर भी कितने कूल हो
तुम। तुम इन्क़लाब जगा शकते हो,दिलों से डॉन के
डर को भगा शकते हो। कभी-कभी रंग बरसे गा भी
शक्ति हो,मेरे अंगने में ठुमका भी लगा शकते हो।
तुम्हारी ऊंचाई का नायक,न कोई था,न कोई है,न कोई
होगा। जादूगर तुम्हारा जादू सदियों तक चलेगा,किसी
शायर कि गज़ल का संज़ीदा शेर हो तुम,रेखा कि पहली
मुहोबत्त का मुँडेर हो तुम। जया कि साँस हो,अभिषेक
कि आश हो,ऎश्वर्या-आराध्या के खास हो तुम। हम से
कहाँ दूर हो तुम,अमिताभ हिंदी सिनेमा के नूर हो तुम
नूर हो तुम ,नूर हो तुम..........
++++++++++++++++++++++++++++++++++++
कृष्णकांत भाटिया 'फलक '(भुज-कच्छ )
-----------------------------------------------------------------
સાચું બોલવું પણ જરૂરી,જીવવું પણ જરૂરી,
ReplyDeleteપણ ધૂનમાં ને ધૂનમાં ગાંધી ન બની જતો.
--------------------------------------------------
તું જિંદગી છે મારી દૂર ન થઇ જા,
જોજે અભિમાનમાં હૂર ન થઇ જા.
--------------------------------------------------
રોજ ઘટાઓ કાળી લખજે,
બધા હાથમાં તાળી લખજે.
જીવન છે મધુવનની મસ્તી,
ઘરવાળી સાથે સાળી લખજે.
----------------------------------------------------
શક્ય છે કે સફર થઇ જાય આસાન,
ચાલ સાથે ચાલીને તો જોઈએ.
----------------------------------------------------
તું જો જાનવર હોત તો બધા ખરીદી લેત,
અહીં માણસની કિમત ન ક્યારે હતી ન છે.
----------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
This comment has been removed by the author.
ReplyDeleteજિંદગી, રસ્તો ,પથિક,અને મુસાફરી પણ,
ReplyDeleteચાલતાં ન આવડે તો કચડાઈ જવાય છે.
-------------------------------------------------
ક્યાં સુધી કરીએ દુનિયા તારી દિલદારી,
હવે નથી થતી કેમે હસવાની અદાકારી.
-------------------------------------------------
આંસુઓમાં તારો ચહેરો છે મારા સનમ,
જરા મારી આંખમાં ડૂબકી મારી તો જો.
------------------------------------------------
સાંજે જયાં રાખ્યાં ઘરમાં પહેલા કદમ,
હસી જયાં દીકરી બધો થાક ઉતરી ગયો.
-------------------------------------------------
ઓ દિલમાં રહેવા વળી જરા સામે તો આવ,
કયાં સુધી જાલિમ તને અરીસામાં જોયા કરું.
---------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------गज़ल---------------
ReplyDeleteचाँद तन्हा सितारे भी तन्हा,
ढ़लती हुई शाम मैं भी तन्हा।
पिछली यादों में जिए जाते हैं ,
बिछड़े यारोंको जी से चाहते हैं।
बीते हुए वक़त के लम्हे तन्हा,
बंध खिड़की के शीशे भी तन्हा।
इश्क में दर्द का क्यों दावा करो?
यहाँ दर्दों का मौसम रहता है।
आँख से टपके अश्क वो तन्हा,
भीगा हुआ दामन भी है तन्हा।
बढ़ती हुई बेचेनी नज़ाकत देखो,
मजनून को देखो साँसों को देखो।
मैं शायर हुँ ये गज़ल भी तन्हा,
'फलक 'की आवाज़ भी तन्हा।
-------------------------------------
-कृष्णकान्त भाटीआ 'फलक '
---------ગીત ------------
ReplyDeleteવાયુ થઈને વાઈ લઈએ,
ગીત મધુરાં ગાઈ લઈએ.
નવાં વરસની તારક આંખે,
નવચેતનની પાંખે પાંખે.
હાસ્ય ફુવારે નાહી લઈએ ,
ગીત મધુરાં ગાઈ લઈએ.
દીવડે દીવડે ને દ્વારે દ્વારે,
કુટિર,બંગલે,માળે -માળે.
સૌ કોઈને ચાહી લઈએ ,
ગીત મધુરાં ગાઈ લઈએ.
આજ પરોઢે હસતાં ચહેરે,
સાલમુબારક સાગર લહેરે.
સૌને મળવા ધાઈ લઈએ,
ગીત મધુરાં ગાઈ લઈએ.
જળ -સ્થળ ને ગગનમાં ,
ધરતી કણ ને અગનમાં,
'કાન્ત'બધે છાઈ જઈએ .
ગીત મધુરાં ગાઈ લઈએ.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
This comment has been removed by the author.
ReplyDelete--------------દિવાળી છે -------------------
ReplyDeleteઅરે આ અંધારું શા માટે આજે તો દિવાળી છે,
દિવાળી શ્રીમંતના માટે,ગરીબની રાત કાળી છે.
નથી ઝડતું ખાવાને તેલ તમે દીવામાં બાળો છો,
નથી તન ઢાંકવા કપડાં તમે પથ્થરને ચઢાવો છો,
આ મિઠાઈ શા માટે અહીં ડબ્બામાં ખાંડ ખાલી છે.
દિવાળી શ્રીમંતના માટે ગરીબની રાત કાળી છે.
નથી ઝડતું રડવાને અશ્રુ તમે તો હાસ્ય લાવો છો,
નથી આ જિંદગીમાં પૈસા તમે તો મોજ ઉડાવો છો.
'કાન્ત' જુદાઇ શા માટે અહીં હૃદયમાં પ્રેમ ભારી છે,
દિવાળી શ્રીમંતના માટે ગરીબની રાત કાળી છે.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
Krishnakant Bhatia
ReplyDelete---દીવડાની કવાલી ---
દીવડાની કવાલી દે તાળી,
ગાયે ગીત દિવાળી દે તાળી .
હસે છે ફુલઝડિયો શું કહેવું ,
ફટાકડા ફૂટે ફટફટ શું કહેવું.
નાચે પિંકી-ડોલી દે તાળી,
ગાયે ગીત દિવાળી દે તાળી.
ચકરી ,સાપ,હવાઈ,એટમ બોમ્બ,
ગમે તેટલા ફૂટે લાગે ઓછા.
બધાંની મોજ નિરાલી દે તાળી,
ગાયે ગીત દિવાળી દે તાળી.
લાડુની સાથે ખમણ ખૂબ જામે,
સાઢુની સાથે જમણ ખૂબ જામે.
ધૂન મીઠાઈવાળી દે તાળી,
ગાયે ગીત દિવાળી દે તાળી.
નવું વર્ષ આવ્યું છે આવો જી,
રસગુલ્લાની માળા લાવોજી.
'કાન્ત' છે ગુજરાતી દે તાળી,
ગાયે ગીત દિવાળી દે તાળી.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
Krishnakant Bhatia
ReplyDeleteસ્પર્શ:
મને પ્રેમ તુજથી છે,તને કરું હું પ્યાર,
આ સત્ય છે કરવા દે મનથી મને સ્વીકાર.
અને ચાહને રાહમાં લઈને માર્યો માર્યો ફરું,
ભયભીત રહું હું, મુજ પડછાયાથી ડરું.
સત્ય -અસત્ય હવે બધું તુજ પર કરું નિસાર,
તવ કૃપા જ કરશે હવે મારો બેડો પાર.
જેમ રાત છુપાવી રહેતી અંધકાર ભીતરનો,
તને બોલાવે,ડોલાવે પોકાર આ ઘટ ઘટ નો .
આવો ,સજલ શ્યામધન કરીને શૃંગાર ,
મુજ જીવનમાં, રિમઝિમ વરસો કરુણાધાર.
તું નવ રૂપ ધરી ધરીને આવી વસ મારા પ્રાણોમાં,
મૃદુ સુગંધ -વર્ણમાં આવીજા વસી જા ઘ્રાણોમાં .
નયન સુશીતલ કરવાવાળા તું છે જગદાધાર ,
'કાન્ત' હૃદયમાં સમાવી લે કરું જયજયકાર.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
This comment has been removed by the author.
ReplyDeleteમૃત્યુથી રોજ રમીએ છીએ અમે,
ReplyDeleteજિંદગી શું છે ખુદા જાણે.
------------------------------------------------
તમને તો મેં આંખોમાં વસાવી રાખ્યા છે,
અરીસાને છોડો અરીસામાં શું રાખ્યું છે?
------------------------------------------------
કદાચ શોધું તી કોઈ મળી પણ જશે,
પણ તારી જેમ કોણ મહોબ્બત કરશે?
------------------------------------------------
આપણે વાતો કર્યા કરી નીલકંઠની,
મીરાં એ ઝેરની વાટકી પીધા કરી.
------------------------------------------------
આત્માના સૌન્દર્યનું નામ છે કાવ્ય,
માનવ થવું ભાગ્ય કવિ હોવું સૌભાગ્ય.
+++++++++++++++++++++++++++
--------------------------------------સ્પર્શ -------------------------------------------------
ReplyDelete..... બગીચામાં છું,એક દ્રશ્ય જોઉં છું.એક બાળક ઝૂલા પર હીંચકા ખાવા બેસે છે.
એને હીંચકવું તો છે,પણ ઝૂલાના પાટિયા પર બેસી ગયા પછી એના પગ જમી-
નને સ્પર્શતા નથી એટલે પ્રયત્ન કરવા છતાં એ હીંચકી શકતું નથી.હું એની પાસે
જાઉં છું.અને એના ઝૂલાને હળવેથી ધક્કો મારું છું.બાળક હીંચકવા લાગે છે.પછી
તો ઝૂલાની સાંકળ પર એ બાળક પોતાના હાથનું બળ અજમાવીને એને મોજ પડે
ત્યાં સુધી હીંચકે છે.
.....આ બાળક ઝૂલા પર હોવા છતાં હીંચકી નહોતું શકતું,માત્ર એક હળવા ધક્કાથી
હવે હીંચકી શકતું હતું.આ શક્ય બન્યું માત્ર એક જ ધક્કાથી......મિત્રો મારી ને તમા-
રી જિંદગીમાંય આવા ધક્કા એટલે PUSH નું મહત્વ ઓછું નથી.ધક્કો એટલે MO-
TIVESAN,પ્રેરણા,પ્રેરકબળ,ચાલકબળ વિગેર.આમ મારે,તમારે એમ બધાને હંમે-
શાં પ્રેરણાની જરૂર હોય છે.કોઈ આપણાં માટે પ્રશંસાના બે શબ્દ કહે,આપણી પીઠ
થાબડે,આપણને PUSH કરે એ કોને ન ગમે?આ માનવીનો સ્વભાવ છે.'खुशामत -
खुदाको भी प्यारी है.....'આ કહેવત કંઈ અમથી પડી હશે?હા એટલું ચોક્ક્સ આવી
પ્રશંસા કયાંક અમૃત ને બદલે ઝેર ન બની જાય એની સાવધાની રાખવી જરૂરી છે.
.....હું કોઈ પણ જાતના દંભ વગર કહી શકું છું કે મને પ્રશંસા ગમે છે,હું મારી જાતને
અનહદ ચાહું છું.પણ એક વાત એ પણ છે કે કદાચ પ્રશંસા ન થાય તો એનો રંજ ક્યા-
રેય થતો નથી.પણ જયારે કોઈ 'મેધાવી'વ્યક્તિત્વ મારા માટે અહોભાવ વ્યક્ત કરે
ત્યારે મારું કાર્ય દીપી ઊઠે છે.હું ગઈકાલે જ મારી જ્ઞાતિના એક કાર્યક્રમનું સંચાલન
કરતો હતો,ડાયસ પર કરશનદાસ ચત્રભુજ બબલા(મુન્દ્રાવાલા)પરિવારના મોભીઓ
ડો.કનકસિંહ કરસનદાસ બબલા,જયસિંહ કરસનદાસ બબલા ઉપસ્થિત હતા.મિત્રો આ
કુટુંબ પોતાની આવકનો 90%હિસ્સો દાન કરે છે.ભુજ ભાટિયા મહાજન વાડીના પ્રથમ
માળના બાંધકામ માટે એમના તરફથી રૂ. પંચાવન લાખનું DONATION પ્રાપ્ત થયું
છે.ANCHORING કરતાં કરતાં મેં ભુજ ભાટિયા મહાજન દ્વારા આગામી સમયમાં ED-
UCATION અને MEDICAL સહાયના આયોજનની વાત મૂકી તો એમણે આ PRO-
JECT માટે રૂ.પચ્ચીસ લાખના DONATION ની જાહેરાત કરી.આ બંને મહેમાનો એ
કાર્યક્રમ પૂરો થયે મને સુંદર સંચાલન માટે ખાસ અભિનંદન આપ્યા.
.....અને હા,મૂળ વાત તો મારે હવે કહેવાની છે.AUDIENCE માં બેઠેલા સુશીલા બહેન
ભાટિયા (મુંબઈ )કે જેઓ પોતે T.V.સ્ટાર અને સારા ANCHOR છે તેમણે મને કહ્યું,
'અભિનંદન ...તમારો અવાજ અને સંચાલન UNPARALLED છે.અભિનંદન!' આ
શબ્દોને હું કયારેય નહિ ભૂલું.સુશીલા બહેને મારા શબ્દો રૂપી હીંચકાને ધક્કો માર્યો
છે.એમને મને MOTIVE કર્યો છે.
સ્પર્શ:
ReplyDeleteસંચાલન એ કળા છે.પૂરા કાર્યક્રમની સફળતાનો મદાર સંચાલન પર છે.વિષયવસ્તુનું જ્ઞાન ,
વાક્ચાતુર્ય,ભાષા પરનું પ્રભુત્વ, જુદી -જુદી ભાષા આવડવી વગેરે ગુણો એક સાથે હોવાં એ
ઘણી મહત્વની વાત છે.આ બધાની ઉપર ભાવ સાથે રજુઆત કરવી એ જાણે 'सोने पे सुहागा '
સંચાલનનું કામ ઉચ્ચાલન જેવું છે.ઉચ્ચાલન એટલે યુક્તિપૂર્વક ઉપાડવું.સંચાલનમાં એવું જ
છે.કોઈ વસ્તુ રજુ થવાની હોય એ પહેલાં વિષયને સુંદર ઉપાડ આપવો,જે વસ્તુ રજુ કરવાની
હોય એને બરાબર સમજવી જોઈએ.બાકી સંચાલક જો' માઈક મુખી 'બની જાય તો એને
'ઓસામા-બિન -લાદેન 'બનતાં વાર લાગતી નથી. સુરેશ દલાલ કહેતા 'બધી વસ્તુઓ છોડવી
સહેલી છે પણ માઈક છોડવું અઘરું છે ,માઈક મુખી સંચાલકનું બોલવાનું પણ લઘરું છે.માઈક
જેવી કોઈ મેનકા નથી,એ કોઈનો પણ તપોભંગ કરી શકે છે,એ ભરેલી બોટલમાં પણ પાણી
ભરી શકે છે....'
मेरा प्यारा हमीरसर।
ReplyDeleteजूमती बारिश की छनन छन आवाज हमीरसर को लोरी सुनाती रहे,
गुनगुनाती रहें कांच की चूड़ियाँ हर कलाई इसके पानी को सहलाती रहे.
गम से दूर ,शहर के उस पार,वो साफ़ -सुथरा सदा लहराता रहे,
शोख जोड़ों का हसीं मिलना इसके किनारे बस यूँही चलता रहे.
गरमियों की कड़कती हुई धुप में झूम कर ये अपना प्यार लुटाता रहे,
ठंडी ठंडी हवाओं के मस्त मस्त जौंके बहेती हवा पिलाते रहें।
पूर्णिमा की रातकी चांदनी इसके पानी पे हमेशा बिखरती रहे,
गूंजती रहें आरती और आज़ान की दुआएँ इसकी रंगत निखरती रहे.
लोग रोज इसके किनारे घूमने आते रहें नए प्यार पनपते रहें ,
मनचले प्रेमीओंकि जोड़ियाँ इसके आगोश में मचलती रहें।
इसके पास आनेवाले जवाँ -बूढ़े सभी अपना प्यार युं ही लुटाते रहें,
अपने -अपने इश्क के नए नए गीत हमीरसर को सुनाते रहें।
-कृष्णकांत भाटिया 'कान्त' (6 photos)
Krishnakant Bhatia
ReplyDeleteસફેદ રણ :
તેં બોલતાં થઈને રણ ,મૂંગા અમને કીધાં,
ખુલી ગયાં સમજણના બંધન એવાં સંબંધ દીધાં .
જો,અમે તો હસતાં હસતાં મૃગજળ તારાં પીધાં .
ટમટમતા તારાઓ લઈને તું નીકળ્યો તો રાતે,
અને પછી તો ચંદ્ર પ્રકાશ્યો ધવલ ચાંદની સાથે.
રાત-દિવસ ભેળાં રહેવાના કોલ આપણે લીધાં .
ગિફ્ટ પેક માં પેક કરીને લાગણીઓ તેં આપી,
ખબર નહિ તારી છલકાતી આંખો કોને ચાખી?
એકે કાળજે તંબૂર મુક્યાં એકે પાડયાં ચીરાં .
શું કીધું તું રજની શાખે યાદ કઈ આવે છે?
પિંજરમાં પાળેલા પંખીને ટહુકા કયાં લાધે છે?
'કાન્ત' ધોરડે ક્ષાર મંદિરે પંહોચી જઈએ સીધા.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
સ્પર્શ:
ReplyDeleteકુદરતનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.હજી ચાર દિવસ પહેલાં સૂકાયેલા 'હમીરસર 'સાથે વાત કરી ,એ ખૂબ વ્યથિત હતો.આંખમાં અશ્રુ સાથે એણે મારી સાથે વાત કરી,'જો ને વાદળું મને પાણીથી નથી ભરતું અને લોકો કચરાથી ભરે છે,આપઘાત કરવાની ઈચ્છા થાય છે...પણ હું જો મરી જાઉં તો મારા ભુજને કોણ સાચવે? બસ,આ વિચાર આવતાં હું અટકી જાઉં છું .પણ હું મને પોતાને ગંદું થતું
જોઈ શકતો નથી.શું કરું?મેઘ ને વિનવું છું,હે મેઘા હવે તો વરસ ,તારા જળ થી મને ભરી દે...કચરાનો ભાર એટલો તો ઓછો થાય.' મેં એને આશ્વાસન આપ્યું ,'જો ભાઈ,હું બીજું તો કંઈ
કરી નહિ શકું પણ તારી વેદના મારા શબ્દો દ્વારા ભુજ વાસીઓ સુધી જરૂર પહોંચતી કરીશ.'
અને તમે જુઓ કુદરતનો ચમત્કાર,રાત વચ્ચે તો શું નું શું કરી નાખ્યું ?તા.26 ના રાત્રે 2 વાગ્યે
મેં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોયું.જાણે વરસાદ રુદ્ર ના રૂપમાં તાંડવ નૃત્ય કરી રહ્યો હોય.કચ્છમિત્ર એ આજે સુંદર મથાળું બાંધ્યું 'રાત વચ્ચેનો ચમત્કાર,અછતથી અનરાધાર '
મિત્રો ,હવે આપણાં પ્રાણ પ્યારા 'હમીરસરને લાડ લડાવવાની મારી ને તમારી સૌની જવાબદારી છે,અને ગંદું થતું અટકાવવા માટે આપણે સૌ જાગૃત થઈએ,આપણે એના પાણીને
ગંદું ન કરીએ ,કોઈ કરતું હોય તો એને રોકીએ ,જરૂર પડે તો 'ગાંધી ગિરી ' કરીએ.આટલું આપણે કરીશુંને?(તસ્વીર :શુભી બિજલાની.)
This comment has been removed by the author.
ReplyDeleteખોવાયા છે મારા બાંકડા.......
ReplyDeleteહું સંસ્કારનગરનો ગરબીચોક,મને ચાહે વિસ્તારના લોક.
સંસ્કૃતિ ,સંસ્કાર,સહકાર ,જયજયકાર બધાથી નાતો મારો.
આટલાં વરસમાં હું કદી નથી બન્યો બિચારો.
જીવ્યો ઘણા સમય સુધી હું અભાવમાં,મારા સ્વભાવમાં,
છેલ્લાં દસ વરસોમાં પ્રગતિ થઇ મારા રખરખાવમાં,
હતો ખુલ્લોપાટ ચારે બાજુથી મુજમાં પ્રવેશવાની વાટ,
ગાયોના ધણ બેસતાં ,દોડતા મુજ હૈયા પર પૂરપાટ .
એક વાર મહિલા સાંસદ મારા ઘરે પધાર્યા,
મેં દિલથી એમને આવકાર્યા,મારા ઝખ્મો પણ બતાવ્યા.
એમણે મને રક્ષિત કરવાનું વચન આપ્યું ,
અને એમની મદદથી મારી આજુબાજુ મંડળે ભીંત ,
રૂપી કાયમી કવચ સ્થાપ્યું.
મારા ઝખ્મો રૂઝાયા ,મારી છાતી પર વૃક્ષો લહેરાયા
બાળકો રમતા થયા મુજ આંગણે ,વૃધ્ધો આવતા ,
થયા મુજ આંગણે ,પંખીઓના કલરવથી તૃપ્ત થયો હું.
વળી એકવાર એક મંત્રી કાર્યક્રમમાં પધાર્યા ,
મારા જ ભાઈના ઘેર હતો એમનો ઉતારો.
લોકોએ કરી માંગણી,ગરબી ચોકમાં બાંકડા મૂકાવો,
વડીલોને બેસવા માટેના શુભ કામમાં તમે પણ ઝુકાવો.
લાગણી ને માગણી ભેગા થયા,મંત્રીએ આયોજનને
ગતિ આપી પોતાની ગ્રાન્ટની કોથળી છોડી નાખી.
હું રાજી થયો ,હાશ હવે મને વૃદ્ધોનો સંગાથ મળશે,
મારે આંગણીયે લોકોની અવરજવર વધશે.
પણ આજ સુધી આ બાંકડા નથી મુકાયા મારા દ્વારે,
2012-13 ની ગ્રાંટ પહોંચશે હવે કયારે?
કાલે કવિ 'કાન્ત' ટહેલવા આવ્યા,મેં એમને સતાવ્યા,
કવિ કહે ,ઓ ગરબી ચોક ભૂલી જ બધું ,
ચુપચાપ મૂંગો મંતર થઇ જા ,મળશે કયાંક થી જાસો .
તારે જેલમાં કરવો પડશે રાતવાસો.
પણ હું કવિ છું 'પારકી છઠીનો જાગતલ ,
હું ફરિયાદ નોધાવું છું કે મારા પ્યારા દુલારા ,
ગરબી ચોકના બાંકડા આયોજન મંડળ અને,
ભુજ નગર સેવા સદનના માર્ગ વચ્ચે ખોવાયા છે,
કોઈને મળે તો બાપ પાછા આપી જાસો તો ,
બદલામાં મારા આંગણે વૃક્ષની છાયામાં ,
તમને બેસાળી પંખીઓનું ગાન સંભળાવીશ,,,'
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
સ્પર્શ:
ReplyDelete'વરિષ્ઠ કવિઓનો પ્રાણ સાંધ્યદીપ '
શબ્દ તો શબ્દ જ હોય છે.એમાંથી તમે શું બનાવો એના પરથી એની કિંમત અંકાય ઉદાહરણ તરીકે શબ્દમાંથી વાક્ય બને,એમાંથી કવિતા,વાર્તા,નવલિકા,નાટક, નવલકથા
પણ સર્જી શકાય.શબ્દનું જેવું ઘડતર એવું મૂલ્ય .સાચા સર્જક પાસે બે જ અંતિમો છે.યા તો
વેચાઈ જાય 'રૂપ' રંગીને અથવા જાત ઘસી નાખે 'રૂપને'પવિત્ર કરે.
સાંધ્યદીપના સર્જકો-વયસ્ક કવિઓ શબ્દને પવિત્ર કરી 2005 ની સાલથી આગળ વધે
છે.શબ્દોમાંથી સાહિત્યનું સર્જન કરનારા આ કવિઓ 60 થી 84 વર્ષની ઉંમરના છે અને મનની
વસંતની કદી ઉંમર નથી હોતી.
આ વરિષ્ઠ કવિઓ દર શુક્રવારે ભુજના 'સાંઘી દાદા-દાદી પાર્ક' માં ''સાંધ્યદીપ " પ્રગટાવે
છે.ઢળતી સંધ્યાએ પાર્કમાં કવિતા,ગીત,ગઝલ ,હાઇકુ મ્હોરી ઉઠે છે.ઘણી બધી સમસ્યાઓ હોવા છતાં આ કવિઓ પોતાની અંદરની પીડા કોઈને પણ બતાવ્યા વગર આજે નવ-નવ
વર્ષથી આનંદ વહેંચતા રહ્યા છે.વૃદ્ધત્વને કવિતા સ્ફુરે ત્યારે બુદ્ધત્વ તરફ જ ગતિ થાય.આવા
જાડા કાચમાં જોઈ જીણું કાતનારા આ કવિઓ મળવા જેવા છે.તેમના સાનિધ્યમાં આવવાથી
કવિતા અને શીતળતા બન્ને મળે છે.સાંધ્યદીપની બેઠકમાં સુંદર કવિતાઓ તો હોયજ,પણ
સાથે સાથે દોહા,ભજન,નવલિકા જે કંઈ સારું જોયું હોય,વાંચ્યું હોય,વિચાર્યું હોય,માણ્યું હોય
એની વાતો પણ થાય.આ બધાનો સમન્વય 'સાંધ્યદીપની કવિતામાં માત્ર ને માત્ર સૌંદર્ય
ના દર્શન કરાવે.
સાંધ્યદીપનું એક વ્યસ્થિત માળખું છે.પ્રમુખ:પ્રા.કમલભાઈ મહેતા,ઉપપ્રમુખ:કનુભાઈ
જોશી, મંત્રી:કૃષ્ણકાંત ભાટિયા અને ખજાનચી:શંકરલાલ જોશી પદભાર સંભાળે છે.મહિનાના
પ્રથમ અને તૃતીય શુક્રવારના સ્વરચિત કાવ્ય પઠન,બીજા શુક્રવારના મનગમતા કવિની
કવિતાનું પઠન,ચોથા શુક્રવારે પાદપૂર્તિ,અને આસ્વાદ,પાંચમો શુક્રવાર હોય તો હાસ્ય-વ્યંગ
રચનાનું પઠન.આ સંસ્થાનો વાર્ષિકોત્સ્વ પણ ઉજવાય અને દર વર્ષે 'કાવ્ય સંગ્રહ 'પણ બાહર
પડે.
અમારી આ મહેફિલમાં કવિઓ હરીશ મીનાશ્રુ ,ડો.ધીરેન્દ્ર મહેતા,વિનેશ અંતાણી,રાજેશ
અંતાણી,રજનીકાંત સોની,મુકુન્દ મહેતા,લક્ષ્મી પટેલ 'શબનમ',ડો.દિવ્યાક્ષી શુક્લ,રમણીક
સોમેશ્વર,હંસરાજ કંસારા,પ્રવીણચન્દ્ર શાહ,જયંતિ જોશી 'શબાબ',મદનકુમાર અંજારિયા
'ખ્વાબ',મહેશ સોલંકી 'બેનામ',રજનીકાંત ચાડ 'આનંદ ' લાલજી મેવાડા 'સ્વપ્ન 'પધારી
ચુક્યા છે અને વયસ્ક કવિઓની પીઠ થાબડી છે.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
हमीरसर :
ReplyDeleteनीले नीले पानी पर ये,धवल बतख के ,
चरण चिन्ह रतनारे देखूं ,तृप्त करूं आँखों को.
कहीं कूड़े का ढ़ेर आकर मिटा न दे ये चिन्ह चरण के,
प्रतिक्षण मानव कचरा फेंकें मेरे प्यारे सरोवर में ,
कब तक अपने आपको सभ्भाले हमीरसर ,
नया काफिला, प्रतिदिन शाम-सवेरे चरण पुराने मेटे।
ये पंछी तो कुछ दिन के मेहमान ,
हमीरसर की दुर्दशा से हेरान.
कितने सावन साथ गुजारे ,यादें संजोकर उड़े गुब्बा रे ,
इसकी गहराई में जाने कितने रूप दबे हैं ,
हरेक मौसम के पाहुन इसके गले लगे हैं।
आज पानी का कण कण मुझे पुकारे,
कितने युगोंकी अभिलाषा मेरी कौन संवारे?
जल को जीवन कहने वालो,आज मुझे संभालो ,
'फलक' मुझे जिंदगी देनी हो तो गंदगी से निकालो।
-कृष्णकांत भाटिया 'फलक'
હમીરસર :
ReplyDeleteહમીરસર ઓગને ત્યારે ભુજ ઓગને છે,
એના વિનાની વર્ષાને કયાં કોઈ ગણે છે?
મારું ને તારું થઈ જાય છે તરત અમારું,
ગીત આ સરોવરના સૌ કોઈ ગણગણે છે.
દાદા,પિતા ને પૌત્ર ઓગનમાં પગ ઝબોળે,
ભૂત,વર્તમાન,ભવિષ્ય સાથે ઝળહળે છે.
માનસર થીયે અદકેરું અમારું આ તળાવ,
ભુજિયાના ચિત્તમાં યે કાયમ ખળભળે છે.
નાના હતા મોટા થયા બેસીને એના અંકે,
'કાન્ત' એની યાદો મનમાં સળવળે છે.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
સ્પર્શ:
ReplyDeleteભુજના મોટા બંધમાં આવતા જળ સમૂહને જોતો ઊભો છું.ધસમસતા આવતા પાણીનું સ્વરૂપ મનોહર લાગે છે.મનમાં પંક્તિઓ સ્ફુરે છે,'આ મનહર મધુર જળ પ્રવાહ ,કેવું સુંદર વહેતું ,ભરતું હૃદય ઉલ્લાસ ,મુજ અંતરમાં ઉછળતું, નગરજનો મીટ માંડી નિરખતાં,મસ્તીથી મલકતાં,
ભુજિયા પર કેવું મેઘધનુષ ઝગમગતું ---'બસ ખળ-ખળ વહેતા પાણી સાથે હું પણ વહેવા માંડું છું .
મોટો બંધ મારા માટે કોઈ અજાયબી થી કમ નથી ,કારણ એ મારા 'હમીરસરનો 'પ્રાણ છે,ભુજની
પહેચાન છે.મારા જીવનનો સાર ,સર્વસ્વ ,,,બધું જ,મેઘા ની રાહ જોઈ-જોઈ ને આંખોમાં 'નફ' પડી
ગઈ ત્યારે આ દ્રશ્ય જોવા મળ્યું છે.પણ આ તો પાશેરામાં પેહલી પૂણી છે....'મં ઢો મીં ' છે.એને કહેવું પડે છે ,આટલાથી ધરવ નહિ થાય ,મારું હમીરસર ઓગની જાય એટલું વરસ ,ભાંગી નાખ
અમારી તરસ.વરસાદ પછી આજે તડકો નીકળ્યો છે,અને ઓચિંતો આ તડકામાં ફરી પાછો વરસાદ આવે તો એને 'નાગો વરસાદ' કહેવાય.નાગો તો નાગો પણ વરસાદ જોઈએ,ભમરડા પર દોરી વીંટા તી હોય એમ આ પંક્તિઓ મને વીં ટ ળા ઈ વળે છે.'એ જી તડકામાં તળ પડી આવ્યો વરસાદ,ઝાડ થયાં ગુલછડી આવ્યો વરસાદ.....'
સ્પર્શ:
ReplyDeleteનાથ તારા માટે આ નયનો જાગે,
દર્શન માટે પલક પાથરું 'હું'ભાગે.
બધુંજ સારું લાગે જીવન પથ પર,
બંધાયો હું તારા પ્રેમલ ધાગે ધાગે.
બેસી તારા દર પર આશ લગાવું ,
સરગમ વીણા કેરી મનમાં વાગે.
ચારે બાજુ હરિયાળી થઇ આ ધરતી,
શ્યામલ સુંદર સુંદરી તને અનુરાગે.
વાત કરો કંઈ આજે બોલો મુજથી,
'કાન્ત' પ્રેમ પિયાસી એટલું જ માંગે.
+હું લીમડાવાળી લાઈનનો રસ્તો +
ReplyDelete-----------------------------------------
હું લીમડાવાળી લાઈનનો રસ્તો,
વાત કહું તમને હસતો હસતો.
મારા આંગણે રૂડા ઢોલ વાગ્યા,
લીડરો આજે મને પગે લાગ્યા.
અનુજે મંત્રો બોલ્યા મારા બારણે ,
ખાતમુહૂર્તમાં લોકો કેવા જાગ્યા?
હું આજે બહુ રાજી રાજી રાજી છું ,
જુઓને હું કેવો બડભાગી છું.
જુના વાઘા હવે મારા ઉતરશે,
ડામરના બદલે સિમેન્ટ ચડશે.
ખુશીની સાથે સાથે ડર પણ લાગે,
ડાઉન પેમેન્ટ કદાચ મને નડશે.
જાગશો સંસ્કારીરહેવાસીઓ બધા,
તોજ મજબૂત વાઘા શરીરે ચડશે.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-----------------------------------------
+++++++ ગઝલ ++++++
ReplyDeleteકૂતરા માફક ભસે છે માણસો,
આ નગરમાં કયાં વસે છે માણસો.
જીવવાની અન્ય રીતો ગૌણ છે ,
જીવવા કાજે શ્વસે છે માણસો.
એક સરખા સૌ નથી હોતા,છતાં,
માણસોને ખુદ ગ્રસે છે માણસો.
કોઈને બટકું સમય જયાં ફેંકતો,
ગીધ-ટોળાં શા ધસે છે માણસો.
ઝેરની કંઈ ખબર પડતી નથી,
કેટલું સુંદર ડસે છે માણસો.
લાશ મારી હુંજ લઈને નીકળું,
તોયે ખી -ખી હસે છે માણસો.
+++++++++++++++++++++
------------------------મા-------------------------------------
ReplyDeleteઆજે વહેલી પરોઢે,મા સપનામાં આવી,
રંજો ગમનાં દ્રશ્યોમાં ખુશિયોની વસંત પ્રસરાવી.
બેટા ભલે તું દૂર વસે,મારા શ્વાસેશ્વાસ તુજને શ્વસે.
લલ્લા છું માવલડીતારી,વડના ઝાડમાં બાંધું કિનારી.
કલેશ-કંકાશના પડઘામાં વહાલની વર્ષા વરસાવી.
દીકરા,તું પેટ પકડીને હસે,મારું લોહી વહે તારી નસે નસે.
મુન્ના,છું મમતામઈ મૈયા તારી,જગ ભલે કહે મા બિચારી.
વહેતી ઘટનાઓમાં હેતની હેલી વહાવી.
બાપ,તું મોટો થઈ ગયો,મીઠા જળનો લોટો થઈ ગયો,
મારે નથી રહેવું ભારી ભારી,હું સદા રહીશ માડી તારી.
વૈશાખના ધોમ તડકામાં શીતળતાના વાદળ વરસાવી.
આજે વહેલી પરોઢે મા સપનામાં આવી.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++++++++++++++++++
-----------------ગઝલ ----------------
ReplyDeleteકાવ્યના વેપારમાં કંઈ વળતું નથી,
કયાંયથી સરપાવ તો મળતું નથી.
આમ તો મહેફિલમાં વાહ વાહ મળે,
એકે મોજું હૈયે ખળભળતું નથી.
કાન ખુલ્લા રાખી સૌ મને સાંભળે,
છતાં આંખમાં તેજ ઝળહળતું નથી.
મારી વાતને શબ્દોમાં લહેરાવું ઘણે,
એ વાતને કોઈ ગણગણતું નથી.
એક મદ ભરી સુગંધ આપું છતાં,
'કાન્ત ' શ્વાસમાં કોઈ સંઘરતું નથી.
-------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
++++++++++++++++++++++++
This comment has been removed by the author.
ReplyDelete---------------------------------------સ્પર્શ--------------------------------------------
ReplyDeleteMorning Walk...માં નીકળ્યો છું.સવાર નયન મનોહર લાગે છે.હું એને
મનભરીને નિરખું છું.હવાની શીતળ લહેરખી મારી ભીતર પડેલી ચેતના
ને જાગૃત કરે છે.અને આજે તો ઝાકળિયા ધુમ્મસે (Fog)બરાબરનું સામ્રાજ્ય
જમાવ્યું છે.કોઈ હિલ સ્ટેસન પર ફરતા હોઈએ એવું લાગે છે.શું કુદરતનું
સ્વરૂપ છે!મને તો એવું લાગે છે કે,કુદરત તેનું સ્વરૂપ બદલી રહી છે.ઋતુઓનું
એક ચક્ર નવેસરથી આરંભાઈ ગયું છે.મારા ફેફસામાં 'ટીનએજ' જેવો ઉત્સાહ
ઉમટ્યો છે.સૃષ્ટિનો અસલી મિજાજ અને ISI માર્કથી મુઠ્ઠી ઉંચેરી મિઠાશ મેં તો
અનુભવી છે.
.....શિયાળો ઠંડીનું વૈકુંઠ સર્જવા સજ્જ થઈ રહ્યો છે ત્યારે એ અનુભવવા માટે
સિમેન્ટ કોંક્રીટના જંગલો બહાર નજર ટાંગવાની એકમાત્ર શરત છે.અને એના
માટે કયાં કોઈ બુકિંગ કરાવવાની જરૂર છે......માત્ર વહેલી સવારે ઊંઘનો સાથ
છોડી ચાલી નીકળવાનું છે.કાયનાત મને ને તમને આમંત્રણ આપે છે,'આવ
ભાઈ જરા ખુલ્લા આકાશ હેઠળ મારી ખૂબીઓ નિહાળતા નિહાળતા ચાલ.તું
બધી ઉપાધિઓ ભૂલી જઈશ.જો, હવા કેવી ખુશનુમા છે! પક્ષીઓ કલરવ કરે
છે,આકાશ સામે તો જો તને મારા દર્શન થશે.તું મારી નજીક આવ.'
.....મિત્રો આ મારો જાત અનુભવ છે.હું છેલ્લા ચાળીસ વર્ષોથી ચાલું છું.મારી
બધીજ dullness કુદરતના આ સાનિધ્યે દૂર કરી છે.હું અચૂક ફરવા નીકળું છું.
એક વર્ષમાં લગભગ 1800 કિ.મી.જેટલું ચાલુ છું. આના લીધે મારી તંદુરસ્તી
તો જળવાઈ છે જ......મનદુરસ્તી પણ હોંશે હોંશે મારી સાથે રહે છે.વહેલી સવારે
મને કયારેક કોઈ ગઝલ,ગીત,વાર્તા રસ્તામાં મળી જાય છે અને મારા અંતર
મનમાં પોતાનો આવાસ બનાવી લે છે.એમનો 'સ્પર્શ' આજે મારી F.book નો
સ્પર્શ બની ચૂકયો છે જેના વડે હું આપ સૌને સ્પર્શી શકું છું.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
--------------ગીત----------------
ReplyDeleteજનની, તારાં ચરણ કલ્યાણી,
જોયા મેં આજે પ્રભાત કિરણમાં
ગુપચુપ ચુપ આ મૌન ગગનમાં,
તવ ચરણે જો મારું શીશ નમાવું.
તન-મન-ધન તને અર્પિત કરી ને,
નિર્મળતાના નિર્મળ નાદ જગાવું.
આત્મપ્રચાર થી દૂર રહું હું હંમેશાં,
સુખ ભગાવી દુઃખની સેજ સજાવું.
તારી બે આંખોમાં યુગો છે સંચિત,
'કાન્ત'મુજ નયનોને સ્વચ્છ બનાવું.
-----------------------------------------
કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++++
---------------------ત્રણ ગોળી ---------------------
ReplyDeleteદાદા-દાદી પાર્ક ભુજ નજીક બાપુનો આવાસ,
કવિઓ સિવાય કોણ કરવા દે નજીકમાં વાસ.
હું આજે શુક્રવારે સાંજે ગાંધીજીને મળ્યો,મેં
કહ્યું ,'બાપુ ઓળખ્યો મને? તમને છેલ્લો
કટોરો ઝેરનો પિવડાવનાર કવિ મેઘાણીનો,
નાતભાઈ છું,સાંધ્ય દીપનો વરિષ્ઠ કવિ છું'
બાપુએ આંખો પર હાથ મૂકી નિસાસો નાખ્યો ,
બોલ્યા ,'આ લોકો કેવા છે મારા ચશ્માં સાથે ,
ન જાણે એમને શું લેવા દેવા છે? બીજીવાર ,
નહિ ત્રીજીવાર મારા ચશ્માં ચોરવા ચોર આવ્યો' ,
ચશ્માં ઉતારી બોલ્યો:'બાપુ તમે ચશ્માં વગર જ
સારા લાગો છો ,આ લોકોના મોઢા જોવા જેવા નથી.
ચશ્માં નહિ હોય તો તમને ઝાંખું દેખાશે અને
આ સેવકોના કાળા કરતૂતો નહિ વંચાશે.
હું ખોટો બોલતો હોઉં તો તમારાથી થોડે દૂર આવેલા,
વોક-વે ને પૂછી લો તમારા સેવકોની કર્મ કહાણી.'
મેં કહ્યું બાપુ ,'ચોર તમને સાચું કહી ગયો ,તમારો
સમય વહી ગયો.હવે છાના માના તમારા જ હાથે
પિસ્તોલથી ત્રણ ગોળીઓ ખાઈ લો,રક્તમાં નાહી લો,'
બાપુ બોલ્યા,'હા હવે ઓળખ્યો તને 'કાન્ત' હું તરતજ
પિસ્તોલના લાઇસન્સ માટે કલેકટર પાસે કરીશ
રજૂઆત સમજ મારા ફરીથી મરવાની થઈ શરૂઆત.
-----------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
++++++++++++++++++++++++++++++++++++
------------------------------------સ્પર્શ ------------------------------------------------
ReplyDelete.....શાંતિનિકેતનનો એક વિદ્યાર્થી અંગ્રેજીના અધ્યાપક ગુરુદયાલ મલ્લિક
પાસે ઓટોગ્રાફ લેવા ગયો.ગુરુદયાલે લખી આપ્યું Know thy self.(તારી
જાતને જાણ )એજ ઓટોગ્રાફ બુક લઈ પેલો વિદ્યાર્થી ટાગોર પાસે ગયો અને
તેમના હસ્તાક્ષર માગ્યા.કવિવરે લખ્યું Forget thy self.(તારી જાતને ભૂલી
જા) આજે હું ને તમે 'Know thy self...અને Forget thy self.... વચ્ચેની પાતળી
ભેદરેખા પારખવામાં જીવન ખર્ચી નાખીએ છીએ, ત્યારે જાતને કયારે જાણવી
અને જાતને ક્યારે ભૂલી જવી તે સમજવું જરૂરી છે !
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
This comment has been removed by the author.
ReplyDelete---------------------गज़ल--------------------------
ReplyDeleteपरखना मत परखने से कोई अपना नहीं रहता,
किसी भी आयने में देर तक चेहरा नहीं रहता।
बड़े लोगों से मिलने मैं हमेशा फ़ासला रखना,
दरिया समंदर से मिला दरिया दरिया नहीं रहता।
इंसानियत भी दिनके उजाले में दिखाई देती है,
कोई इंसान तन्हाई में इंसान ही नहीं रहता।
मुहब्ब्त एक फ़तह है इस जालिम जमाने पे,
काश दो चहनेवालों पर किसीका पहरा नहीं रहता।
तेरा शहर तो जानेमन नए अंदाज़वाला लगता है,
मेरे शहर में तो 'फलक ' कोई अपना नहीं रहता।
----------------------------------------------------------
-कृष्णकान्त भाटिया 'फलक'
+++++++++++++++++++++++++++++++++
------------------ગીત------------------------
ReplyDeleteહરિ,મારે તમને કેમ લખવી કંકોતરી?
દશા ચાલે છે મારે શનિની અષ્ટોત્તરી.
હરિ,તમે છો ગ્રહ-નક્ષત્રના સ્વામી,
આ વાતને કેમ સમજું હું કામી?
જનમારામાં શ્વાસનું વસિયતનામું,
હુંજ જીવું ને હુંજ મરું બીજું શું પામું?
હરિ,મારે તમને કેમ કરવા તેળા ?
ઘણે અહીં રોજ ભરાય છે મેળા.
હરિ, તમે આવશો મુજ આંગણ,
શું આપી શકીશ તમને હું માગણ?
હરિ,માનવ મહેરામણનું કીડીયારું,
નથી દેખાતું અવર માટે કોઈ જીવનારું.
અક્ષરથી અજવાળું સોનેરી સંધ્યા,
હરિ,વારંવાર છે તમને મેં વંદયા.
'કાન્ત' અશ્રુ સીંચી ને ઉગાડી લીલોતરી,
હરિ,હવે જરૂર મોકલીશ તમને કંકોતરી.
------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++++++++
-----------------------ગીત----------------------
ReplyDeleteસદીઓની તરસ હતી ને બાળપણ ની વય,
શૈશવ અને શમણાં વચ્ચે નહોતો કોઈ ભય.
ઘરડો વડલો સાદ કરેને પાદરમાં જઈ પૂગું,
આમ્રકુંજમાં કોયલ કૂકે ટહુકે ટહુકે હું ખૂલું.
આથમતો સૂરજ પણ બોલે અંધકારની જય,
શૈશવ અને શમણાં વચ્ચે નહોતો કોઈ ભય.
ખેતરમાં તડકો વરસે ઘરની ડેલીએ ચોમાસું,
આંખ ઝરે તો એવું લાગે કયાંથી આવે આંસુ ?
સમજણ વિના અંગે અંગે વ્યાપી વળે સમય,
શૈશવ અને શમણાં વચ્ચે નહોતો કોઈ ભય.
દાદાજીની હું ચરકડી દાદીને મન લીલું પાન,
પાંચીકા સહેજ હાથથી ઉછળે ભૂલું શાન-ભાન.
સાદો દાખલો ન આવડે 'કાન્ત'કેમ ઉકલે પ્રમય.
શૈશવ અને શમણાં વચ્ચે નહોતો કોઈ ભય.
-------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++++++++++++
----------------------હાઇકુ ---------------------------
ReplyDelete(1)સત્ય પંથે ---------------------(2)પ્રિયે આવ તું
હૃદય તૂટશે-----------------------રચીએ સુમધુર
...શું આમ હંમેશાં ! ------------------સંસાર બાગ.
(3)સાસુ વહુથી ------------------(4)આ શહેરમાં
ગુરુજનો ચેલાથી ---------------એકાદ માણસ તો
...ફરે ડરતા. ------------------------પારખીને બતાવ!
(5)ઊભા બાવળ-----------------(6)મિલનની એ
કપાય દરરોજ ------------------ ક્ષણોને હું વર્ણવી
...ગુલમહોર! -------------------------કયાંથી શકું?
(7)કોણ કહે છે --------------------(8)બેઠા કવિની
સત્ય જીતે અહીં ------------------કલમ હોય ભાઈ
...હસે અસત્ય.------------------------સદા ચાલતી!
(9)ભીંતે શિયાળો -----------------(10)ચાલો દઈયે
લઈ પવન પીંછી-----------------પવનને પરચો
...ઠંડી ચીતરે. ------------------------શ્વાસ ખરચો.
-----------------------------------------------------------
=======ગઝલ ==========
ReplyDeleteમારા જામમાં ચુંબન મૂકી તો જો,
હું શરાબ સામે જોઇશ પણ નહીં.
મારા શ્વાસમાં શ્વાસ મૂકી તો જો,
હું શબાબ સામે જોઇશ પણ નહીં.
મારી અને તારી વચ્ચે છે અંતર?
ભ્રમણા ભાંગે એવો છે કોઈ મંતર ?
આંખો ઉઘાડ સામે જોઈ તો જો,
હું કાયનાત સામે જોઈશ પણ નહીં.
હું સુરાલયમાં, છે દેવાલય મુજમાં,
નશો ચડ્યો છે રોમેરોમ તુજમાં.
મયકદા પ્યારની તું બની તો જો,
હું મધુશાલા તરફ જોઇશ પણ નહીં.
હતું મારું-તારું તે હવે થયું સહિયારું,
હવે શબ્દોની વાત હું કેમેય ન માનું.
દલડાની ગાંઠને જરા ખોલી તો જો,
'કાન્ત' ઝ્ખ્મોને હું જોઈશ પણ નહીં.
========================
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------દોહરા ------------------------
ReplyDelete(1) મોહ છડે નિજ નામ જો,ઉ પામે સુખ સાર,
.....પામઈ અય અનામિકા,પૂજા જો અધિકાર.
(2)માની સેં માની મિલે,કરે જીયણ જી ગાલ,
.....સાની સેં સાની મિલે,ચાય કરે છણકાર.
(3)પ્રથમ નાં પરમેશરો ,બયો ન ભચાય કોય,
.....હરિ-હર જડે ભેગા થીયેં આનંદ આનંદ હોય.
(4)કવિ સેં જડે કવિ મિલે,કરે શભદ જી ગાલ,
.....તવિ સેં જડે તવિ મિલે ચિલો કરે કિકરાટ.
(5)ક્રિષ્ના રભ સંભાર તું જુકો કંઈ ધો બેડોપાર,
.....ધુનિયા અય હી સ્વાર્થી મૂંજી તોજી મારામાર.
(6)શ્રાવણ મેં ખ્યો કાકડી ભદ્રે મેં પીયો છાય,
.....બરો ખિલધો ખિલધો અચે કોય ન કુછાય.
(7)દંધ ઘશે મીઠે સેં ઘરજી માની ખાય,
.....ડાબે પડખે જુકો સુમે ઇ ઘર રોગ ન જાય.
===============================
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++++++++++++
---------------------------------સ્પર્શ -------------------------------------
ReplyDelete...પૂ. મોરારી બાપુ મારા પ્રિય વક્તા છે.કેટલાંક વ્યક્તિત્વ એવાં
હોય છે જેમને ચાહવાનું મન થઈ જાય છે.જાણે-અજાણે આપણે
એને પ્રેમ કરવા લાગીએ છીએ.હું પણ મોરારી બાપુને ગળાડૂબ
પ્રેમ કરું છું. એમને સાંભળું છું ત્યારે ચિક્કાર જીવવાની ઈચ્છા થઈ
જાય છે.
...પૂ.મોરારી બાપુ સૌંદર્યરાગી વક્તા છે.સત્યમ,શિવમ,સુન્દરમનું
સંગમ છે.અને એમની આંખો મને બહુ ગમે છે.એ વાણી કરતાં આંખો
થી વધુ બોલે છે.વાણીના ત્રણેય સ્વરૂપ પરા,મધ્યમાં અને વૈખરી
એમને હસ્તગત છે.એ ઉંબરાથી લઈને અંબર સુધીની વાતો કરે છે.
સૌથી વધુ મને એ એટલા માટે ગમે છે કે,કોઈ પણ જાતના આડંબર
વિના એ વાત કરે છે એટલેજ વ્યાસ પીઠ પરથી ફિલ્મી ગીતો,ગઝલ,
શેર લલકારી શકે છે.એમનું આ સ્વરૂપ નિરાળું છે.
...એ હાડોહાડ જનપદના વક્તા છે.પરમાત્માનું સૌન્દર્ય એમણેઆંખ
ભરીભરીને પીધું છે અને આપણને કથાનું અમૃત આપ્યું છે.કથામાં
મનુષ્યના ભાવની ભૂગોળને અત્યંત મધુર વાણીમાં એમણે નિરૂપી
છે.માનવ જીવનની ભાગ્યે જ એવી કોઈ છટા-ઘટા હશે જેને બાપુએ
પોતાની વાણીમાં વહેતી ન કરી હોય.
...બાપુ કહે છે કે,'મને મોક્ષની ઈચ્છા નથી.હું માનવ દેહ ધારણ કરી
જીવવા ઈચ્છું છું.આ સૂર્યના કિરણોમાં,આ પુષ્પિત કાનનમાં અને
મારા શ્રોતાઓના જીવંત હૃદયમાં હું સ્થાન પામવા ઈચ્છું છું.'બાપુની
વાણી મને શાતા આપે છે.એ જે પોતાની સૌન્દર્યમય દ્રષ્ટિથી જીવનની
સુંદરતાનું ગીત ગાય છે એ અદભુત છે.મોરારી બાપુ જેવા વક્તા કયારેક
આ ધરતી પર જન્મ લેતા હોય છે.એ મારા અધિનાયક છે,વાણીના
ભાગ્ય વિધાતા છે.
---------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત',ભુજ-કચ્છ.
(લખ્યા તારીખ :25-11-2013,સમય:12:26 PM)
=================================================
-----------તિરંગો ------------
ReplyDeleteભારતની છે શાન તિરંગો,
જનગણમનની આન તિરંગો.
ત્રણ રંગોનો રાષ્ટ્ર ધનુષ્ય છે,
ભારતીયોની છે જાન તિરંગો.
ઉપાસના છે વીર શહીદોની,
યૌવનનો છે અરમાન તિરંગો.
એજ છે ચાલક એજ છે પાલક,
જનતાનો છે સન્માન તિરંગો.
'કાન્ત' ગગનમાં મસ્ત ફરકતો,
રાષ્ટ્ર ધરોહર અભિમાન તિરંગો.
------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
====================
-----------------------------ભેંશ ---------------------------------
ReplyDeleteએકવાર મેં મુશાયરામાં હાસ્ય-વ્યંગની કવિતા સંભળાવી,
એ સાંભળીને એક કવિયત્રી મારી પાસે આવી.
બોલી,'કવિતા લખતાં ન આવડતી હોય તો શું કામ લખો છો?
શ્રોતાઓની સામે જેમતેમ બકો છો!' હું બોલ્યો ,'મેડમ ,મારા
બોલવામાંદમ છે.કોણ જાણે તમને શું પ્રોબ્લમ છે?'
તે ખીજાણી મારી વિનમ્રતાથી ન ભીંજાણી,આંખો કાઢી તો
રણચંડી દેખાણી.'શું તમે આવી કવિતા લખો છો? મારા
ચોટલાને ભેંશ કહો છો?હું ભલે છું કાળી પણ છું દિલવાળી.'
'હવે કોઈ મહિલા પર આવી કોમેટ કરશો તો કવિતા માટે
જીવનભર તરશસો,આ મારો શ્રાપ છે અને મને મારા પર
વિશ્વાસ છે.'હું બોલ્યો :'કવિયત્રી મહોદયા,મુજ પર કરો થોડી
દયા. આ કવિતા મેં તમારા ઉપર નથી લખી,તમારી ફરી
ગઈ છે મતિ.....એટલે તમારા બોલવામાં છે ગતિ.આ કવિતા
મેં ભેંસ પરજ છે લખી.'
---------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
++++++++++++++++++++++++++++++++++++++
------------શહીદ --------------
ReplyDeleteહજારો અંજલિ એ શહીદોને,
જગાવે ચેતના એ નરવીરોને.
હતી શક્તિ મોતથી લડવાની,
આતંકીઓને ભોંયે જડવાની.
ન ઝૂક્યા એ ન ઝૂકશે કદીયે,
આદત નહોતી કદી પડવાની.
હજારો અંજલિ એ ભડવીરોને,
માર્યા ગદ્દારોને એ શૂરવીરોને.
ન જોયો સમય મા ભોમ કાજે,
ભલેને મોત માથા પર ગાજે.
ગોળીઓ ધરબી સામી છાતીએ,
ઓઢી લીધું કફન દેશ દાઝે.
હજારો અંજલિ પોલીસ વીરોને,
જય મહારાષ્ટ્રના ખાખી હીરોને
------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
++++++++++++++++++++
Kaajal oza vaidya
ReplyDeleteચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !
ચોળી ચોળીને નાહ્યા છતાં
સતત વીંતળાયેલા એ સર્પીલા
સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !
લીલા સાપ સરકવા માંડે છે
મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !
લાલ રંગને જોઈને ઊબકા આવે છે
અને, લગ્નના ઢોલ
સીધા મારી છાતી પર જ પીટાય છે
શરણાઈ સાંભળીને
શ્વાસ ગૂંગળાવા કેમ લાગે છે ?
છેડાછેડીનો એ ટુકડો તો
ક્યારનો ફેંકી દીધો છે ને ?
તો ખીંટી પર આ શેનો
ભાર લટક્યા કરે છે ?
- કાજલ ઓઝા – વૈદ્ય
---------------------------------સ્પર્શ ---------------------------------------------
ReplyDelete.....કાજલ ઓઝા વૈદ્ય વાર્તાકાર છે.એ સારું-સાચું લખે છે.સારું -સાચું
બોલે પણ છે.મેં એમને પ્રતક્ષ્ય તો સાંભળ્યા છે,ઈન્ટરનેટ પર પણ
સાંભળું છું.આમ તો મારા મનમાં પન્ના નાયક વિદ્રોહી કવિયત્રી તરીકે
પ્રસ્થાપિત થયેલા છે.પરંતુ ગઈકાલે કાજલની એક રચના વાંચી ત્યારે
એવું લાગ્યું કે આ કવિયત્રી સ્ત્રીની વેદના વ્યક્ત કરીને વિદ્રોહ વ્યક્ત કરે
છે.
.....કાજલની આ કવિતા એક પરણિતાની સંવેદના,સમર્પણ,વેદના અને
અવહેલના પ્રકટ કરે છે.અને આના માટે એમની હૃદયની ટક-ટક દીવાલમાં
કોણ જાણે કેટલા ધબકારા થયા હશે?દરેક સ્ત્રીની ભીતર એક જ્વાળામુખી
પડ્યો છે.કયારેક તે શબ્દ વાટે અભિવ્યક્ત થતાં વાર્તા બને છે,કવિતા બને છે.
.....આ કવિતામાં કાજલે કમાલ કરી છે.કોઈ પણ સ્ત્રી સેજ પર માત્ર શારીરિક
નહિ આત્માનું સૌન્દર્ય પાથરી પોતાના સાહ્યબા સાથે સંસાર માંડવાના સ્વપ્ન
જોતી હોય છે.રચનાના ઉપાડમાંજ ગુલાબ-મોગરાના ફૂલની સુગંધ ક્યારે
કચડાઈને લોહીના ધાબાં જેવી લાગવા માંડે એની ખબર નથી પડતી.અહીં
કાજલે ભલે ગુલાબની કચડાયેલી પાંદડીની વાત કરી હોય પણ એમને
અભિપ્રેત તો કચડાયેલી પરણિતા છે.
.....સ્પર્શ તો આહલાદ્ક હોય.પણ પતિનો સ્પર્શ સર્પીલો લાગે અને ગમે એટલા
પ્રયત્ન કરવા છતાં મનમાંથી એની નાગચૂડ દૂર ન થાય,એ સ્પર્શની ધ્રુજારી ઘટે
નહિ એ સ્ત્રી માટે કેવી વિડંબના?લાલ રંગ,શરણાઈ,સ્તન,ઉબકા,ઢોલ,છાતી,શ્વાસ,
જેવા શબ્દો વાપરીને કાજલે સ્ત્રીનો ભાવજગત ઉભો કર્યો છે.અલબત્ત આ ભાવ-
જગતમાં વેદના..વેદના..વેદના...જ છે.અને રચનાની સમાપ્તિમાં છેડા છેડી
જેના માટે કવિયત્રીએ 'ટુકડો'શબ્દ વાપર્યો છે જેને ફેંકી દેવા છતાં એનો ભાર
ખીંટી પર લટકાયેલો અનુભવાય છે.આ ખીંટી એ સ્ત્રીનું આંતરિક મનોજગત છે,
જેમાં એકવાર બંધાયેલી છેડા-છેડી કયારેય છૂટતી નથી.
--------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત',ભુજ -કચ્છ.
(લખ્યા તારીખ:27-11-2013,સમય:11:44 A.M.
===================================================
This comment has been removed by the author.
ReplyDelete---------------------गज़ल-------------------------
ReplyDeleteमेरी बाँहों में समाकर कभी इसरार मत करना,
इश्क़ कि नज़ाकत से कभी इंकार मत करना।
ज़िंदगी में मुहब्ब्त कि उजलत भी जरूरी है,
दिल का सौदा कभी इखराज मत करना।
चाहत है सनम हमारी जाने कितने जन्मोंकी,
तू किसी औरसे कभी इत्तहाद मत करना।
तू मुझसे नाराज़ हो मैं भी खफ़ा हो जाऊँ ,
वक्त आये कभी ऐसा इर्तकाब मत करना।
दो दिलोंको जुदा कर जाते है ये अफ़साने ,
पायलों सी जनक जाना इलहाम मत करना।
तेरी चाहत का मजनूँ ये दीवाना है कबसे,
चले जाने का कोई इरशाद मत करना।
यही जज़बा रहा तो कोई हल जरुर निकलेगा,
'फलक' हसीं लम्हों का इम्तिहान मत करना।
-------------------------------------------------------
-कृष्णकांत भाटिआ 'फलक'-भुज-कच्छ।
+++++++++++++++++++++++++++++++
-----------------------------------સ્પર્શ --------------------------------------------
ReplyDelete.....ગઈકાલથી ઉર્દુનો એક શેર મારો પીછો નથી છોડતો..... અને છોડે
પણ કેમ? એનાથી મારો નાતો બંધાણો છે.કવિ પોતાની આજુબાજુ
બનતી ઘટનાઓથી કયારેક વ્યથિત થઈ જતો હોય છે,અને પછી એ
દ્રશ્ય એને પજવ્યા કરે છે.એટલેજ કવિ પારકી છઠ્ઠી નો જાગતલ કહેવાય
છે.શાયર કહે છે,' जहेले ख़िरदने दिन ये दिखाए,घट गए इन्सां बढ़ गए साये.'
અર્થાત મારી ને તમારી બૌધ્ધિક વિમૂઢતાએ એવા દિવસો દેખાડ્યા છે કે,
માણસો ઓછા થતા ગયા ને પડછાયા વધતા ગયા.
.....ગઈ કાલે હું એક પ્રાર્થના સભામાં ગયો હતો.મારી પાછળ બેઠેલા એક
સજ્જન જાણે પોતાના ડ્રોઈંગ રૂમના સોફા પર બેસી વાત કરતા હોય એ
રીતે મોબાઈલ પર કોઈની સાથે સંવાદ કરતા હતા.ન કોઈ અદબ,ન કોઈ
શરમ,ન કોઈ સામાજિક જવાબદારી.એટલા માટે માણસને સામાજિક પ્રાણી
કહ્યો હશે?અરે!સ્વજનના મરણ પર કૂતરા,ઘોડા,ગાય જેવાં પ્રાણીઓને મેં
ઉદાસ અને રડતા જોયા છે.ભાઈ...ભાઈ...માફ કરજો હું ભૂલી ગયો આપણે
પ્રાણી થોડા છીયે... આપણે તો માણસ છીએ ભઈ માણસ ..
.....મસાણમાં આપણી આંખો સામે કોઈ એક યુવાન અસ્તિત્વ ભળ-ભળ
બળતી ચિતામાં સ્વાહા થઈ રહ્યું હોય અને આપણે મોતનો મલાજો રાખ્યા
સિવાય રીસેપ્સનની વાતો કરતા હોઈએ ત્યારે એમ લાગે કે આપણે માણસ
નહીં માત્ર પડછાયા છીએ.શ્મશાનથી સંમેલનમાં પ્રવેશતાં આપણને બરાબર
આવડી ગયું છે.સમાજમાં આવા પ્રસંગોમાં આવું બિન્ધાસ્ત બન્યા કરે છે અને
કોઈના પેટનું પાણી હાલતું નથી.
.....બેશરમ બનીને આવી નગ્નતા દરરોજ પ્રગટતી રહે છે.જેને આપણે મૂક
ભાવે જોયા કરીએ છીએ.હા.....એ વાત જુદી છે કે માણસે ઊગવા માટે એક
નગ્ન બીજ થવું પડે છે.કારણ માતાના ગર્ભમાં તો કોઈ વસ્ત્ર જ નથી.અને એ
નગ્નતા અવિકારી છે.હવે વસ્ત્રો ધારણ કર્યા પછી વ્યવહારમાં નગ્નતા વધી
છે અને બધીજ શરમ છોડીને આપણે આ નગ્નતાને સ્વીકારવા માંડી છે.
.....અભિનંદન બધાંને ખૂબ-ખૂબ અભિનંદન...જય હો........!
-------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તારીખ :28-11-2013,ગુરુવાર,10:46 AM)
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
--------------------ગીત ------------------------
ReplyDeleteજળ જો ચડાવું નાથ કચ્છ- મચ્છ પીધા કરે,
દૂધ જો ચડાવું નાથ વાછરડા નો જૂઠો છે.
ફૂલ જો ચડાવું નાથ ભ્રમર સૂંઘી જાય છે,
બીલીપત્ર ચડાવું નાથ વૃક્ષોનો વિનાશ છે.
ધૂપ જો ચડાવું નાથ અગ્નિનો આહાર છે,
દીપ જો બતાવું નાથ પતંગાનો વિનાશ છે.
કહે છે 'કાન્ત' નાથ સાંભળો કૈલાશનાથ ,
મારી તો તમને ફક્ત કોરી નમસ્કાર છે.
---------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
++++++++++++++++++++++++++++
This comment has been removed by the author.
ReplyDelete------------------------ચકો-ચકી --------------------
ReplyDeleteચકો ને ચકી મારા ઘરના ગોખલામાં આવ્યા છે,
સાથે સાથે ચકી દિનની વધાઈ પણ લાવ્યા છે.
મારા ઘરના રવેશમાં લટકેલા મનોહર કુંડાના ,
દાણા -પાણી બંનેને બહુ મજેદાર લાગ્યા છે.
વાતો ને વાતોમાં બન્નેને હળવેકથી પૂછી લીધું મેં,
ચકીબેન-ચકાભાઈ બોલો હવે શું છે તમારી નેમ ?
પાંખો ફફડાવી ઉડતાં ઉડતાં ચીં-ચીં કરી બોલ્યા,
પ્રસૂતિ ગૃહ બાંધોને અમ માટે આ કુંડાની જેમ.
તમેજ કહો એના વિના બાળ ચકા ને ચકીને
આ દુનિયામાં જન્માવી લઈ આવીએ કેમ?
ઊભા થઈ તરતજ મેં લટકાવ્યું માટીનું ઘર,
હવે સુખેથી રહો ચકાભાઈ રાખ્યા વિના કોઈ ડર.
રાજી થઈ બન્નેએ પોતાની પાંખો પ્રસરાવી,
કહ્યું રહેશું જિંદગીભર હવે તમારી સાથે જ સર.
----------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++++++++++++++
---------------------------------------સ્પર્શ -----------------------------------
ReplyDelete.....હું જયાં બેઠો છું ત્યાં સામેની બારીમાંથી જોઉં છું તો એક ચકો-ચકી
ટેલીફોનના તાર ઉપર બેસીને પરસ્પર એક બીજાને વહાલ કરી રહ્યા
છે.પોતાની ચાંચથી સ્પર્શ કરી રહ્યા છે.પ્રેમ તો પશુ -પક્ષીઓ ને પણ
ગમે છે.પણ આપણે એટલા તો વ્યસ્ત (અસ્તવ્યસ્ત) થઈ ગયા છીએ
કે આવાં દ્રશ્યો આપણને રોમાંચિત નથી કરતા.તમે જો 'છારી-ઢંઢ '
ગયા હો તો તમે પક્ષીઓને કિલ્લોલ કરતાં જોયાં હશે! પ્રેમ થી કોઈ પણ
સજીવ સૃષ્ટિ વંચિત રહી શકે તેમ નથી.
.....પ્રેમ.....! આ અઢી અક્ષરનો શબ્દ જાદુભર્યો છે.બે હૈયાંને નજીક લાવ-
નાર પ્રેમનો જોટો જડે તેમ નથી.પ્રેમ બે પ્રેમીઓ વચ્ચેનું શૂન્ય છે.જે વગ -
ર બોલે પણ વ્યક્ત કરી શકાય છે.હા,પ્રેમને અભિવ્યક્ત કરવાની બધાંની
રીત જુદી હોઈ શકે.હું તને ચાહું છું..... I love you..!આ વાક્ય મેં અને તમે
કોઈકને ક્યારેક તો કહ્યું હશે!અને હા,કોઈ આપણને I love you...કહે એની
ઝંખના પણ થયા કરે.આ LOVE નું સરસ વિષ્લેશણ છે: L એટલે listen
સાંભળવું ,O એટલે observation....નિરીક્ષણ કરવું,V એટલે verify........
પરીક્ષણ કરવું. અને આ બધું થઈ ગયા પછી E એટલે experience........
અનુભવ.બસ પ્રેમનો અનુભવ.
.....પ્રેમ એ દિલની ભાષા છે,શબ્દો દ્વારા જો આપણે એને કુંઠિત ન કરીએ
તો પોતાની જાત પણ એમાં ઓગળી જાય છે.મોટા ભાગના વિચારકો એમ
કહે છે કે,પ્રેમમાં માત્ર આપવાનું હોય છે લેવાનું કશું હોતું નથી.પણ પૂ. મો -
રારી બાપુએ એમ કહ્યું કે,પ્રેમમાં આપવાનું હોય છે અને લેવાનું પણ હોય
છે અને ક્યારેક નથી લેવાનું હોતું કે નથી દેવાનું હોતું.પ્રેમમાં બંને અનુભૂતિ
સાથે થાય છે.
.....પ્રેમમાં શરીરનું કોઈ મહત્વ નથી.લયલા ખૂબ કાળી હતી,કુરૂપ હતી
છતાં મજનું એને દિલોજાનથી ચાહતો હતો.શરીરની અપેક્ષા હોય ત્યાં
પ્રેમ નથી.પ્રેમ અનુભવાય ત્યાં સુધીજ એ પ્રેમ રહે છે.એ ભોગવાય તો
વાસના બની જાય છે.પ્રેમમાં હું અને તું સાથે નથી રહી શકતા.બંનેમાંથી
એકને ઓગળવું પડે છે.કવિ મદનકુમાર અંજારિયા 'ખ્વાબ' કહે છે,'પ્રેમ
એક અદભુત ક્ષિતિજ છે મસ્ત,જયાં તું નો ઉદય થાય,હું નો અસ્ત.
-----------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા,'કાન્ત'(લખ્યા તા.29-11-2013,શુક્રવાર ,01:07 PM)
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++
હું લીમડાવાળી લાઈનનો રસ્તો :
ReplyDelete--------------------------------------
હું લીમડાવાળી લાઈનનો રસ્તો,
સંસ્કારનગરના હૈયામાં વસતો.
ભર યૌવનમાં શરીરે બુઢાપો આયો,
તન થયું જીર્ણ ક્ષીર્ણ અંધાપો છાયો.
રોજ સેંકડો ચાલતાં પડતા આખડતા,
મુજ તન પર ઘા કરતા મને કચડતા.
જમડા જેવા નગર સદનમાં ફસાયો,
ન જંપ્યો જરીરે હું વીંધાતો આયો.
ડામર-રેતી-સિમેન્ટની નકલી દવાઓ,
મને પીવડાવી વારંવાર વચન હવાઓ.
હવે થાક્યો છું ખખડધજ હાંફયો છું ,
મારા માલિકોના જુલ્મે કાંપ્યો છું .
એકજ કામ હજુ સુધી કરતો આવ્યો,
લીધું એનાથી 'કાન્ત' દીધું સવાયું.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
This comment has been removed by the author.
ReplyDelete-------------------------प्यार करो------------------------
ReplyDeleteफूलों से भी तुम प्यार करो, पतझड़ से भी दुलार करो,
पतझड़ के बिना बहार नहीं,काँटों के बिना गुलाब नहीं।
सुख-दुःख साथ पनपते हैं,हम दुःख से कयों डरते हैं ?
है जीना तो डरना क्या,दिल इतना छोटा करना क्या ?
संकट को तुम पार करो,हर इक मुश्किल आसान करो,
आगे बढ़ना फिर हटना क्या,डटकर सफलता प्राप्त करो।
छेद कई हैं सीने मैं बंसरी फिर भी मधुर ही बजती है,
दुःख-दर्द सहन कर खुद औरों के मन को हरती है।
जीवन ही उसका धन्य है औरों के लिए जो जीता है,
इंसान वही है दुनिया में औरों के जो आँसू पीता है।
तुम भी मानव हो मेरे भाई, सच्चे मानव बनकर,
'फलक' इस दुनिया में हर एक मानव से प्यार करो।
---------------------------------------------------------------
-कृष्णकांत भाटिया 'फलक'
+++++++++++++++++++++++++++++++++++
શબ્દોની સવાર છું હું, બેસુમાર લખું છું,
ReplyDeleteમાણસના વિકાસના સાચા ખ્વાબ લખું છું.
લોકો સંવાદ નહીં સવાલ બહુ કરે છે મુજથી,
પણ હું મારા શબ્દોથી એના જવાબ લખું છું.
'કાન્ત'
--------------------------નૂતન વર્ષની શુભકામનાઓ ------------------------------------
ReplyDeleteનૂતન વર્ષના મંગળ સુપ્રભાતના સોનેરી કિરણો પૂર્વાકાશમાં આશાનો નવો પ્રકાશ રેલાવી
રહ્યા છે.જે વીતી ગયું છે તે પાછળ રહી ગયું છે.જે હવે આવવાનું છે તે તમને આવકારવા
તૈયાર છે.આસોની અમાવસ્યાનો જયાં અંત આવે છે,ત્યાંજ બરોબર નૂતન વર્ષનો પ્રાદુર્ભાવ
થાય છે.વર્ષ પૂરું થવાના મૂહર્તે નજર લંબાવીને જુઓ તો દેખાય છે શું?મનને શાંત બનાવીને ,
નિર્વિચાર થઈને જુઓ,અંતરમનનો પડદો હટાવી દ્યો...ગતિ જ માત્ર દેખાય છે....એ ગતિને
ચરિતાર્થ કરે એવી એક સ્થિતિ પણ ત્યાં દ્રષ્ટિને ભરી દે છે.આવું દર્શન જેણે કર્યું છે તે તો કહ્યા
વગર રહી શક્યા નથી કે નૂતનમાં માત્ર ગતિ જ ગતિ છે.....ચેતના છે....કયાંયે જડતા દેખાતી
નથી.
આજની આ મંગળ ઘડીએ હું ઈચ્છું કે તમારામાં જાગૃતિ આવે,તમારું જીવન આનંદમય રીતે
જીવાય.તમને વ્યવસ્થા,સફાઈ,શાંતિ અને સુખનો અનુભવ થાય.સતત નવા સત્યનાં દર્શન
થાય,તમે મંગલમય બની રહો,પ્રગતિપંથ પ્રયાણ કરો ,નવપ્રસ્થાન કરો ,તમારા ઘુંઘટનો
પટ ખુલે ને પિયુના દર્શન થાય એવી શુભકામનાઓ.,,,,,,,नए साल की शुभकामनायें ,,,,,,,,,
HAPPY NEW YEAR.......
કવિની કવિતા વેદના સાથે રમે,
ReplyDeleteઆકાશ અને પૃથ્વી એનાં ગીતોમાં ભમે.
આંસુ ભીનાં હરિના લોચનિયાં મેં દીઠાં,
કવિની કલમમાંથી જ ઝરે,
વંચિતોના પ્રાણ કવિની ગઝલનાં છે વહાણ,
'કાન્ત' શાસકોને એ શબ્દોના બાણે હણે !
----------------------------------------------------
-'કાન્ત'
-------------------દિવાળીની શુભકામનાઓ ------------------------------
ReplyDeleteઅનેક ઉત્સવોની જેમ દિવાળી પણ આપણને વારસામાં મળી છે.એનાથી આપણી દૈવી સંપદનું
સ્મરણ જાગે છે.દીપ પ્રગટાવવો,મહાલક્ષ્મીની પૂજા કરવી અને આતશબાજી સાથે આનંદ લૂંટવો
એ આજના દિવસની ભેટ છે.દિવાળીનું પર્વ એ શુભ તરફની ગતિનું સૂચક છે.કોઈને શુભેચ્છા જ
જો આપવી હોય તો આજે આપણે એટલું તો નક્કી કરી લઈએ કે અન્યનું હૃદય ઘવાય તેવું કંઈ
પણ બોલીશ નહીં.મારી પાસે આવેલું કાર્ય બને તેટલી ઝડપથી પૂરું કરીશ.લોકોની મુશ્કેલીઓ
બને તેટલી ઓછી થાય તેજ હું વિચારીશ અને તે પ્રમાણે વર્તીશ.
આજના દિવસે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમારા જીવનમાં આનંદ,ઉમંગ
અને ઉલ્લાસ વરસો,તમારા આંગણે સુખ અને સંતોષનો સુરજ ઊગે.તમારા હોઠે સ્મિતની
ચાંદની લહેરાય,પૂર્ણ સ્વાસ્થ્યની રંગોળી પૂરાય .દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
------------------------------આનંદ વરસો આજ દિવાળી છે -----------------------
------------------------------સુખ હિય સરસો આજ દિવાળી છે---------------------
------------------------------ચોઘડિયા બધા શુભ બની જાય -----------------------
------------------------------હરિ મુખ દરશોં આજ દિવાળી છે------------------------
-'કાન્ત'
------------કાળી ચૌદશ (નરક ચતુર્દશી )--------------
ReplyDeleteઆપણી ભારતીય સંસ્કૃતિએતહેવારોનું અને ઉત્સવોનું એવું તો માળખું ગોઠવ્યું છે કે વિચારતાં
રહી જવાય.ધનતેરસે લક્ષ્મીની આરાધના,ચૌદસ પાછી ,કાળી,,,અને નરકાસુર સાથે સંકળાયેલી, આના ઘણા સૂચીતાર્થો છે.લક્ષ્મીજીની પૂજા કરતાં કરતાં સાવધાની એ રાખવાની
છે કે એ કયાંક 'કાળી' ન થઇ જાય.નહિતર 'વધ' થવાની તૈયારી રાખવી પડશે.મંત્ર સાધનાનો
આ શ્રેષ્ઠ દિવસ છે.સૌને શુભકામનાઓ આપું છું કે ,,,તમારા જીવનનો અંધકાર દૂર થાય અને
તમારી ભીતરનો નરકાસુર નાશ પામે.
------------ધનતેરસની શુભકામનાઓ ----------
ReplyDeleteઆજની સવાર કંઈક વિશેષ છે.શુભ વિચારો મનમાં ઉભરાય છે.વેદનો નાદ 'બધી દિશાએથી
અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ....'સમગ્ર અસ્તિત્વમાં ઘુમરાવા લાગે છે.મનમાં
ડુબકી મારું છું તો ઘુંઘટનો પટ ખુલવા લાગે છે.કબીર સાહેબ સાદ પડે છે,'જો...પ્રકાશ પર્વનો
પ્રારંભ થઇ ગયો છે......એક વધારે વર્ષ વિતવાની તૈયારી છે.પાંચ દિવસોના સમૂહનો આ
તહેવાર.....પ્રથમ પુષ્પ 'ધનતેરસ ' લક્ષ્મીને આવકારવાનો અવસર,સાથે સાથે દીપદાનનું
મહત્વ પણ એટલુંજ. આ દિવસ દેવોના વૈદ્ય ધન્વન્તરીનો જન્મ દિવસ છે.ધનતેરસ 'ધણ '
પૂજાનો પણ દિવસ છે.આ બધો મહિમા સાચા અર્થમાં ત્યારેજ સાર્થક થાય જયારે આપણા
જીવનમાં નીતિ ,ધર્મ ,સદાચાર,સત્યનો પ્રવેશ થાય.'સર્વે ભવન્તુ સુખીન: ' આપણો સંકલ્પ
બને.આપ સૌને મારી શુભકામનાઓ........
પાનખરનો આ કેવો પ્રભાવ છે,
ReplyDeleteકે પછી એ એનો સ્વભાવ છે?
જડ વસ્તુ પણ રુદન કરવા લાગે,
આ બાંકડાને કોઈનો ઇન્તઝાર છે.
---------------------------------------
'કાન્ત'
વાણી મૂંગી હૈયું બોલે,રંક-રાયની સીમા ને તોડે,
ReplyDeleteસુદામો જયાં દ્વારે ઊભે,કૃષ્ણ પીતાંબર છોડી દોડે.
---------------ગઝલ ------------------
ReplyDeleteરેતીના રણમાં વિસ્તરતી પ્રતીક્ષા,
અડાબીડ જંગલમાં ચરતી પ્રતીક્ષા.
પ્રેમીના મીઠા આલાપમાં લય બની,
આથમતા સૂરજને ચૂમતી પ્રતીક્ષા.
અમાસના આકાશમાં તારા બનીને,
અગણિત નક્ષત્રોમાં સરતી પ્રતીક્ષા.
વિખૂટા પડેલાં પ્રિયતમની પ્રિયાના,
થાકેલાં નયનોમાં ઢળતી પ્રતીક્ષા.
સ્વપ્નોમાં વહેતાં શાંત સમીર શી,
મધુર રૂપ ધરીને તરતી પ્રતીક્ષા.
અનિમેષ નયને રાહ જોતી યુગોથી,
ઝૂરતી વિરહથી તડપતી પ્રતીક્ષા.
સદા આશ મળવાની હૈયે ધરીને,
'કાન્ત'ના દિલમાં ટળવળતી પ્રતીક્ષા.
-------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(ભુજ-કચ્છ)
========================
आज बेटे का जन्म दिन है,'पितृकृपा' की सजावट हो रही है,
ReplyDeleteआउट हाउस के कोने में बैठकर बूढ़ी माँ फूटफूट के रो रही है।
કામદેવે ફૂકયું પોતાનું જંતર,
ReplyDeleteસૌન્દર્ય ફૂટયું અંતર અંતર.
હાથ પ્રેમનો પ્રસરાવ્યો ત્યાં,
ભીતરમાં હલચલ હલચલ.
ગીતો વેરી મારું મનડું નાચે,
પંખી કરતાં કલબલ કલબલ.
ફૂલો પર મધુકર ઊડી ઊડીને,
કરતાં કેવી હલમલ હલમલ.
નભમાં સોનેરી સૂરજ ઊગ્યોને,
'કાન્ત' થયો છે પગભર પગભર
=====================
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++
--------------------ગીત---------------
ReplyDeleteઆવો શ્યામ મુજ આંગણીયે આવો,
તવ પ્રેમની રિમઝિમવર્ષા વરસાવો.
શ્યામ રંગ સ્નેહ વિપુલ લઈ નાથ,
આ દાસના અંતરમનમાં છવાઓ
આવો ગિરિધર મુકુન્દ મોરારી,
છાયા થી તન મનને નિર્મલ કરી દો.
આવો બંસીના મધુરા સૂર ગુંજનથી,
મારા બેસૂર જીવનમાં ગીત ભરી દો.
આવો હે ગોવિંદ હિય ભરવાવાળા,
તાપ ભવ -ભવ ના પ્રભુ હરવાવાળા.
નયન મનોહર શીતલ કરવાવાળા,
'કાન્ત' મનો જગતમાં અશ્રુને ફેલાવો.
---------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------------------
-------------------------------સ્પર્શ-----------------------------------------------
ReplyDelete.....ગઈકાલે રાત્રે હિન્દીના પ્રસિદ્ધ ઉપન્યાસકાર ભીષ્મસહાની વાર્તાઓ
વાંચતો હતો.એમાં એમની એક વાર્તા દિલમાં સ્પર્શી ગઈ 'चीफ की दावत'
એક પરિવારમાં પતિ-પત્ની અને વૃદ્ધ મા સાથે રહે છે.પતિનું પ્રમોશન ડયુ
છે.આજે તેમના ઓફીસના ચીફ ભોજન માટે આવવાના છે.વૃદ્ધ મા ને કડક
સૂચના અપાય છે કે મોટા સાહેબ ભોજન કરીને જાય નહી ત્યાં સુધી તારે
આઉટ હાઉસમાંથી બહાર નથી નીકળવાનું.
.....બંગલો સજાવ્યો છે,ડ્રોઈંગ રૂમના પરદા સુદ્ધાં બદલાયા છે.ટેબલ પર
ભરત ભરેલો ટેબલ ક્લોથ શોભી રહ્યો છે.ચીફ પધારે છે.થોડીવાર પછી
ભોજન પીરસાય છે ને ચીફ ખુશ છે.દરેક વસ્તુને વખાણે છે.છેલ્લે કોફી
પીતાં-પીતાં તેમની નજર ટેબલ ક્લોથ પર પડે છે.'Wonderful ! વાહ
કેટલું સરસ છે!કોણે બનાવ્યું છે?' પતિએ કહેવું પડે છે કે મારી મા એ
બનાવ્યું છે.
.....ચીફ કહે છે,'મારે એમને મળવું છે.Wher is she?' અને પુત્ર વૃદ્ધ મા ને
કચવાતા મને ઘરમાં તેડી આવે છે.ચીફ ,મા નો કરચલીવાળો હાથ પોતાના
હાથમાં લઈ ટેબલક્લોથના વખાણ કરી કહે છે,આવો ટેબલ ક્લોથ મને પણ
બનાવી આપશો?'વૃદ્ધ મા ખુશ થઈ જાય છે.ચીફ ને કહે છે,'તમે તો મારા પુત્રના
મોટા સાહેબ છો.આંખે ઝાંખપ છે છતાં તમારા માટે જરૂર બનાવી દઈશ.'
.....ચીફ બહાર નીકળે છે ને વૃદ્ધ મા તેમનો હાથ પોતાના હાથમાં લે છે.આંખ
માંથી અશ્રુના બે ટીપાં ચીફના હાથ ઉપર અભિષેક કરે છે અને મા ના મોઢાં
માંથી શબ્દો સરી પડે છે,'સાહેબ મારા દીકરાનું પ્રમોશન જરૂર કરી આપજો!'
------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.4-12-2013,બુધવાર.02:01 PM)
-------------------------------------------------------------------------------------------
----સંસ્કારનગર સહેલી ગ્રુપ દ્વારા બહેનો માટે કરાટે તાલીમ શિબિર ખુલ્લી મૂકાઈ---
ReplyDeleteઆશાપુરા વિનસ એકેડમી તથા સંસ્કારનગર સહેલી ગ્રુપ દ્વારા ફક્ત મહિલાઓ માટે
બેઝીક કરાટે તાલીમ શિબિર,રોટરી હોલ,સંસ્કારનગર,ભુજ ખાતે આજરોજ પ્રગતિ
મંડળના પ્રમુખ શ્રી રામદેવસિંહજી જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મૂકાઈ
હતી.
....આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં આ ગ્રુપના પ્રમુખ કુસુમબહેન માણેકે જણાવ્યું
હતું કે આ સમય એવો છે કે મહિલાઓ પોતાનો સ્વબચાવ કરવા માટે સજ્જ હોવી
જોઈએ.સહેલી ગ્રુપ વર્ષ દરમિયાન ઘણા પ્રોઝેક્ટો કરે છે પણ અમે કરાટે તાલીમને
અગ્રતા આપશું અને વધુ સંખ્યામાં મહિલાઓ આના માટે આગળ આવે એવા પ્રયત્નો
કરશું.હસ્મિતા ત્રિવેદીએ પણ આ અંગે માહિતી આપી હતી.
....કરાટે માસ્ટર (Black Belt) ચેતન કટારિયાએ આ તાલીમ અંગે પ્રારંભિક પ્રકાશ
પાડ્યો હતો અને કહ્યું હતું કે બહેનો સંકોચ છોડી આ શિબરમાં જોડાય.આ પ્રસંગે
સંસ્કારનગર પ્રગતિ મંડળના મંત્રી કૃષ્ણકાંત ભાટિયા,સહમંત્રી હરિભાઈ અંતાણી,
સંસ્કારનગર મહિલા મંડળના પ્રમુખ વિપુલાબહેન આસરા,મનોજભાઈ સોની
ઉપસ્તિથ રહ્યા હતા.
------------------------મૌન ------------------------------
ReplyDeleteહું મૌન, ન બોલું તો શું? હું નીરવતા જ મુજ હૃદય પર
ઉપાડીશ દિવસ-રાત...........પડ્યો રહીશ મન મારીને,
રહે છે જે રીતે સ્તબ્ધ નિશા અસ્તિત્વ પ્રસારીને.નવી
ધીરતાથી, નવી વીરતાથી,નવી સમતા અપલક મૃદુ
તરંગો ધારણ કરીને જીવતો રહીશ પેલે પાર............
આવશે ,નવી સવાર આવશે....વિખરાશે આ તમસ ,
આકાશ ફાટશે વરસસે ત્યારે તવ મધુર સ્વરધારા.
મારા મૌન વચાળે ગૂંજશે સ્વરમાં તવ ભાષા.મારું
અસ્તિત્વ ખૂલશે,મૌન બોલશે,નિરાકાર પણ ડોલશે !
--------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++++++++++++++++++
---------------------------------સ્પર્શ--------------------------------------------
ReplyDelete...ઊગતા અને આથમતા સૂર્યને જોવાનું મને બહુ ગમે છે.એ એક માત્ર
સાક્ષી છે ભૂતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળનો.એ હું નહોતો ત્યારે
પણ હતો,હું છું ત્યારે પણ છે,હું નહીં હોઉં ત્યારે પણ હશે.સમય એનું કંઈ
બગાડી શકે તેમ નથી.સમય શું છે? આ સમયેજ મને જન્મ આપ્યો,આ
સમયેજ મને આજે 63 વર્ષની અવસ્થામાં પ્રવેશ કરાવ્યો છે.માતાના
ઉદર થી લઈને આજ સુધીની યાત્રા આ સમયેજ કરવી છે અને મને
ચિતા સુધી આ સમય જ દોરી જશે.
...મારાં સ્વપ્નો,ઊંઘ અને જાગૃતિનું નિરીક્ષણ કરું છું ત્યારે આ વાત દીવા
જેવી ચોખ્ખી સમજાઈ જાય છે.આ સમયને કોઈ મુઠ્ઠીમાં ઝાલી શક્યું છે?
એ તો સદા લગામ વગરના ઘોડાની જેમ તબેલા બહાર ભાગી છૂટતો
હોય છે.વાંદરાની જેમ જંગલમાં એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા
મારતો રહે છે.
...આ પ્રકૃતિએ પ્રત્યેક માનવીને ચોવીસ કલાકનો સમય આપ્યો છે.પછી
ભલે રાજા હોય કે ભિખારી. સાચો સામ્યવાદ તો પ્રકૃતિએ સદીઓથી
સ્થાપેલો છે.કોઈકને ત્રેવીસ કલાક અને કોઈકને પચ્ચીસ કલાક એવો
નજીવો ભેદ પણ કયાંય રાખ્યો નથી.ત્યારે હું હંમેશાં સમયને પકડવાનો
નહિ પણ એને સમજવાનો પ્રયત્ન કરું છું.
-----------------------उम्रे दराज़ मांग के,लाये थे चार दिन---------------------
-----------------------दो आरज़ू में कट गए,दो इंतज़ार में----------------------
--------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.06-12-2013,શુક્રવાર,12:06 PM)
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
बाइक चलाना कार चलाना प्लेन चलाना सरल है प्यारे,
ReplyDeleteइस महँगाई में घर को चलाना दिख जाते है दिनमें तारे
---------------------गज़ल--------------------------
ReplyDeleteपरखना मत परखने से कोई अपना नहीं रहता,
किसी भी आयने में देर तक चेहरा नहीं रहता।
बड़े लोगों से मिलने मैं हमेशा फ़ासला रखना,
दरिया समंदर से मिला दरिया दरिया नहीं रहता।
इंसानियत भी दिनके उजाले में दिखाई देती है,
कोई इंसान तन्हाई में इंसान ही नहीं रहता।
मुहब्ब्त एक फ़तह है इस जालिम जमाने पे,
काश दो चहनेवालों पर किसीका पहरा नहीं रहता।
तेरा शहर तो जानेमन नए अंदाज़वाला लगता है,
मेरे शहर में तो 'फलक ' कोई अपना नहीं रहता।
----------------------------------------------------------
-कृष्णकान्त भाटिया 'फलक'
---------Happy Birthday Bhuj-----------
ReplyDeleteપાંચ નાકા ને છઠ્ઠી બારીવાળું આ નગર,
ભરી રહ્યું છે વિકાસ પંથે નવલી ડગર.
466 વર્ષનાં સુખ-દુઃખનાં વહાણાં વાયાં,
હડપ્પન સંસ્કૃતિનાં અવશેષો અહીં સમાયાં
રા ખેંગાર થી લઈ રા મદનસિંહજી સુધી,
સત્તાના તાંતણાં ભુજના શરીરે બંધાયાં.
ભુજીયો ને હમીરસર એની સફરના સાક્ષી,
આ બન્નેને સાચવનારા આજે છે ખોવાયાં.
ગંદકી થી ત્રસ્ત ભુજ કેમ થયું અસ્તવ્યસ્ત,
પ્રશ્નો એક પછી એક દરરોજ ઊઠે સવાયાં.
નગર સેવા સદનથી ભાડાના માંધાતાઓ,
સરોવરને સ્વચ્છ રાખવા પગલાં ન લેવાયાં?
જન્મદિનની વધાઈ આપીએ હોંશથી આજે,
ભૂલીએ નહિ કે ભુજને માત્ર વચનો જ દેવાંયાં.
-----------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
++++++++++++++++++++++++++++++
-----------------------------------સ્પર્શ -----------------------------------------
ReplyDelete...ભુજને હું અનહદ ચાહું છું.એનામાં મારા પ્રાણ વસે છે.બીજા શહેરો અને
ભુજ વચ્ચે ઘણી ભિન્નતા છે.આ ભિન્નતા બાહ્ય દેખાવથી લઈને આર્થિક,
કૌટુંબિક,બૌદ્ધિક,વગેરે ક્ષેત્રમાં વિસ્તરેલી છે.ચાહવાનો એક અર્થ છે જતન
કરવું.માતા પોતાના બાળકનું કેટલું જતન કરે છે.કેટલી બધી કાળજી રાખે
છે!ભર ઊંઘમાં હોય ત્યારે પણ પડખામાં સૂતેલું બાળક ક્યારેય એ પડખું
ફરતાં એના ભારથી કચડાઈ ગયું હોય એવું ઈતિહાસમાં આજ લગી કયારેય
નોધાયું નથી.
...આ ભુજ જયારે મને મળેને ત્યારે એના હોઠ બોલતા નથી પણ એની આંખ
બોલે છે.શબ્દ વિના પણ એ ઘણું બધું કહી દે છે.આજે મેં એને 'HAPPY BIRTH
DAY' કહ્યું ત્યારે એની આંખમાં મને ચમકાર જોવા ન મળ્યો. કૈંક વેદના જોવા
મળી.ખેર,આવા શુભ દિને મારે એની વાત નથી કરવી.આ ભુજે મને ઘણું બધું
આપ્યું છે.અને આજે તો મારે પોઝિટીવ થિન્કિંગ કરવું છે.જે નથી મળ્યું એનાં
કરતાં જે મળ્યું છે એની વાત કરવી છે.
...ભુજે મને આઈ આશાપુરા,ભુજીયો,હમીરસર,મોટોબંધ,સુરલ ભિઠઠ,ઉપલી પાળ,
નાગરચકલો.....ઘણું બધું વારસામાં આપ્યું છે.મને જયારે કંઇક વિચારવું હોય ત્યારે
હું સીધો પહોંચું છું હમીરસર પાસે.એનાં સાનિધ્યમાં મેં ઘણું સર્જન કર્યું છે.અને મારા
'સાંધ્ય દીપમાં' (વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા,દાદા-દાદી પાર્ક) કાવ્ય પાઠ કરતો
હોઉં ત્યારે પણ આ હમીરસર મારી આંખો સામે રહેતો હોય છે.
...હમીરસર ઓગને ત્યારે ભુજ ઓગને છે.વરસાદ પડે અને મોટા બંધમાં પાણી આવે
ત્યારનું દ્રશ્ય અદભુત હોય છે.ભુજવાસીઓનો માંહ્યલો ઓગનવા લાગે છે.કવિ 'ખ્વાબ '
લખેને 'જોયા મોટા બંધ 'મોટો બંધ 'ન જોયો કયાંએ !નાગ પણ મળે જો ભુજનો,છાતી
સંગ લપેટું........'અરે!ભુજ કયાં ખોવાઈ ગયો બાપ ,તને ઈતિહાસ પોકારે છે.જમાદાર
ફતેહ મામદના ઘોડાના ડાબલાનો અવાઝ સંભળાય છે ને?હાટકેશ્વરની મંગળા આરતી
નો રણકાર કાનમાં પડે છે ને?આજે ભલે ભ્રષ્ટાચારની મોસમ ખીલી હોય.પણ આની
સામેનો બુલંદ આવાઝ વહેતો થવામાં હવે વાર નથી.કદાચ એની સ્ટાઈલ ગાંધીજી
કે જયપ્રકાશની સ્ટાઈલ કરતાં જુદી હશે! HAPPY BIRTHDAY.......
---------------------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત' (લખ્યા તા.07-12-2013,શનિવાર ,02:12 PM)
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
-------------------------गीत-------------------------------
ReplyDeleteमनमोहन मोरो नाचत रे, लालो जशोदा को नाचत रे,
काली नाग के शिर पे ठाकुर ठुमकी ठुमकी के नाचत रे।
भोली सी सूरत सांवरी मूरत गाल पे खंजन आवत रे,
कामदेव लज्जित होई जावे ऐसी शोभा बढ़ावत रे।
हे गिरिधारी मुकुंद मुरारी बन में रास रचावत रे,
रास बिहारी मुख बंसी धारी गोपियन नाच नचावत रे।
कटि पे सोहे कटि मेखला पग में घुँघरू बाजत रे,
देखी अलौकिक तेरी लीला नागिन पाय पखारत रे।
काली बोला नाथ हो आपे सकल विश्व के चालक रे,
सुंदर चितवन 'फलक' के मनको बहुत लुभावत रे।
-----------------------------------------------------------
-कृष्णकान्त भाटिया 'फलक'
++++++++++++++++++++++++++++++++
दिल्ही के गलियारे सज रहे होंगे,
ReplyDeleteख्वाब भी करवट बदल रहे होंगे।
तू भी तैयार हो कर चल नरेंद्र,
लोग जयजयकार कर रहे होंगे।
----------------------------------સ્પર્શ------------------------------------------
ReplyDelete...ભારતનું રાજકારણ એક વિરાટ અરણ્ય છે.એમાં એટલી બધી ગલી
કૂંચીઓ છે કે સારો માણસ પ્રવેશવાની હિમ્મત ન કરે.અને છ દાયકામાં
આ ગલીઓમાં આપણા રાજનેતાઓએ જુદી જુદી પ્રજાતિઓના ઝેરીલાં
સર્પોનો બખૂબી ઉછેર કર્યો છે જેથી આમ આદમી અહીં પ્રવેશી શકે નહીં
અને એમની રાજગાદી વંશ વારસોના રાજ્યાભિષેકથી તપતી રહે.
...પણ પેલા મહાભારતના સૂત્રધારના શબ્દો 'मैं समय हुँ........'આજે જાણે
કહેતા હોય કે,ભાઈ સમય કોઈને છોડતો નથી.હા રાહ જરૂર જોવી પડે છે.
તપ જરૂર કરવો પડે છે.કોઈક એવું વ્યક્તિત્વ સમયાન્તરે આ રાજનીતિના
રંગમંચના તખ્તા પર ENTRANCE કરતું હોય છે અને એક નવી આશા
નવા ઉમંગ સાથે પ્રજા એને વધાવતી હોય છે.
...અરવિંદ કેજરીવાલ ,,,,હા ,અરવિંદ કેજરીવાલ જેમને બે એક વર્ષ પહેલાં
હું અને તમે કદાચ ઓળખતા પણ નહોતા.આ આમઆદમીના મસીહાનો
રાજનીતિની ક્ષિતિજ ઉપર આજે ઉદય થયો છે.એમણે જનતાને એક વિકલ્પ
આપ્યો છે.લોકશાહીમાં લોકોની શક્તિ જ સર્વોપરી હોય છે,માત્ર એને યોગ્ય
દિશા આપવાની જરૂર છે.માત્ર અસત્યને ભાંડવાથી સત્યનો વિજય નહિ થાય.
સત્યની પડખે ઊભું રહેવું પડશે.
...દિલ્હી વિધાનસભામાં ભલે આમઆદમી પાર્ટીને બહુમતી ન મળી હોય પરંતુ
એમના સામાન્ય જનતામાંથી આવતા ઉમેદવારોએ રાજકારણના માંધાતાઓને
ચુંટણીમાં ધૂળ ચાટતા કર્યા છે એ નાની સુની ઘટના નથી.એમણે જનતાને એક
સંદેશ આપ્યો છે કે,તમે ધારો તો ભારતની રાજનીતિને ગુંડાઓ અને માફિયાઓના
હાથમાંથી મુક્ત કરી શકો છો.એમાં કોઈ શક નથી કે હવે પછી આવનારી લોકસભા
ની ચુંટણીમાં બધાજ રાજકીય પક્ષો ખરડાયેલા ઉમેદવારને ટીકીટ આપતાં પહેલાં
સો વાર વિચાર કરશે.
...આમ આદમી પાર્ટીની હવે પછીની જવાબદારી ખૂબજ વધી જાય છે.આપણો
અનુભવ છે કે આસામના વિદ્યાર્થી પ્રફુલ્લકુમાર મોહન્નતોએ આવી જ આશા
જગાડી હતી પણ સત્તા મળતાની સાથેજ બધું વેરવિખેર થઈ ગયું કદાચ એ નામ
પણ કોઈને યાદ નથી.કેજરીવાલને સાવધાન રહેવું પડશે કે,એમના ચુંટાયેલા
ધારાસભ્યો રાજકારણના કળણમાં ખૂંપી ન જાય.સત્યની વાતો કરવી અને સત્યનું
આચરણ કરવું અલગ અલગ બાબત છે.શાસનની નિંદા કરવી અને શાસન કરવું
અલગ અલગ બાબત છે.આશા રાખીએ કે કેજરીવાલે પ્રગટાવેલી આ સત્યની જ્યોત
આ રીતેજ પ્રજવલિત રહે...... એ જો ઓલવાશે તો આમઆદમી પાર્ટી સમયની ગર્તા
માં સમાઈ જશે અને સૌથી વધુ નુકશાન આ દેશને થશે.સાવધાન....કેજરીવાલ........
સાવધાન આમ આદમી પાર્ટી....સાવધાન INDIA......
-----------------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.09-12-2013,રવિવાર,11:49 AM)
ફેસ બુક એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણે આપણા વિચારોની અભિવ્યક્તિ
ReplyDeleteકરી શકીએ છીએ.ઈન્ટરનેટ આપણને હાથવગું છે. આના દ્વારા આપણી વાત હજારો
માણસો સુધી પહોંચી જાય છે.પરંતુ આપણી અંદર રહેલો જાનવર આવી અભિવ્યક્તિને
વિકૃત કરી રહ્યો છે.હું જયારે કોઈ પણ રાજકીય કોમેન્ટ હોય ,શૃંગારિક કોમેટ હોય કે
સર્જનાત્મક કોમેટ હોય એને શબ્દો દ્વારા કે ચિત્રો દ્વારા ફેસ બુક ઉપર ગંદી થયેલી જોઉં
છું ત્યારે ગ્લાની થાય છે.મનમોહનસિંહ,સોનિયાજી કે નરેન્દ્રભાઈ મોદી ને બિલકુલ હલકી
કક્ષાના ચિત્રો દ્વારા આપણે પ્રસ્તુત કરીએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે તેઓ
આપણા દેશના વડા પ્રધાન,યુ પી એ ના અધ્યક્ષા,ગુજરાતના મુખ્ય મંત્રી છે.આવું
કરીને આપણે કેવી છાપ ઊભી કરવા માંગીએ છીએ ?
...આપણી અભિવ્યક્તિમાં તો એક વિચારકનો ચહેરો ચમકવો જોઈએ.આપણે આપણી
વાતને વિવેક પૂર્વક રજુ કરવી જોઈએ.પણ એમાં કોઈ અશ્લીલતા,કોઈને હલકી કક્ષા
એ ઉતારી પાળવાની વૃત્તિ ન હોવી જોઈએ.આપણે ગમે એટલા સાચા હોઈએ પરંતુ
મર્યાદા ઓળંગવાની સંમતિ કોઈ આપી શકે નહિ.નીતિ શાસ્ત્રમાં કહેવાયું છે,'यदयपि
शुद्धम लोक विरुधम्म ना चरणीयम् ना चरणीयम्......'આપણે માણસ છીયે -માણસ
તરીકે વર્તીએ એજ કલ્યાણકારી છે-આપણાં માટે અને સમાજ માટે.
--------------------લજ્જા-------------------------
ReplyDelete...ભદ્રતા ખંખેરીને અભદ્ર થઈ ગયેલો માણસ,
...કોઈ દામિની પર બળાત્કાર કરે છે ત્યારે.....
...માણસનો બદલાતો ચહેરો જોઈ,
...કંપી ઉઠે છે કાયનાત....
...શૈતાનિયતના ધણ વછૂટે છે અને કચડાય
...છે આ દેશની વહુ-દીકરી.નિરભ્ર આકાશ
...ઘવાઈને તૂટી પડે છે માનવતા પર......
...ડામરની નિર્જીવ સડકો પર વહે છે,
...કૂણી સવારનો લોહી લુહાણ તડકો.
...હવા ગંધાય છે માણસના હોવાપણાથી,
...ચોતરફ સંભળાય છે પીડિતાના ડૂસકાં.
...ઓળખ ભૂલાય છે માણસ માણસની,
...લોકોની આંખમાંથી ટપકે છે અસલામતી,
...આક્રોશ,ગળામાં ડૂમાતી કોરીકટ વેદના.
...અને શ્વાસમાં વજનદાર ઉદાસી લઈ,
...માણસાઈ ટીંગાઈ જાય છે અર્ધકાઠીએ.
...બળાત્કારની આતશબાજીમાં સળગે છે,
...દીકરી-મા-બહેન અને કોઈની પત્ની....
...બનવાનાં સ્વપ્નો.'હે રામ....'રાજઘાટમાંથી
...ઊઠે છે ધગધગતો નિ:શ્વાસ....!
...બાપુ ધ્રુસકે-ધ્રુસકે રડે છે.નેતાઓ ફરે છે બ્લેક
...કમાંડોના ઘેરામાં,બધા મૌન છે રાજનીતિના
...ડેરામાં.આશ્વવાસનોના ધોધ વછૂટે છે,
...નરાધમો ખુલ્લેઆમ લાજ લૂંટે છે.હોસ્પીટલના,
...બિછાને પડેલી મોત સામે ઝઝૂમતી પીડિતાના,
...મોઢામાંથી શબ્દો સરે છે....'LET ME LIVE,
...OH...! NO...NO..NO...NO...LET ME LEAVE...'
...મૃત્યુની સલામી જીલતાં વિલીન થાય છે દુહિતા.
...યમરાજ તેને સલામત સ્થળે ખસેડે છે ને..........
...લોહીના લાલ ડાઘ કાળા પડી જાય છે..............
...ને માણસ નામે જાનવર લજ્જા વિહોણો,
...નિર્વસ્ત્ર ફરે છે આ દેશની સડકો પર......!
-------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
(લખ્યા તા. 10-12-2013,મંગળવાર,10:49 AM)
-------------------------------------------------------------
नि:शब्द का मैं शब्द हुँ,स्तंभ निराधार का,
ReplyDeleteसार्वभौम सत्य हुँ, मैं शून्य के आकार का।
चलता रहुं अग्नि पथ पर वेदना सहूँ मैं
मातृभूमि भक्त हुँ, मैं वेद के प्रकाश का।
------------------------------------સ્પર્શ -----------------------------------------
ReplyDelete...અકબર અહેમદ પાકિસ્તાનના ફિલ્મ નિર્માતા છે.એમણે કુરાનનો સાર
ચાર શબ્દોમાં પ્રગટ કર્યો છે.(1) અદ્લ (2)અહેસાન (3) ઇલ્મ (4) સબ્ર
અદ્લ એટલે સમત્વ,અહેસાન એટલે ઉપકાર,ઇલ્મ એટલે જ્ઞાન, સબ્ર
એટલે ધીરજ (ધૃતિ) કુરાન અને ગીતા વચ્ચેનો આવો અનુબંધ મૂલ્યવાન
છે.સમત્વને ગીતા યોગ કહે છે.(समत्वं योग उच्यते ) ઉપકારને ભક્તનું
લક્ષણ ગણવામાં આવ્યું છે.જ્ઞાનનો મહિમા ગીતામાં થયો એટલો કયાં
એ નથી થયો.કૃષ્ણ કહે છે,'આ જગતમાં જ્ઞાનથી અધિક બીજું કશું નથી.'
છેલ્લી ઘડીએ અર્જુન પાણીમાં બેસી ગયો ત્યારે કૃષ્ણે જબરી ધીરજ
રાખીને જે ઉપદેશ આપ્યો તેથી આપણને અઢાર અધ્યાયની ગીતા મળી.
કૃષ્ણની જગ્યાએ કોઈ બીજો હોત તો રથ છોડીને ચાલવા માંડત.કૃષ્ણ
પરમ ધ્રુતિમાન હતા.
...મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સટાઈન એ કહ્યું છે ,'મારી વૈજ્ઞાનિક શોધ
અને મારી થીયરીની રચનામાં પ્રેરણા અને માર્ગદર્શનના મુખ્ય સ્ત્રોત તરીકે
મેં ગીતા ઉપરાંત,સંસ્કૃત સાહિત્ય સામે રાખ્યાં હતાં.ગીતામાં જે છે તે જગતમાં
છે,ગીતામાં જે નથી તે આ જગતમાં નથી.ગીતા એ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ
પ્રવેશ દ્વાર છે.કર્મયોગ માટે ગીતા જેવો બીજો કોઈ ગ્રન્થ નથી.ગીતા એ યોગેશ્વર
નું વિરાટ સ્વરૂપ છે.જીવનની એવી કોઈ સમસ્યા નથી જેનો ઉકેલ ગીતામાં ન
હોય.ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદયોગ છે-વૈરાગ્યયોગ નહિ.પ્રથમ
નજરે એવું લાગે કે કુરુક્ષેત્રના મેદાન પર અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે એ
એનો વૈરાગ્ય છે,પણ ગીતાકાર કહે ના એ અર્જુનનો વિષાદ છે.આમ વૈરાગ્ય
અને વિષાદ વચ્ચેનો તફાવત ગીતાકારે બરાબર ઉપસાવ્યો છે.ગીતાનો પ્રથમ
શ્ર્લોક જ કુરુક્ષેત્રની યાત્રા કરાવે છે.
...ગીતાકારે એક વાત બહુ સ્પષ્ટ કરી છે,કે જીવ માત્રે જીવનમાં આવતા પડકારોનો
સામનો જાતે કરવાનો છે.પોતાનું યુદ્ધ જાતેજ લડવાનું છે.કર્મયોગ એજ માનવીનો
સાચો યોગ છે.દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં છે.જીવન એક સંગ્રામ છે જયાં જીવે
લડવાનું છે.અનિષ્ઠોનો સામનો કરવાનો છે.ગીતા જીવનનો ગ્રન્થ છે.એ કોઈ એક
ધર્મનો ગ્રન્થ નથી.માનવ માત્રનો ગ્રન્થ છે.ગીતાકાર કૃષ્ણ જગદગુરુ છે.આજે ગીતા
જયંતીએ યોગેશ્વરના ચરણોમાં વંદન!
--------------------------------------------------------------------------------------------------
(તા.13-12-2013,શુક્રવાર )
----------------------------------સ્પર્શ----------------------------------------
ReplyDelete...મિત્રો,કોઈ પણ સર્જક પોતાનાં સર્જન દ્વારા આ જગતને અજવાળું
આપે છે.પાણી...એ નદીનું અજવાળું છે,ઠંડી ઠંડી લહેર એ હવાનું અ-
જવાળું છે,ઘૂઘવતાં મોજાં એ દરિયાનું અજવાળું છે.દરેક પાસે પોત-
પોતાનું અજવાળું હોય છે.ઈશ્વરે એક પણ કોડિયું તેલ વગરનું કે વાટ
વગરનું નથી સર્જ્યું,હા....!એને પ્રગટાવવાનું કામ આપણને સોંપ્યું છે.
દિલ અને દીવો બન્ને નાના છે પણ બંનેમાં અજવાળું પાથરવા પર્યાપ્ત
પ્રકાશપુંજ ધરબાયેલો હોય છે.
...પણ ઘણી વય્ક્તિઓ પોતે અજવાળું થઈ જતી હોય છે અને આખા
જગતને પોતાની આભા દ્વારા ચકાચૌંધ કરી દેતી હોય છે.મારે આજે
એવાજ એક વ્યક્તિત્વની વાત કરવી છે....જો કે એના માટે હું કેટલો
સક્ષમ છું એ મને ખબર નથી.હું એને કેટલો ન્યાય આપી શકીશ એ
પણ જાણતો નથી....એક પ્રયાસ કરું છું,ખિસકોલીએ રામસેતુ બાંધવા
માટે કર્યો હતો એવો પ્રયાસ.
...હિન્દી સિનેમાનો રાજુ......જોકર......આવારા.....શ્રી 420...છલિયા,
કોણ જાણે કેટલાં સ્વરૂપોનો સર્જક Great Showman.....રાજકપૂર.
હિન્દી સિનેમાની ધરતી પર ઊભી આ કલાકારે અસંભવ ને સંભવ
કરવાનાં સપનાં સેવ્યાં. રાજકપૂરને 'સર્જનાત્મક બેચેનીનું 'વરદાન
મળેલું હતું.વાસ્તવિક જીવનની નક્કરતા એક બાજુ હતી.જેમાં રાજુ
એ શ્વાસ લેતાં-લેતાં કૌટુંબિક જીવન તો જીવ્યું પરંતુ એની આ સફર
દરમિયાન જીવન સંવેદના,આજુબાજુ જીવાતા જીવન આયામો,
અત્યાચારો,આર્તનાદો પણ જીલ્યાં.જેનું પ્રતિબિંબ એમની ફિલ્મોમાં
પડે છે.
...ખુશી,આનંદ,ઉલ્લાસના હીંચકે પણ એ ઝૂલ્યા.એક બીબાઢાળ જીવ-
ન કરતાં એ અલગ રીતે જીવ્યા. મનોમય સૃષ્ટિમાં એમણે જે ભા-
વના, તરંગો અનુભવ્યા એને અભિવ્યક્ત કરવા માટે હિન્દી સિનેમાને
માધ્યમ બનાવ્યું.પોતાનું સત્ય શોધવા મુખવટો ઉતારી જીવ્યા ત્યાં
સુધી સર્જન કરતા રહ્યા.એ માટે એમણે ફિલ્મને ઉદ્વીપક બનાવી.સાચા
કલાકાર પાસે બે જ અંતિમો હોય છે.યા તો એ વેચાઈ જાય 'રૂપ' રંગીને,
Artistic Prostitution રૂપે.અથવા જાત ઘસી નાખે,'રૂપ' ને પવિત્ર કરે,
'રૂપજીવી' ના બનીને,Box of tricks ફગાવીને,Totl Act તરફ.એમણે
રૂપને પવિત્ર કર્યું.
..જો કે એમની પાસે બન્ને અંતિમો હતા 'મેરા નામ જોકર 'એવી ફિલ્મ હતી
જેમાં રાજકપૂરે પોતાની જાત નીચોવી નાખી હતી.પરિણામ નિષ્ફળતા.
'બોબી' રોમાંટીક' સર્જન...સફળતા.આ રાજકપૂર જ કરી શકે.ભારતીય
સિનેમાનાં એ શ્વાસ હતા.હું તો એટલે સુધી કહીશ કે એ હિન્દી સિનેમા થકી
નહિ પરંતુ હિન્દી સિનેમા એમના થકી છે.હિન્દી સિનેમાને વિશ્વ ફલક પર
ઉજાગર કરનાર એ હતા.ફિલ્મની એવી કોઈ ટેકનીક નહોતી જેનાથી રાજુ
અજાણ હોય.આજે એમના જન્મ દિને આ 'જોકર'ને યાદ કરીને કેટલાયે
રાજ પ્રેમીઓ ગર્વ અનુભવતા હશે !સલામ.....રાજકપૂર....સલામ રાજુ ...
સલામ R.K.,
--------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.14-12-2013,શનિવાર,01:04 PM)
--------------------------------------------------------------------------------------
राज साहब हिंदी सिनेमा के खासम खास थे,
ReplyDeleteस्वप्न द्रष्टा और यथार्थ के आसपास थे।
हिंदी सिनेमाको राजने नई दिशा दिखलाई,
गीत ,संगीत ,चित्रांकन के वो विश्वाश थे।
यथार्थ फिल्में बनाना तो कोई उनसे सीखे,
नई-नई कथाओं और प्रेरणा के आवास थे।
राज,राजु,जोकर,छलिया,कई रूप थे उनके,
भोली सूरत में भी वो श्री ४२० बदमाश थे।
राजकपूरने नई दिशा,नए आयाम दिए हमें ,
'फलक' वो कपूर खानदान के प्रकाश थे।
---------------------------------------------------
-कृष्णकांत भाटिया 'फलक'
---------------------------------------------------
१४-१२-२०१३ ,शनिवार ,१०-०१ PM)
----------------------------------------------------
------------------સફેદ રણ છું---------------------
ReplyDeleteહું રાતનો જાગરણ છું,હું કચ્છ નો સફેદ રણ છું,
પર્યટકોની લાગણીઓ અને જોશનું હું ધણ છું.
નિ:શબ્દ એકલતા ઉછરે છે પ્રેમથી મુજ અંકમાં,
પૂર્ણિમાની ઘેલી ચાંદની રાતનો હું ઉમંગ છું.
લાલિયા ને મોતિયાના પગરવ ધબકે મુજમાં,
દાદા મેકરણના 'જી નામ 'નો હું પોતે દબંગ છું.
ધોરડોનો હું તક્ષક-રક્ષક દુશ્મનોનો છું હું ભક્ષક,
રેતીના ભારને પીઠ પર ઉપાડનાર મલંગ છું.
અંધારી રાતનાં ઓરતાં સમેટી મોજથી જીવું હું,
સૌન્દર્યના અમી પીવડાવનાર હું અનંગ છું.
--------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------------------------
--------------------------------------સ્પર્શ---------------------------------------------
ReplyDelete...ત્રિમંદિર પાસે બેઠો છું.આજે કોઈ મિત્ર (Evening Walk) માં સાથે નથી.
એકલો છું.સૂર્ય ધીમે-ધીમે આથમી રહ્યો છે.હું સુર્યાસ્તનો ભરપૂર આનંદ
લઈ રહ્યો છું.ત્રિમંદિરના નીચેના હોલમાં પપેટ શો ચાલી રહ્યો છે.મારી
સામે કુદરત પપેટ શો કરી રહી છે.હોઠ પર ફિલ્મ આનંદના ગીતની પં-
ક્તિઓ સ્ફુરવા લાગે છે 'कहीं दूर जब दिन ढल जाए,साँझ की दुल्हन बद -
न चुराए,चुपके से आये.....'યોગેશે લખેલાં આ ગીતને સલિલ ચૌધરી એ
મધુર રીતે સ્વરબદ્ધ કર્યું છે.
...મારું ભાવ જગત ગીતોમાં રમવા લાગે છે.શબ્દ,અર્થ,ભાવાર્થ સૂરીલા
પ્રતીત થાય છે.હું મારા અંતરના એકાંતે ગીતને ઘૂંટું છું.મને ગીતને લાડ
લડાવવાનું ગમે છે.એમાં પરાનો તાર પણ મને બજતો દેખાય છે.ગીતોએ
મારા પર બહુ અનુગ્રહ કર્યો છે.એમણે જ મને સંવેદનશીલ બનાવ્યો છે.ગ-
ગનખોલતી બારી સુધી એમણેજ મને પહોંચાડયો છે.
...મારા પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન જ ગીતોને ગાવાનું હું શીખ્યો.
અને પછી તો આ ક્ર્મ ચાલતો રહ્યો.1966 ના વર્ષ દરમિયાન કોટડા-રોહાની
શેઠ નાગજી વિશ્રામ હાઈસ્કૂલમાં આઠમાં ધોરણમાં હું ભણતો હતો ત્યારે મારા
શિક્ષક રમેશભાઈ દવે મારી પાસે રામચરિત માનસની ચોપાઈઓ ગવડાવતા.
આમ ગીત સાથેનો મારો નાતો વધુ ને વધુ ગાઢ થતો ગયો.
...અને કોઈ ગીત પરથી મને ઓળખી કાઢે એ મારા માટે રોમાંચકારી હતું.વાત
જાણે એમ છે કે,1974-75 ના P.T.C.ના અભ્યાસકાળમાં હું એક ભજન ગાતો
'શત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ :' ......એ વખતે મારા શિક્ષિકા
જ્યોતિબેન સોરઠીયા ને આ ભજન બહુ ગમતું.એ પછી તો વર્ષો નાં વહાણાં વાઈ
ગયાં...એમની સાથે કોઈ સંપર્ક રહ્યો નહીં.નવરાત્રિ વખતે મારે એમને નિર્ણાયક
તરીકે બોલાવવા હતા તેથી મેં એમને ફોન કર્યો,એમણે પૂછ્યું કોણ? મેં કહ્યું બેન
હું કૃષ્ણકાંત ભાટિયા......એટલું કહું ત્યાં તો એ બોલી ઊઠ્યા.......'પેલા શત સૃષ્ટિ
તાંડવ રચિયતા વાળા........? 'કમાલ છે ને મારા આ ગીતે (ભજન) ત્રણ દાયકા
પછી પણ મારી જાતની ઓળખાણ તાજી રાખી છે.કદાચ એટલેજ ગીતોને હું અન -
હદ ચાહું છું ......ચાહતો રહીશ....!મારા ઇષ્ટ પાસે એટલીજ પ્રાર્થના કરું કે,'પ્રભુ મારા
અંતિમ સમયે પણ કોઈ મધુરું ગીત મારા હોઠો પર રમતું રહે એવું કરજે!'
----------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.16-12-2013,સોમવાર,11:13 AM)
----------------------------------------------------------------------------------------------
---------------------------------સ્પર્શ-------------------------------------------
ReplyDelete...આજની સવાર મારા માટે ખુશીની ભેટ લઈને આવી.કચ્છમિત્ર સાથે
હું વર્ષોથી જોડાયેલું છું.કયારેક મોડી રાત્રે નેટ પર પણ વાંચતો હોઉં છું.
આજે તો કમાલ થઈ પહેલું પાનું ઉથલાવ્યું અને મારા માવજીભાઈને
'કબીર અવોર્ડ' આપવામાં આવશે એ સમાચાર વાંચ્યા.ક્ષેત્ર કોઈ પણ
હોય પરંતુ જેને આપણે ઓળખતા હોઈએ એ માન-સન્માન મેળવે ત્યારે
જે અનુભૂતિ થતી હોય છે એનું શબ્દો દ્વારા વર્ણન ન થઈ શકે.કંઈક એવીજ
સ્થિતિ આજે મારી છે.
...માવજીભાઈને વાંચ્યા છે,વિચાર્યા છે ,સાંભળ્યા છે.માવજી એટલે એક
વ્યક્તિનો સમૂહ.એક માવજીમાં અનેક માવજી સંપી-સંપી ને જીવે છે.
વાર્તાકાર,નવલકથાકાર,નિબંધકાર,કવિ,કટારલેખક,વક્તા,શબ્દોને
ટચલી આંગળી પર ઉઠાવનાર 'શબ્દધારી.'જનપદ' સાથે જનસંપર્ક
ધરાવનાર અને ગ્રામ્ય જીવન -નગરજીવન બન્નેના છેડાની વચ્ચે વસનાર
સાહિત્યકાર.
...કચ્છના આ શબ્દસાધકે આપણને ધન્ય કર્યા છે.એમણે સમગ્ર કચ્છને
વિચારતું કર્યું છે.તેમની 'તિરાડ'આજે પણ દરવાજે ટકોરા મારતી રહે છે.
એમની લેખિની નોખી અને અનોખી.એ બધાને ગમતા સાહિત્યકાર છે.
દલિત સમસ્યાઓ અને તેનો ઉકેલ ચીંધતી તેમની નવલકથા 'મેઘાડંબર'
માં માવજીએ વંચિત સમુદાયની વેદના ને વાચા આપી છે.તેમનું કોઈ પણ
સર્જન હોય કચ્છનો પરિવેશ સુપેરે વ્યક્ત થતો હોય છે.વિષય અને અભિવ્યક્તિ
ની દ્રષ્ટિ એ માવજી આસન જમાવીને બેઠા છે.
...માવજીની પાસે અભિવ્યક્તિની સંવેદના છે.એમની ભાષા કુંઠિત નથી.એમની
કલમ શબ્દે-શબ્દે વેદનાનાં પગલાંને સાંભળે છે,અને જુએ છે.પોતે જે સમાજમાં
મોટા થયા એ સમાજની અસર એમનાં સર્જનમાં વર્તાયા વગર રહેતી નથી.કયાંક
મૌન ,કયાંક વિદ્રોહ પણ માવજીની કલમમાંથી ટપકતો રહે છે.અત્યાર સુધી તેમણે
પાંચ નવલકથા,પાંચ વાર્તા સંગ્રહો,બે નિબંધ સંગ્રહો અને અન્ય ચાર પુસ્તકો
મળીને ચૌદ પુસ્તકો આપ્યાં છે.
...તેમને ગુજરાત સાહિત્ય અકાદમી,સાહિત્ય પરિષદ,કલા ગુર્જરી જેવી સંસ્થાઓ
તરફથી પારિતોષિકો મળ્યા છે.વર્ષ 2013-2014 નો 'કબીર એવોર્ડ' માવજીને
મળ્યો છે ત્યારે મને તો એમ લાગે છે કે,આ એવોર્ડ એમની પાંદડે-પાંદડે પ્રગટેલી
સર્જન યાત્રા ને મળ્યો છે.'કબીર એવોર્ડ 'આજે ધન્ય થયો છે એમ કહું તો ખોટું નથી.
માવજી તો મહાસાગરમાંથી મોતી શોધી લાવે એવો મરજીવો છે.એની આ સર્જન
યાત્રા અવિરત માનયાત્રા બની રહે એવી શુભકામનાઓ સાથે 'ગો એ હેડ....'
માવજી....!
--------------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.20-12-2013,શુક્રવાર,12:19 PM)
--------------------------------------------------------------------------------------------------
-----------------------बापू ------------------------
ReplyDeleteजिनने अपने जीवनमें रामनाम जपना सीखा,
जिनको रामचरित गाने में ही सुख दीसा।
भक्ति-मार्ग पे चलकर सुख भोगा पर दुखः हरा,
जिनके पुण्य कार्य से,प्रभु नाम चहू ओर भरा।
जिस दरवाजे से कोई भी खाली हृदय गया नहीं,
मृदु मुस्कान है मुख पर चिंता देखी कभी नहीं।
जिसने अपनी वाणी से विश्व को संमोहित किया,
आँसू अपने खुद पीकर दुनिया को हास्य दिया।
इनके जीवन से कुछ सीखें यही बात दोहराता हुँ,
'फलक' मेरे प्रिय मोरारी को यह भेंट चढ़ाता हुँ।
--------------------------------------------------------
-कृष्णकान्त भाटिया 'फलक'
---------------------------------------------------------
---------------ગીત---------------
ReplyDeleteઅલી! આ ટાઢને કેમ કરી કાઢું,
આવી છે બેન ઈ વગર નોતરે,
સખી માથું એનું કેમ કરી વાઢું,
અલી! આ ટાઢને કેમ કરી કાઢું.
ટાઢો પવન અહીંથી ને તહીંથી,
હેમની વીંઝતો જો ને પાંખ્યું.
આભ નીચે બાઈ મારો ઓતારો,
અંગ કેમ કરી મારા મારા ઢાંકું,
અલી! આ ટાઢને કેમ કરી કાઢું.
એકલી આવે તો સરભરાયે કરું,
સાથે લાવી છે છૈયા ને છોરાં,
તાપ ને મુઆ ખાઈ જાય ફટાફટ,
કોઈ ન થાય અને ઓરાં.
જાઉં તડકામાં તો એ પણ ધ્રૂજે,
કરમ જ થયું મારું આજે વાંકું,
અલી! આ ટાઢને કેમ કરી કાઢું.
મેલી શાહુકાર મેલી મોટા બંગલા,
પણે ઊંઘે છે જે મોજથી હીટરમાં,
શુંય બળ્યું દીઠું એણે મુજમાં,
લઈ લીધું અહીંથી બધુંજ ગરમાટું,
અલી! આ ટાઢને કેમ કરી કાઢું?
----------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-----------------------------------------
---------------ગીત---------------
ReplyDeleteઅલી! આ ટાઢને કેમ કરી કાઢું,
આવી છે બેન ઈ વગર નોતરે,
સખી માથું એનું કેમ કરી વાઢું,
અલી! આ ટાઢને કેમ કરી કાઢું.
ટાઢો પવન અહીંથી ને તહીંથી,
હેમની વીંઝતો જો ને પાંખ્યું.
આભ નીચે બાઈ મારો ઓતારો,
અંગ કેમ કરી મારા મારા ઢાંકું,
અલી! આ ટાઢને કેમ કરી કાઢું.
એકલી આવે તો સરભરાયે કરું,
સાથે લાવી છે છૈયા ને છોરાં,
તાપ ને મુઆ ખાઈ જાય ફટાફટ,
કોઈ ન થાય અને ઓરાં.
જાઉં તડકામાં તો એ પણ ધ્રૂજે,
કરમ જ થયું મારું આજે વાંકું,
અલી! આ ટાઢને કેમ કરી કાઢું.
મેલી શાહુકાર મેલી મોટા બંગલા,
પણે ઊંઘે છે જે મોજથી હીટરમાં,
શુંય બળ્યું દીઠું એણે મુજમાં,
લઈ લીધું અહીંથી બધુંજ ગરમાટું,
અલી! આ ટાઢને કેમ કરી કાઢું?
----------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-----------------------------------------
------------------- ગીત--------------------------------
ReplyDeleteઠંડી ઠંડી તોબા તોબા,હાલ થયા બેહાલ,
-----પીન્કીના પપ્પા લઈ આવો હવે હીટર તત્કાલ.
ધ્રુજારી તો ખૂબ વળે છે,હેમ ખૂબ સતાવે,
-----રાતે ઓઢું રજાઈ તોયે અમને ઊંઘ ન આવે.
ઓફિસેથી રજા લઈ લો,ખિસ્સું ખંખેરો સાબ,
-----એઈ! ગમે તેમ લઇ આવો હવે હીટર તત્કાલ.
ઠંડી તો મુઈ નિત- નિત, નવાં-નવાં રૂપ બતાવે,
-----સાથે એનાં છૈયા-છોરાં બધાં ને ખૂબ સતાવે.
કોની રાહ જુઓ પતિદેવ તમે,ભરો હવે હરણફાળ,
-----સાસુના જાયા સ્વામી લઈ આવો હવે હીટર તત્કાલ.
ગુંદરપાક ,અડદિયા,કોઈ પણ ગરમાટો ન લાવે,
-----છીંકી -છીંકી મરી જઈએ, શરદી તો ખૂબ રડાવે.
સ્વામી,'કાન્ત',પરમેશ્વર,જાગો તમે હવે પાલનહાર,
-----નણદલના વીરા ભાગો, લઈ આવો હવે હીટર તત્કાલ !
----------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-----------------------------------------------------------------------
-------------------કવિત------------------------
ReplyDeleteમાસી પૂતનાં નેં સગો મામું કંસ મારે વિંધેં,
સૈકડા સંહારે વિધેં, કૃષ્ણ હોંશિયારી સેં !
સારથી ભનીનેં કૌરવેંજી કઢેં જડ,
ભાર પાંડવેં જો ખયેં હરી હિતકારી સે!
નરસિંહ કે કરેલે સડ કેદારો ડઈ ડિને,
ગોપીયેં કે રંગી વિધેં કહાન પિચકારીસે !
પિરસેલા છપ્પન ભોગ દુર્યોધનજા છડી કરે,
વિદુરજીજી ભાજીકે નાથ ખાધેં બલિહારી સે!
'કાન્ત' ચપ ઢીલો કરે ચપરાસ કેણ આયો અય,
ખરા નેણ ખોલે ન્યાલ કર તોજી સમજધારીસે !
-------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------------------------
----------------ગઝલ------------------
ReplyDeleteજાગરણની વેળા,તું કયો સિતારો છે,
મારા સપનાનો ,તું કયો ઈશારો છે !
જિંદગીની બાઝી,નસીબના છે ફેરા,
કાળની નદીનો ,તું કયો કિનારો છે.
ફૂલનો દઈ ભરોસો કાંટાએ છેતર્યો,
કયા રંગનો તું અજનબી ચિતારો છે.
ભેટ શું આપું કોઈ ચીજ દેખાતી નથી,
આંસુઓના મોતીઓનો પિટારો છે!
સદીઓથી બેઠો છું હું જાગરણ કરીને,
'કાન્ત' કવિતાનાજ અહીં વિચારો છે!
--------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------------
ફૂલોની આંખોમાં જીવન વરસે,
ReplyDeleteઅંતરમાં રંગોનો સાવન સરસે !
સૂરથી શબ્દ સુધીની આ યાત્રા,
મારા આતમમાં ગીતો જ છલકે !
----------------કવિત-------------------
ReplyDeleteઅરે! કિત ઐયે ?કેડી લિફ કરિયેં તો?
અક્કલ ઉધારે કરેને ડારિયા ડરિયેં તો !
ફુટરા ફુલ ડોલર-ગુલાબ જ છડેને ,
કખ ને કંઢા તું બાગ મેં ચુઢીયેં તો !
ગંગા તી વહે તોજે ઘરજી પછીત મેં,
તોએ તું વેંજણ પડવે જો કરિયેં તો !
સમજેં બુજેં ન, નિપટઈં ઢગો ઐયેં તું ,
લીલા ઘા છડે ઉકેડે તેં પેટ ભરિયેં તો !
નિંદાખોર નિંદા છડે માડુયેં મેં વસ જિરા,
સાણસો કુલે તેં રખે સપ તું જલિયેં તો !
----------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------------------------------
----------------------------------સ્પર્શ --------------------------------------------------
ReplyDelete..આશા નિરાશામાં પરિણમી,અપેક્ષાઓની ઉપેક્ષા થઈ.પોતાને 'આમ આદમી'
કહેનારા 'ખાસની' જમાતમાં બેસી ગયા.દિલ્હી હોય,ગુજરાત હોય કે ભારતનું
કોઈ પણ રાજ્ય હોય, આ દેશની આમ જનતા પીડિત છે.લોકોને ખાવાનું તો
ઠીક પીવા માટે પાણી હોય કે શ્વાસ લેવા માટે હવા હોય-શુદ્ધ મળતાં નથી.પ્રજાની
આવી સુખાકારી પૂરી કરવાની જવાબદારી સરકારની હોય છે.આપણો અનુભવ છે
કે આવાં પ્રજાલક્ષી કામો માટે સરકાર પાસે પૈસા હોતા નથી પણ 'સાદગીના 'નામે
પોતાની ચુંટણી લક્ષી પ્રસિધ્ધિ માટે કરોડો રૂપિયાનું આંધણ આપણાં આ નેતાઓ
કરતા હોય છે.કેજરીવાલની શપથ વિધિ હોય કે નરેન્દ્ર મોદીનું 'ધ્વજ વંદન ' હોય.
...અરવિંદના ખીલવાથી એવું લાગ્યું હતું કે,હવે સાચા અર્થમાં રાજનીતિના કાદવમાં
કમળ ખીલ્યું છે.પણ જોત જોતામાં 'આમ' કયારે 'ખાસ' બની ગયા એ સમજાયું નહિ !
ભાઈ કેજરીવાલ ! એમને એમ ગાંધી થવાતું નથી.ગાંધી થવા માટે તો ઝેર પીવું પડે
છે.સાદગીની વાત કરવી અને સાદગીથી રહેવું એ બન્નેમાં બહુ અંતર છે! 'ઈનોવા'માં
બેસીને તમે આ વાત નહિ સમજી શકો! એના માટે તો ગાંધીની જેમ 'હુગલીના કિનારા
પર બેસવું પડે બાપ! મોગલ બાદશાહ ઔરંગઝેબ રાજ્યનું કામ કરવા જે દીવો પેટા -
વતા એ દીવો જયારે પોતાનું કામ શરુ કરે ત્યારે હોલવી નાખતા.આટલી પ્રમાણિકતા
હતી આ શહેનશાહમાં!
----તમે ભલે સાહ્યબી ભોગવો,બંગલામાં રહો,લાલ લાઈટ વાળી ગાડીઓમાં ફરો,
અમને વાંધો નથી.કારણ અમે હવે ટેવાઈ ગયા છીએ.પણ ,લોકોના મનમાં,લોકોના
હૃદયમાં 'આમ' ભાવ જગાવી તમે 'ખાસ' રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું એ વાતનું
દુઃખ છે, વેદના છે.આટલા દિવસમાં તમારી સરકારે નાણાંનો જે વ્યય કર્યો છે તે
પ્રજાનાં ગજવામાંથી આવે છે એ તમે ભૂલી ગયા લાગો છો? 'बातें, सपनोंको हकी-
कत नहीं बना शकतीं,सपनोंको साकार करने के लिए अग्निपथ पर चलना पड़ता है।
गांधी की तरह वेदना की आग में जलना पड़ता है। ' ભાઈ અરવિંદ!' આમ'તોગાંધીની
પોતડી પહેરીને બની શકાય,લોકો સાથે રહીને બની શકાય, તમે તો 'મુખવટો પહેરીને
'आम आदमी' બનવા નીકળ્યા છો !પણ સમય કોઈને છોડતો નથી અને મૃગજળ
કોઈની તરસ છીપાવતું નથી આ વાત બરાબર સમજી લેવા જેવી છે! જોઈએ આ દેશની
નિયતિમાં શું લખ્યું છે?
-----------------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.05-01-2014,રવિવાર,06:04 PM)
---------------------------------------------------------------------------------------------------
આપણાં જીવનના તિમિરમાં પ્રકાશ કેમ આવશે !
ReplyDeleteભાઈને રક્ષા બાંધવા લાડકડી બહેન કેમ આવશે !
ભ્ર્રૂણ હત્યાનો સિલસિલો આ રીતે જો ચાલુ રહ્યો,
તો મારા ને તમારા ઘરમાં દુલ્હન કેમ આવશે !
जानेमन तुम हो मेरा साया,
ReplyDeleteजिसने मेरा साथ निभाया।
बढ़ता गया दर्दे-दिल हदसे,
तूने ही शराब का घूंट पिलाया !
----------------ગીત----------------------
ReplyDeleteનાચ મન મયુર દિવ્ય ઘટા છવાઈ છે,
આજે બંધુ સ્નેહની બહાર દેખાઈ છે !
ઝટપટ પ્રેમના ડગલાં ભરી લે ભાઈ,
દ્વેષ-દંભ- ની થઈ હમણાં જ સગાઈ છે !
મસ્ત જીવનમાં નવો હિલોળો આવ્યો,
નટવર ભજવી રહ્યા,રંગીલી ભવાઈ છે!
અજવાશ ઓજશનો પથરાયો ચોતરફ,
શબ્દ-નાદ-બ્રહ્મ ની ગતિ રૂડી સવાઈ છે !
એક ધ્યેય-એક માર્ગ બધાં ભાઈ-ભાઈ,
'કાન્ત' કૃપા થઈ પરમ જ્યોતિ પાઈ છે !
-----------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
==========================
--------------------કવિત------------------------
ReplyDeleteસારે ગિન ન્યારે ગિન,સવાર કે વધાય ગિન !
પંખીએં જે મિઠે સુરકે ધિલ મેં પધરાય ગિન !
મુંજો તોજો છડી કરે,વાણી જો વિલાસ છડ,
ઠાઠ -માઠ ઠાય કરે, ગુરુ વાણી તું ગાયે ગિન !
બાપુએં પુઠીયા સટું કઢિયે વિવેક વિસારે ને,
હાણે કિંક માડુ થી,તોજો ઓતારો સિરાય ગિન !
સંત ને અસંત વિચ ફેર અય ઘોડે -ગડોડે જો,
સુધ વિસરાય મિણી કે પિંઢ મેં ન મિલાય ગિન!
'કાન્ત'ચે નિપટઈં ખરી ગાલ,ભુલેમેં નાંય માલ,
ફુલ તોજે ભગીચે મેં હાણે પ્રેમ જ ખિલાય ગિન !
---------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
++++++++++++++++++++++++++++++++
-----------------गीत-------------------
ReplyDeleteलो उतार दी नैया देखें कौन डुबाते हैं,
सागर की छाती हम चीरते जाते हैं !
तट पर साथी दिखते,हाथों को मलते,
हम तूफानों से हाथ मिलाने जाते हैं !
जो साथ रहे वो सच्चे साथी कहलाते,
जो दूर खड़े देखें वो दर्शक हो जाते हैं !
ये जल की गहराई ये तूफानी आंधी,
नैया डगमग करती हम बढ़ते जाते हैं !
अब मेल हुआ देखो,ये खेल हुआ देखो,
पाएं मंज़िल यह सोच बल लगाते हैं !
-------------------------------------------
-कृष्णकांत भाटिया 'फलक'
--------------------------------------------
आदमी को कभी पहचाना नहीं जाता,
ReplyDeleteउसके दिल में क्या है जाना नहीं जाता !
रब ने उसे बना दिया,समज नहीं पाया,
बंदर का वंशज, युँ ही माना नहीं जाता !
-------------------ગીત -------------------------
ReplyDeleteખીલી છે આજ પુનમ,ખીલી ચાંદની રાત,
તારાં ચરણોમાં મળશે જીવનની કોઈ વાત!
જોઈ શકીશ તારું નયન મનોહર અપૂર્વ રૂપ,
હૃદય રહેશે ઉન્મુખ ઉત્સુક મળશે તારો સાથ!
હું મુજ ચરણો પર ચાલી આવીશ તુજ દ્વારે,
સઘળાં સંકટોને નાથ કરી દઈશ હુંજ મ્હાત!
મારો હાથ પકડીને તું લે મુજને ગળે લગાવી,
પ્રાણોનાં ખાલીપણાનો એ જ ક્ષણે થશે ઘાત!
દીધું ફેંકી કપટ રૂપને કરી પોતાની ઓળખાણ,
'કાન્ત' મુજ સાથે હવે ઝટપટ ફેરાં ફરી લે સાત !
--------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------------------------
-------------------ગીત -------------------------
ReplyDeleteખીલી છે આજ પુનમ,ખીલી ચાંદની રાત,
તારાં ચરણોમાં મળશે જીવનની કોઈ વાત!
જોઈ શકીશ તારું નયન મનોહર અપૂર્વ રૂપ,
હૃદય રહેશે ઉન્મુખ ઉત્સુક મળશે તારો સાથ!
હું મુજ ચરણો પર ચાલી આવીશ તુજ દ્વારે,
સઘળાં સંકટોને નાથ કરી દઈશ હુંજ મ્હાત!
મારો હાથ પકડીને તું લે મુજને ગળે લગાવી,
પ્રાણોનાં ખાલીપણાનો એ જ ક્ષણે થશે ઘાત!
દીધું ફેંકી કપટ રૂપને કરી પોતાની ઓળખાણ,
'કાન્ત' મુજ સાથે હવે ઝટપટ ફેરાં ફરી લે સાત !
--------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------------------------
--------------------ગઝલ ----------------------
ReplyDelete-----------(દિવસો જુદાઈના જાય છે) -------
સદીઓની તરસ હતી ને બાળપણની વય,
શૈષવ અને શમણા વચ્ચે નહોતો કોઈ ભય!
ઘરડો વડલો સાદ કરે ને પાદરમાં જઈ પૂગું
આમ્રકુંજે કોયલ કૂકે હું તો ટહુકે ટહુકે ખૂલું!
આથમતો સુરજ લાગે મને અંધકારનો જય,
શૈષવ અને શમણા વચ્ચે નહોતો કોઈ ભય!
ખેતરમાં તડકો વરસે ઘર આંગણમાં ચોમાસું,
આંખ ઝરે તો એવું લાગે ક્યાંથી આવે આંસુ !
સમજણ વિના અંગે અંગે વ્યાપી વળે સમય,
શૈષવ અને શમણા વચ્ચે નહોતો કોઈ ભય!
દાદાજીની હું ચરકડી દાદીને મન લીલું પાન,
પાંચીકા સહેજ હાથથી ઊછળે ભૂલું શાનભાન!
સાદો દાખલો ન આવળે કયાંથી ઊકલે પ્રમય,
શૈષવ અને શમણા વચ્ચે નહોતો કોઈ ભય!
------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------------------------------
--------------------ગઝલ ----------------------
ReplyDelete-----------(દિવસો જુદાઈના જાય છે) -------
સદીઓની તરસ હતી ને બાળપણની વય,
શૈષવ અને શમણા વચ્ચે નહોતો કોઈ ભય!
ઘરડો વડલો સાદ કરે ને પાદરમાં જઈ પૂગું
આમ્રકુંજે કોયલ કૂકે હું તો ટહુકે ટહુકે ખૂલું!
આથમતો સુરજ લાગે મને અંધકારનો જય,
શૈષવ અને શમણા વચ્ચે નહોતો કોઈ ભય!
ખેતરમાં તડકો વરસે ઘર આંગણમાં ચોમાસું,
આંખ ઝરે તો એવું લાગે ક્યાંથી આવે આંસુ !
સમજણ વિના અંગે અંગે વ્યાપી વળે સમય,
શૈષવ અને શમણા વચ્ચે નહોતો કોઈ ભય!
દાદાજીની હું ચરકડી દાદીને મન લીલું પાન,
પાંચીકા સહેજ હાથથી ઊછળે ભૂલું શાનભાન!
સાદો દાખલો ન આવળે કયાંથી ઊકલે પ્રમય,
શૈષવ અને શમણા વચ્ચે નહોતો કોઈ ભય!
------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------------------------------
------------ગીત-------------
ReplyDeleteતમે મીઠી છો મારી લાડકડી,
તને પ્રેમ કરું મારી લાડકડી!
દાદાના વહાલા તમે લાડકડી,
દાદીના સહારા તમે લાડકડી!
તમે પીઠી છો મારી લાડકડી,
તમે તુલસીનો કયારો લાડકડી!
ઘર સમાયું તમારામાં લાડકડી,
તપ વવાયું તમારામાં લાડકડી!
સ્વર્ગનો છો સુખ તમે લાડકડી,
તને કેમ વળાવું મારી લાડકડી!
===================
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
+++++++++++++++++++
પ્રેમ પ્રેમ રમીએ સખી,
ReplyDeleteચાલ પ્રેમ પ્રેમ રમીએ !
હું ને તું ગમીએ સખી,
ચાલ પ્રેમ પ્રેમ રમીએ !
પ્રેમ ,પીયુ ને પાનેતર,
છે અમીરસ જીવનના!
એકમેકમાં ભળીએ સખી,
ચાલ પ્રેમ પ્રેમ રમીએ!
-'કાન્ત'
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete