ગઝલ
તમારી યાદ સાથે, જીવું છું હું અહીં,
ઝરે છે આંખ મારી ને, રડું છું હું અહીં .
સનમ બેવફા કહેવા નથી તમને,
બેખુદીના જુલમ સામે,લડું છું હું અહીં .
હતે જો બહાર તો ભૂંસી નાખત,
લખેલું દિલ મહીં , ઘૂંટું છું હું અહીં .
હતા કેટલાક મારી સાથે ચાલનારા,
ખુદની જાત સાથે , ભળું છું હું અહીં .
ખંજર પીઠ પર મારે છે આ દુનિયા ,
સનમ સામી છાતીએ,મરું છું હું અહીં.
ભલે ને ઝૂંટવી લે સઘળા સિતારા,
ગાઢ અંધકાર સાથે, રહું છું હું અહીં.
કહી દેજો વફાને કે, તમાશો ના કરે,
કલમ છે 'કાન્ત 'ની ને વહું છું હું અહીં.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
તમારી યાદ સાથે, જીવું છું હું અહીં,
ઝરે છે આંખ મારી ને, રડું છું હું અહીં .
સનમ બેવફા કહેવા નથી તમને,
બેખુદીના જુલમ સામે,લડું છું હું અહીં .
હતે જો બહાર તો ભૂંસી નાખત,
લખેલું દિલ મહીં , ઘૂંટું છું હું અહીં .
હતા કેટલાક મારી સાથે ચાલનારા,
ખુદની જાત સાથે , ભળું છું હું અહીં .
ખંજર પીઠ પર મારે છે આ દુનિયા ,
સનમ સામી છાતીએ,મરું છું હું અહીં.
ભલે ને ઝૂંટવી લે સઘળા સિતારા,
ગાઢ અંધકાર સાથે, રહું છું હું અહીં.
કહી દેજો વફાને કે, તમાશો ના કરે,
કલમ છે 'કાન્ત 'ની ને વહું છું હું અહીં.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment