Monday, 25 December 2017

નૂર છો  !

જયુભાઈ , તમે  તો   નૂર    છો ,
માણસાઈના , તમે   પૂર     છો  !

પ્રેમ  ઝરે  તમારી આંખોમાંથી,
લાગણીઓથી ,  ભરપૂર     છો  !

તમારા આંગણે ઊછળે દરિયો,
'હું  પદથી ,'  જોજનો   દૂર  છો !

સુગંધ  પસરાવો  , પુષ્પ  સમ,
આનંદઘાટ  પર,   મશહૂર  છો !

તમારા મસ્તીએ  કર્યો  ઘાયલ,,
'કાન્ત 'ની  ગઝલના ,  શૂર છો !
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





No comments:

Post a Comment