ગઝલ
કહો કયાં ધસે છે, આ અગન ?
કેટલાયને ગ્રસે છે ,આ અગન !
ધોમ ધખે ને ધરતી તરડાય,
ભર બપોરે હસે છે, આ અગન !
આકુળ-વ્યાકુળ થાય સજીવો,
અસ્તિત્વને ડસે છે, આ અગન !
સન્નાટો ચોતરફ છવાય ધરા પર,
ને , ડરામણું ભસે છે,આ અગન !
ભલે ઊગ્યા ભાણ ,કે 'અર્ધ્ય આપે,
આજે, એમાંજ વસે છે,આ અગન !
સૂર્ય; તું તો અમારો જીવનદાતા,
તારામાં કાં શ્વસે છે,આ અગન ?
પ્રસ્વેદથી લથપથ, સૃષ્ટિ હાંફે,
સઘળે તાપ છે ,રસે છે આ ગગન !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
કહો કયાં ધસે છે, આ અગન ?
કેટલાયને ગ્રસે છે ,આ અગન !
ધોમ ધખે ને ધરતી તરડાય,
ભર બપોરે હસે છે, આ અગન !
આકુળ-વ્યાકુળ થાય સજીવો,
અસ્તિત્વને ડસે છે, આ અગન !
સન્નાટો ચોતરફ છવાય ધરા પર,
ને , ડરામણું ભસે છે,આ અગન !
ભલે ઊગ્યા ભાણ ,કે 'અર્ધ્ય આપે,
આજે, એમાંજ વસે છે,આ અગન !
સૂર્ય; તું તો અમારો જીવનદાતા,
તારામાં કાં શ્વસે છે,આ અગન ?
પ્રસ્વેદથી લથપથ, સૃષ્ટિ હાંફે,
સઘળે તાપ છે ,રસે છે આ ગગન !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment