...............આવો !...............
આવો મેઘ વર્ષા વરસાવો,
હવે અમને ના તરસાવો !
મૂશળધાર રૂપ ધરી સ્નેહથી,
આ વસુંધરા પર તમે છાઓ !
આવો શિખર ચૂમી ભૂધરના ,
જળથી વન-વન ને ભરી દો.
કરી ઊંડી ગર્જના સ્વર થી,
અંબર - ધરતી પર છવાઓ !
વ્યાકુળ છે જંગલ-ઉપવન,
કુટિર -ઘર-બંગલા - સદન !
છલક -છલક આવે જો પાણી,
ઝરણાં-સરિતા ને છલકાવો !
આવો હે ! હિય ભરવાવાળા,
તરશ અમારી હરવાવાળા !
નયન સુશીતલ કરવાવાળા,
હૃદય -સમુદ્ર 'કાન્ત' સમાઓ !
---------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
No comments:
Post a Comment