--------------------------- સ્પર્શ -------------------------------
...જેઠ મહિનાની પૂર્ણિમા પૂરબહારમાં ખીલી છે.ચન્દ્ર વાદળાં
સાથે ગુફતેગો કરી લે છે.પવનની લહેરખી મારા બેડરૂમના
પડદાને ઝુલાવે છે.કોણ જાણે કેમ આજે ઊંઘ નથી આવતી.
હું ડીવીડી પ્લેયર પર મન્નાડેએ ગાયેલાં ગીતોની ડીવીડી
મૂકી દઈ મારી આંખોને મીંચી દઉં છું.અને મારા કાનમાં શબ્દો
સંભળાય છે'સંગીત મન કો પંખ લગાયે,ગીતોં સે રિમઝિમ રસ
બરસાયે.......સૂર ના સજે કયા ગાઉં મેં...'
...મન્નાડેએ ગાયેલું આ ગીત મારી રગે રગમાં સૂરીલી ફૂંક મારે
છે.સંગીત મને ગમે છે.સંગીતની વાત કરું તોયે રોમાંચ અનુભવું
છું.સંગીત એ મારી લાગણીની લિપી છે!સંગીત મારા માટે શાશ્વત
છે.
...'સા 'થી 'નિ' સુધીના મન્દ્ર,મધ્ય અને તાર સપ્તકની મજા
હું માણી શકું છું !સંગીત મારા જીવનનું પ્રયોજન છે.મારું સાર-
સર્વસ્વ છે.મારું વસ્ત્ર નથી મારી ત્વચા છે.ભૈરવી મારો પ્રિય રાગ
છે.સંગીતથી હું મારા ઘડપણને હરાવી શકું છું.સંગીતમાં એક જાદુ
છે,કરિશ્મા છે,ચમત્કાર છે.એટલેજ કવિ કહે છે,'પ્યાર નહિ હૈ સૂર
સે જિસકો,વો મૂરખ ઇન્સાન નહિ હૈ.....'
...સંગીત મારી વેદના અને સંવેદનાનો તરજુમો નહિ પણ ઉત્તમ
અનુવાદ કરે છે.સંગીત મારી પ્રાર્થના છે,ઈબાદત છે.એની સાથે
બેસું છું ત્યારે મારા બધાં જ દુઃખ-દર્દ ભૂલાઈ જાય છે.સંગીતના
સાથમાં ઉદાસ સાંજ પણ રંગીન બની જાય છે.
...આજે જયારે 'વિશ્વ સંગીત દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે હું પણ
એમાં ખોવાઈ જવા માગું છું,સ્વરના સાગરમાં ડૂબી જવા માગું
છું.' સંગીતને કહેવા માગું છું ,'તૂ પ્યાર કરે યા ઠુકરા દે,હમ તો
હૈ તેરે દીવાનોં મેં.ચાહે તૂ હમેં અપના ન બના,લેકિન ન સમજ
બેગાનોંમેં ......'
----------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-----------------------------------------------------------------------------------------------

No comments:
Post a Comment