ઠંડી !
ટાઢોડું લૈ આવી છે ઠંડી ,
સાથે છોરાં લાવી છે ઠંડી.
પ્રવાસી છે એ તો ધરતીની ,
તડકાને તો ખાવી છે ઠંડી .
હા, એનું રૂપ જ છે ને ટાઢું ,
આ કલમે મેં તાવી છે ઠંડી.
થઈને કાતિલ એ ચીરે છે,
શબનમને તો ગાવી છે ઠંડી .
જોઉં છું , છે એ મસ્ત પોતામાં,
શીતળતાનું ભાવી છે ઠંડી .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ટાઢોડું લૈ આવી છે ઠંડી ,
સાથે છોરાં લાવી છે ઠંડી.
પ્રવાસી છે એ તો ધરતીની ,
તડકાને તો ખાવી છે ઠંડી .
હા, એનું રૂપ જ છે ને ટાઢું ,
આ કલમે મેં તાવી છે ઠંડી.
થઈને કાતિલ એ ચીરે છે,
શબનમને તો ગાવી છે ઠંડી .
જોઉં છું , છે એ મસ્ત પોતામાં,
શીતળતાનું ભાવી છે ઠંડી .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment