ગીત
સખી, મારા દલડામાં કંઈક કંઈક થાય ,
કે વાયા વાસંતી વાયરા !
સખી, મારી આંખોમાં સ્વપ્નો લહેરાય ,
કે વાયા વાસંતી વાયરા !
મારી ઝાંઝરીયું રણકે, ને કોયલ કૂકે
જોબનિયું મારું પિયુને સંદેશો મૂકે.
સમણાંના શણગાર સજી ,બેસું બારીએ,
મારી તરફ જોવાનું આજ કોઈ ન ચૂકે !
સખી , મારા કમખાની કસ તૂટી જાય,
કે વાયા વાસંતી વાયરા !
સખી, મોજું તુટયાનું અહીં ફીણ લહેરાય ,
કે વાયા વાસંતી વાયરા !
કેસુડો ખીલ્યો છે વગડામાં લાલચટક,
રંગ એનો બોલાવે મુજને, કહે અહીં અટક.
હળવે રે હળવે હું જયાં પગલાં ઉપાડું ,
કરે ઓલી વનરાઈ ,મારી સામે મટક.
સખી , મારા રોમેરોમ પ્રિયતમ સમાય ,
કે વાયા વાસંતી વાયરા !
સખી, મારી છાતી ફાટું -ફાટું થાય ,
કે વાયા વાસંતી વાયરા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
સખી, મારા દલડામાં કંઈક કંઈક થાય ,
કે વાયા વાસંતી વાયરા !
સખી, મારી આંખોમાં સ્વપ્નો લહેરાય ,
કે વાયા વાસંતી વાયરા !
મારી ઝાંઝરીયું રણકે, ને કોયલ કૂકે
જોબનિયું મારું પિયુને સંદેશો મૂકે.
સમણાંના શણગાર સજી ,બેસું બારીએ,
મારી તરફ જોવાનું આજ કોઈ ન ચૂકે !
સખી , મારા કમખાની કસ તૂટી જાય,
કે વાયા વાસંતી વાયરા !
સખી, મોજું તુટયાનું અહીં ફીણ લહેરાય ,
કે વાયા વાસંતી વાયરા !
કેસુડો ખીલ્યો છે વગડામાં લાલચટક,
રંગ એનો બોલાવે મુજને, કહે અહીં અટક.
હળવે રે હળવે હું જયાં પગલાં ઉપાડું ,
કરે ઓલી વનરાઈ ,મારી સામે મટક.
સખી , મારા રોમેરોમ પ્રિયતમ સમાય ,
કે વાયા વાસંતી વાયરા !
સખી, મારી છાતી ફાટું -ફાટું થાય ,
કે વાયા વાસંતી વાયરા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment