ગઝલ
કહો તો એક સવાલ પૂછીએ,
તમારા હાલહવાલ પૂછીએ
અમે બેખબર ,નવા તમાશાથી,
શી થઈ છે બબાલ ? પૂછીએ.
આજે તો સુરા અટકી ગળામાં,
મયકદાની ધમાલ પૂછીએ.
હોઠોને ખબર છે આંસુઓની ,
મળે- મિલનની કમાલ પૂછીએ.
દદરવાજા બંધ છે, શું કરીએ ?
આંગણાને જ અહેવાલ પૂછીએ.
ચકચૂર છે સમય, ઘાયલ ક્ષણો,
ભેદ જાણે -કઈ દીવાલ ?પૂછીએ.
ઉદાસીને કહી દો એ જતી રહે,
ગઝલને ઈશ્કનો ખ્યાલ પૂછીએ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
કહો તો એક સવાલ પૂછીએ,
તમારા હાલહવાલ પૂછીએ
અમે બેખબર ,નવા તમાશાથી,
શી થઈ છે બબાલ ? પૂછીએ.
આજે તો સુરા અટકી ગળામાં,
મયકદાની ધમાલ પૂછીએ.
હોઠોને ખબર છે આંસુઓની ,
મળે- મિલનની કમાલ પૂછીએ.
દદરવાજા બંધ છે, શું કરીએ ?
આંગણાને જ અહેવાલ પૂછીએ.
ચકચૂર છે સમય, ઘાયલ ક્ષણો,
ભેદ જાણે -કઈ દીવાલ ?પૂછીએ.
ઉદાસીને કહી દો એ જતી રહે,
ગઝલને ઈશ્કનો ખ્યાલ પૂછીએ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment