જવું ગમે !
ભીડમાંથી એકાંતમાં જવું ગમે,
વેદમાંથી વેદાંતમાં જવું ગમે.
મ્હેંકમાં મ્હેક ભળી જાય એમ,
ઓગળીને નિરાંતમાં જવું ગમે.
વચન છે શ્રુતિનું હરિનામ મોટું,
બધું છોડી જી નામમાં જવું ગમે.
દ્વારિકામાં છો ને માધવ ઝૂરે,
રાધાના કલ્પાંતમાં જવું ગમે.
વૈરાગ્ય પ્રગટે કદાચ પ્રેમમાં,
સાવધાન થૈ, વિશ્રામમાં જવું ગમે.
કૃષ્ણ છું ,બધાનો હિસાબ રાખું,
મનેયે તીર ખૂંપે,ધામમાં જવું ગમે.
જાગૃત થઈ ગયો , શાને ભાગું ?
શબ્દ સાથે લૈ ,'કાંત 'માં જવું ગમે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભીડમાંથી એકાંતમાં જવું ગમે,
વેદમાંથી વેદાંતમાં જવું ગમે.
મ્હેંકમાં મ્હેક ભળી જાય એમ,
ઓગળીને નિરાંતમાં જવું ગમે.
વચન છે શ્રુતિનું હરિનામ મોટું,
બધું છોડી જી નામમાં જવું ગમે.
દ્વારિકામાં છો ને માધવ ઝૂરે,
રાધાના કલ્પાંતમાં જવું ગમે.
વૈરાગ્ય પ્રગટે કદાચ પ્રેમમાં,
સાવધાન થૈ, વિશ્રામમાં જવું ગમે.
કૃષ્ણ છું ,બધાનો હિસાબ રાખું,
મનેયે તીર ખૂંપે,ધામમાં જવું ગમે.
જાગૃત થઈ ગયો , શાને ભાગું ?
શબ્દ સાથે લૈ ,'કાંત 'માં જવું ગમે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment