કોણ છે ?
આંગણામાં આવનારો કોણ છે ?
જિંદગીને ચાહનારો કોણ છે ?
આંગળીને વાઢવી છે ,કલમથી ,
ચાંદલા ને ભૂંસનારો કોણ છે ?
ડાયરીમાં આજકાલે શું લખું ?
ઉંબરેથી વાળનારો કોણ છે ?
આપણે તો સાવધાની રાખવી,
કોરનાને લાવનારો કોણ છે ?
આંખમાંના આંસુઓને શું કહું ?
વેદનાને આપનારો કોણ છે ?
જાત અટકી ,સાંભળીને વારતા ,
જાતરામાં ચાલનારો કોણ છે ?
'કાંત 'ના તો ઓરતાંયેં ચાર છે,
હાર ખાઈ, જીતનારો કોણ છે ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment