Thursday, 9 July 2020

ગીત !

તારી   આંખોમાં  દરિયો,  ને  દરિયામાં  ઘૂઘવતા પૂર,
તારી  નજરું  વીંધે મને  આરપાર,થૈ જાઉં  હું ગાંડોતૂર.

અષાઢી   સાંજે  મેઘો  ગાજે,  ને હૈયામાં હરખ ન માય,
વીજળી ચમકે  લીસોટો  થૈને ,મન મારુ મલ્હાર  ગાયે.

તારી આંખોમાં  ભરિયો ,  ને   ભરિયામાં   હું   ચકચૂર.
તારી  નજરું  વીંધે  મને આરપાર,થૈ જાઉં હું ગાંડોતૂર.

ઝરતી રે ઝરતી  ભીની  માટીની  આછી આછી સુગંધ,
ફાટું  ફાટું   થઈને ,તૂટી  ગયા  મારા આયખાના  બંધ.

તારી  આંખોમાં  તરિયો  , ને  તરિયામાં    હું  ભરપૂર,
તારી  નજરું  વીંધે  મને આરપાર,થૈ જાઉં હું ગાંડોતૂર.

ધરતીના    ધબકતા  શ્વાસ  મારા  શ્વાસમાં  , સમાણાં , 
દશે  દિશાઓ  નાચતી ને ઝૂમતી- ગાયે   છે    ગાણાં.

તારી આંખોમાં  ફરિયો ,ને ફરિયામાં   જન્નતની    હૂર,
તારી નજરું વીંધે  મને આરપાર,થૈ જાઉં   હું ગાંડોતૂર.
                                   0***

-કૃષ્ણકાંત 'ભાટિયા કાન્ત '

No comments:

Post a Comment