ગઝલ
તું જયારે ચાંદનીમાં ન્હાય છે,
મદન પણ ખુદથી શરમાય છે !
ખંજન ડોકાય તારા ગાલ પર,
હોઠ પર લાગણી પડઘાય છે !
એક ટહુકો વિસ્તરે છે ડાળ પર,
પાનખર પણ જરીક રોકાય છે !
કોઈ અલૌકિક પળની સંગાથે,
સમય પણ પૂરેપૂરો લંબાય છે !
ઓગળે છે તમસ પ્રકાશમાં,
સ્વપ્ન સોનેરી ત્યાં સર્જાય છે !
નેણનાં ગોખે કીકી દીપ ટમકે,
હોઠ પર જ્યાં ગઝલ છેડાય છે !
શરદની આ ગુલાબી રાત પણ ,
ઢોલિયે -સ્પર્શમાં વરતાય છે !
***
-'કાન્ત'
તું જયારે ચાંદનીમાં ન્હાય છે,
મદન પણ ખુદથી શરમાય છે !
ખંજન ડોકાય તારા ગાલ પર,
હોઠ પર લાગણી પડઘાય છે !
એક ટહુકો વિસ્તરે છે ડાળ પર,
પાનખર પણ જરીક રોકાય છે !
કોઈ અલૌકિક પળની સંગાથે,
સમય પણ પૂરેપૂરો લંબાય છે !
ઓગળે છે તમસ પ્રકાશમાં,
સ્વપ્ન સોનેરી ત્યાં સર્જાય છે !
નેણનાં ગોખે કીકી દીપ ટમકે,
હોઠ પર જ્યાં ગઝલ છેડાય છે !
શરદની આ ગુલાબી રાત પણ ,
ઢોલિયે -સ્પર્શમાં વરતાય છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment