ગીત
ભેગું થયું છે આજે આખું ગામ !
પાડવું છે એનું અત્તરીયું નામ !
પાદરે હનુમાનજીની નાની દેરી,
એની સામે પડઘાતી રોજ શેરી.
ઠાકરમંદિરમાં ત્રીક્મજીના ધામ !
0ભેગું...
પનઘટ પર ચૂંદડીઓ ચોવટ કરે,
જાતે લહેરાઈને તાંબાની હેલ ભરે.
મારગની કેડી પર પગના વિશ્રામ !
0ભેગું...
પૂનમની રાતનો જ્યાં ચાંદો ખીલે ,
રમવાના ઓરતાં ઝૂલણીએ ઝૂલે.
કામદેવ ઘાયલ;યૌવનના દમામ !
0ભેગું...
સંધ્યાના સંગાથે ઝાલરીયું વાગે,
કામ, ક્રોધ, મોહ, મત્સર દૂર ભાગે.
નાદમાં છૂટી જાય જો; ભેદ તમામ !
0ભેગું...
વારી વારી જાઉં;હું બલિહારી જાઉં,
રોટલો- છાસ-ડુંગળીની પાડ ખાઉં.
ભરેલું તળાવ છે 'કાન્ત'નું હમામ !
0ભેગું...
***
-'કાન્ત'
ભેગું થયું છે આજે આખું ગામ !
પાડવું છે એનું અત્તરીયું નામ !
પાદરે હનુમાનજીની નાની દેરી,
એની સામે પડઘાતી રોજ શેરી.
ઠાકરમંદિરમાં ત્રીક્મજીના ધામ !
0ભેગું...
પનઘટ પર ચૂંદડીઓ ચોવટ કરે,
જાતે લહેરાઈને તાંબાની હેલ ભરે.
મારગની કેડી પર પગના વિશ્રામ !
0ભેગું...
પૂનમની રાતનો જ્યાં ચાંદો ખીલે ,
રમવાના ઓરતાં ઝૂલણીએ ઝૂલે.
કામદેવ ઘાયલ;યૌવનના દમામ !
0ભેગું...
સંધ્યાના સંગાથે ઝાલરીયું વાગે,
કામ, ક્રોધ, મોહ, મત્સર દૂર ભાગે.
નાદમાં છૂટી જાય જો; ભેદ તમામ !
0ભેગું...
વારી વારી જાઉં;હું બલિહારી જાઉં,
રોટલો- છાસ-ડુંગળીની પાડ ખાઉં.
ભરેલું તળાવ છે 'કાન્ત'નું હમામ !
0ભેગું...
***
-'કાન્ત'
No comments:
Post a Comment