ગઝલ
વિકટ પંથના ચાહક હતા સરદાર,
સ્વતંત્રતાના વાહક હતા સરદાર.
નમ્ર, ઋજુ, સંવેદનશીલ અને રમુજી,
કૃષ્ણ વચનના પાલક હતા સરદાર.
અખંડ ભારતના એ ભાગ્ય વિધાતા,
મુસીબતોના મારક હતા સરદાર .
ગાંધી વચનમાં હતી અખૂટ શ્રદ્ધા,
જવાહરના સહાયક હતા સરદાર.
દુશ્મનોના એ પ્રાણઘાતક - વિનાશક ,
'કાન્ત' લોખંડી શાસક હતા સરદાર.
***
-'કાન્ત'
વિકટ પંથના ચાહક હતા સરદાર,
સ્વતંત્રતાના વાહક હતા સરદાર.
નમ્ર, ઋજુ, સંવેદનશીલ અને રમુજી,
કૃષ્ણ વચનના પાલક હતા સરદાર.
અખંડ ભારતના એ ભાગ્ય વિધાતા,
મુસીબતોના મારક હતા સરદાર .
ગાંધી વચનમાં હતી અખૂટ શ્રદ્ધા,
જવાહરના સહાયક હતા સરદાર.
દુશ્મનોના એ પ્રાણઘાતક - વિનાશક ,
'કાન્ત' લોખંડી શાસક હતા સરદાર.
***
-'કાન્ત'
No comments:
Post a Comment