ગઝલ
દેશને બધા લૂંટવા મંડી પડ્યા છે,
એક બીજાનું ઝૂંટવા મંડી પડ્યા છે.
ગાંધી હોય તોપણ એ શું કરી શકે ?
અહીં આભ તૂટવા મંડી પડ્યા છે .
ભગતસિંહનું નામ વટાવે પ્રેમથી,
દોકડામાં એ ફૂટવા મંડી પડ્યા છે.
સફેદ વસ્ત્ર-કોલસાનો કાળો કારોબાર,
લોકશાહીને કૂટવા મંડી પડ્યા છે.
ભારતમાતાની આંખો અશ્રુ ભરેલી,
કાચી કળીને ચૂંટવા મંડી પડ્યા છે.
***
-'કાન્ત'
દેશને બધા લૂંટવા મંડી પડ્યા છે,
એક બીજાનું ઝૂંટવા મંડી પડ્યા છે.
ગાંધી હોય તોપણ એ શું કરી શકે ?
અહીં આભ તૂટવા મંડી પડ્યા છે .
ભગતસિંહનું નામ વટાવે પ્રેમથી,
દોકડામાં એ ફૂટવા મંડી પડ્યા છે.
સફેદ વસ્ત્ર-કોલસાનો કાળો કારોબાર,
લોકશાહીને કૂટવા મંડી પડ્યા છે.
ભારતમાતાની આંખો અશ્રુ ભરેલી,
કાચી કળીને ચૂંટવા મંડી પડ્યા છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment