ગઝલ
કીડીને કણ ,ને હાથીને મણ હશે,
રેતી ચોતરફ, નક્કી એ રણ હશે !
પેટ દીધું છે જો પરવરદિગારે ,
કંઈક તો અહીં એનું ભરણ હશે !
છમ્મલીલું ઘાસ ઊગ્યું છે ભીતરે,
મન મહીં ઝમઝમનું ઝરણ હશે !
ઝંપલાવી દે બેધડક ભવસાગરમાં,
અથાગ જળ છે, તો તરણ હશે !
છોડ કાશી ને છોડ તું હવે કાબાને,
એક છેડે જન્મ ,બીજે મરણ હશે !
રામ દોડે છે બેબાકળા પંચવટીમાં ,
એમની આગળ સોનાનું હરણ હશે !
એકાએક ડૂબવા લાગ્યો તરવૈયો,
છુપાયેલું 'કાન્ત' કોઈ કળણ હશે !
***
-'કાન્ત'
કીડીને કણ ,ને હાથીને મણ હશે,
રેતી ચોતરફ, નક્કી એ રણ હશે !
પેટ દીધું છે જો પરવરદિગારે ,
કંઈક તો અહીં એનું ભરણ હશે !
છમ્મલીલું ઘાસ ઊગ્યું છે ભીતરે,
મન મહીં ઝમઝમનું ઝરણ હશે !
ઝંપલાવી દે બેધડક ભવસાગરમાં,
અથાગ જળ છે, તો તરણ હશે !
છોડ કાશી ને છોડ તું હવે કાબાને,
એક છેડે જન્મ ,બીજે મરણ હશે !
રામ દોડે છે બેબાકળા પંચવટીમાં ,
એમની આગળ સોનાનું હરણ હશે !
એકાએક ડૂબવા લાગ્યો તરવૈયો,
છુપાયેલું 'કાન્ત' કોઈ કળણ હશે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment