Wednesday, 30 September 2015

ગઝલ 

શબ્દનો  નવો  અવતાર  છું ,
સર્વત્ર  છું ;  ને   શ્રીકાર   છું  !

ગુરુમંત્રની   ગોદડી    ઓઢું ,
વેદમંત્રનો ;   ઉચ્ચાર     છું  !

હું  મને  ;ખૂબ -ખૂબ ઘૂંટું  છું  ,
એક;ના;શૂન્યનો સરદાર છું  !


મનની મુરઘી સેવે રોજ ઈંડું ,
ઇચ્છાઓનો ; તલબગાર છું  !

હવે હું કશાકની  શોધમાં  છું ,
સૂર્યકિરણ  પર   સવાર   છું !

જિંદગીની આ રમતમાં  હવે,
હારી  જવા  પણ  તૈયાર  છું  !

વિચારોની આરપાર  નીકળું ,
બંધ    દરવાજાનો હું  દ્વાર છું !
                   ***
-'કાન્ત'











No comments:

Post a Comment