Thursday, 10 September 2015

ગીત !

આવ,  ભીની  લાગણીને   SET કરીએ,
ને  પછી   આપણે   બેઉ CHAT કરીએ !

face book  કયાં  બતાવે  સાચો ચહેરો,
કેટલાં  OPTION  તણો  ત્યાં છે  પહેરો !
લાવ , આજે   કોઈને   UPSET   કરીએ !

અર્થો બધાં PAGE પર શું સ્પષ્ટ થાતાં ?
શ્વાસના   સ્પંદનો  એમાં,  કયાં  સમાતાં  ?
ભાવ  આજે   પ્રેમનો  UPDATE કરીએ !

G MAILને VOIC MAILવશમાં કર્યા,
લખતી વખતે આંખેથી આંસુઓ શું સર્યાં ?
ચાલ,  શબ્દોને   ફરીથી   EDIT  કરીએ !

GOOGL ના સંબંધો  હવે અહીં બંધાતાં ,
LIKE ની  સંખ્યા  વડે એ  અહીં મપાતાં ! 
     આવ, આજે   એમને   DELETE કરીએ !      
                                          -'કાન્ત'


No comments:

Post a Comment