Wednesday, 23 September 2015

ગઝલ 

સૂરજ  થઈ  પ્રકાશો ;  તો   હું  ગઝલ  બનાવું  ,
પ્રીતમ  થઈ  ચકાશો; તો  હું   ગઝલ  બનાવું !

શબ્દોના  બોધમાં હું; પાગલ  બની  ગયો  છું ,
ઘૂંટો    મને   જરાશો  ;તો   હું   ગઝલ બનાવું !

તમારી  હથેળીઓમાં ;મહેંદી  આજે કયાં   છે?
મોસમના રંગે રંગાશો ;તો  હું ગઝલ  બનાવું !

જાહેર  છે   તમારી ;ને   મારી   કથા  યુગોથી,
આપી  શકો  દિલાસો ; તો  હું  ગઝલ  બનાવું !

તમારી નજર નીચે  છે; મારી  આ જિંદગાની ,
લૈલા  બની  ને  ગાશો; તો હું  ગઝલ  બનાવું !

એક નો     છે   આંક     બારાખડીમાં   એકલો,
શૂન્ય  કરે   ખુલાસો   તો  હું   ગઝલ  બનાવું !

'કાન્ત'  મારી  સેજને ;  પુષ્પો  વડે   સજાવી,
કરશો  જો  રાતવાસો, તો હું   ગઝલ  બનાવું  !

                              ***
-'કાન્ત'








No comments:

Post a Comment