Monday, 7 September 2015

ગઝલ 

જળ  નહીં ,  મૃગજળ   હશે  તો  ચાલશે,
ભીતરે  કોઈ, ભળભળ  હશે તો ચાલશે !


હરદમ  ગુલાબી  સાંજ ,વહેંચતો  રહ્યો,
દિલમાં  કો ,   સળવળ હશે તો ચાલશે !


રાતનો  પગરવ  સંભળાય   છે મેડીએ,
ક્ષણિક   પણ,ઝળહળ  'હશે તો  ચાલશે !


બારણે  સાંકળ ,આંગણે  બંધ  ઝાંપલી,
એ  બેઉની, ખળભળ  હશે  તો  ચાલશે !


નથી કયારેય  માગ્યું, કિસ્મત ચમકતું,
શબ્દની  ,ચળવળ  હશે   તો   ચાલશે !
                         ***
-'કાન્ત'

No comments:

Post a Comment