Thursday, 3 September 2015

શિક્ષક 

      વરસાદના આવવાથી વાતાવરણમાં એક નવી તાજગી વરતાવા લાગી છે.
વર્ષા ખરેખર ખૂબ વ્હાલી લાગે છે.ઝરમર ઝરમર અમી છાંટણાં પડી રહ્યાં છે.ચા-
રે બાજુ જોઉં છું તો પ્રકૃતિ વરસાદમાં ભીંજાઈ રહી છે.બાળકો શિક્ષક પાસે અદબ 
વાળીને ઊભાં રહે ;એમ શાંત ઊભેલાં વૃક્ષો કહ્યાગરાં લાગે છે.
      'શિક્ષક....'આ એક શબ્દ મગજમાં ચેતનાની ચિનગારી પ્રકટાવી દે છે.આ પળે 
મને ચાણક્યનો હુંકાર યાદ  આવી જાય છે.' मैं शिक्षक हुँ शिक्षक.......' ફાધર વાલેસ 
ના શબ્દો સ્મૃતિપટ પર ટકોરા મારવા લાગે છે.'શિક્ષક તો શ્રદ્ધા અને આનંદની મૂર્તિ 
છે......'આ હુંકાર કે આ શબ્દો અમથાં નથી.શિક્ષકને આવો હુંકાર કરવાનો અધિકાર 
છે.કારણ કે વિશ્વ નાનું પડે એવું શિક્ષકનું મન છે.જેમ માણસ હવા વગર ન જીવી 
શકે તેમ શિક્ષણ;શિક્ષક વિના ન જીવી શકે.સરસ્વતી પ્રકાશના દેવી છે અને આ 
દેવીનો ઉપાસક છે શિક્ષક.વિદ્યાર્થી મહા ઊર્જા છે,તેને યોગ્ય દિશા આપે છે શિક્ષક.
તે વિદ્યાર્થીઓમાં ચેતના જાગૃત કરી શકે છે.'તું પણ ઇતિહાસ સર્જી શકે છે....તું પણ 
મહાન બની શકે છે.......'એવું બાળકોના મનમાં પ્રસ્થાપિત કરી શકે છે શિક્ષક.
      રજનીશ કહેતા,'આરસીનો એક ગુણ છે;સચ્ચાઈનો.એ એવુંજ કહે ,જે જેવું હોય.
કહેવામાંય ભેળસેળનું નામ નહીં નિખાલસતાનું બીજું નામ આરસી.બીજો ગુણ છે 
સત્કારવાનો.એની પાસે અગાઉથી 'appointment'લીધા વિના જાવ તો પણ તમને 
'disappoint'ન થવું પડે.તમે આરસી પાસે જાવ એટલે તરત ખાત્રી થાય કે,એની 
પાસે બીજું કોઈ ન હતું.આરસી સૌને આવકારે છે.નાનું બાળક હોય કે મોટો અધિકારી 
હોય,કાકા કરસન હોય કે કાલેલકર હોય,અમૃત કાકી હોય કે ઐશ્વર્યારાય હોય...........
જે એની સમક્ષ જાય તે સત્કારાય.આ આરસીનું સજીવ વ્યક્તિના રૂપમાં દર્શન શિ -
ક્ષકમાં થાય છે.શિક્ષક કદી કોઈને 'disappoint' ન કરે.
       ઝરણું અને નદી વહેતાં રહે છે.વહેતાં રહે છે એટલે વિશુદ્ધ રહે છે.વિશુદ્ધ રહે છે 
એટલે વહેંચતા રહે છે.શિક્ષક પણ સદાયે વહેતો રહે છે,જાગતો રહે છે,વરસતો રહે છે,
આપતો રહે છે.શિક્ષકના જીવનમાં શ્રધ્ધા અને આનંદ હોય છે.જેનામાં આનંદ ન હોય 
એ વ્યક્તિ શિક્ષક થવાને લાયક નથી.'મૂડ' ન હોય તે દિવસે બાળકો સમક્ષ જવા કરતાં 
CL લઈ લે તે સાચો શિક્ષક.
        વિદ્યાર્થીઓને કોણ ભણાવે છે?પાઠ્યપુસ્તકો ભણાવે છે?સંપત્તી અને સાધનો 
ભણાવે છે?એમાંનું કોઈ ભણાવતું નથી.શિક્ષકનો પ્રેમ,ભાવ જ ભણાવે છે.બાળકોનું 
શિક્ષણ તેજસ્વી અને જીવન લક્ષી બને એ શિક્ષકનો આદર્શ છે.શિક્ષક પોતે શ્રમ,શ્રદ્ધા 
અને ભાવનાની પ્રતિમા છે.શિક્ષકના હૈયામાંથી નિપજતી શિક્ષણ પ્રેમની ઉકલત 
વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને નીતિના જીવન ભાથાઓનું સિંચન કરે છે.શિક્ષક થવું 
એ જિંદગીની દુર્લભ ઘટના છે..........તો સફળ શિક્ષક થવું એથીયે દુર્લભ છે.મને 
ગૌરવ છે કે ,'હું શિક્ષક છું શિક્ષક....

-'કાન્ત'        


  



  

No comments:

Post a Comment