ગઝલ
ખુલ્લો તને પડકાર છે, આવી શકે તો આવ તું,
શબ્દો તણો આ માર છે, આવી શકે તો આવ તું !
જ્ઞાની અને પંડિતની વાતો અહીં વાગોળમાં ,
ઢાઈ અક્ષર પ્રેમના વાંચી શકે તો આવ તું !
પાતાળ પણ નાનું પડે, જો માપવા બેસો તમે,
એ પેટના ઊંડાણ ને ,માપી શકે તો આવ તું !
હુંડી લઈ શબ્દોની ,ઊભી રહી છું દ્વાર પર,
સ્વીકારવા ઓ શામળા, આવી શકે તો આવ તું !
આ ઘૂંટ કડવો જિંદગીનો, પી જવામાં સાર છે,
અણમોલ છે આ આયખું, આવી શકે તો આવ તું !
***
-સરસ્વતીબેન સોલંકી
(કાવ્ય સંગ્રહ 'કાવ્ય નિર્ઝરી માંથી )
No comments:
Post a Comment