Sunday, 20 September 2015

ગઝલ 

કોઈ   સ્વજન;  છોડી   જાય  છે  દુનિયા,
આંસુના  આક્રંદમાં ;પડઘાય છે દુનિયા !


કયાંક   કોઈક ઘોડે ચડે;કયાંક કાંધ  પર,
કયાં   કોઈને   સમજાય  છે   આ દુનિયા !


વસ્તુની   ગેરંટી  છે;   માણસની   નથી,
હરિના શાસનમાં ;વળ ખાય છે દુનિયા !


દોરંગી  થઈને કાયમ  છેતરી  જાય  એ,
જન્મ મૃત્યુની વચ્ચે ;વરતાય છે દુનિયા !



શું  છે  આ  જનમ ;અને શું છે આ મરણ ?
ઘરથી  કબર  વચ્ચે; જીવાય છે દુનિયા !
                          ***
-'કાન્ત'

No comments:

Post a Comment