Wednesday, 16 September 2015

ગઝલ 

રોજ  બોલાવીને  બારણાં  બંધ  કરી  દે ,
કહે  ;  તારા    આંગણામાં   કેમ    આવું ?


તું  જ પૂછે; તું  જ  લૂંછે ;ફંફોસે  તું હૃદય,
કહે  ;આપણાં  સંભારણાંમાં  કેમ   આવું ?


મારા  સવાલોના જવાબ  છે તારી  કને ?
કહે  ; પ્રેમની  ધારણામાં    કેમ    આવું?


એક ઘા ને ત્રણ કટકા કરી શકું ;કવિ  છું ,
કહે  ;  તારા  ઓવારણામાં  કેમ  આવું ?


ગઝલ  કહું ;   બહેરા  થયેલા   કાનમાં,
કહે  ;કોઈના  માગણાંમાં   કેમ    આવું ?

                         ***
-'કાન્ત'









No comments:

Post a Comment