Friday, 4 September 2015

કનૈયા !

ચાલ, માખણને  મિશ્રી  ખાવા  આવી જા  કનૈયા !
જશોદામાના લાલા યમુના તટના બંસી  બજૈયા !

પારણું    ઝૂલાવશું ને તને  રૂડા મોતીડે  વધાવશું ,
નંદ ઘેર આનંદ ભયો ની  જયજયકાર  બોલાવશું !

ચાલ,તારી લીલા છોડી,દિલમાં સમાઈ જા કનૈયા !
મટકી  ફોડ ઉત્સવમાં મોજથી  છવાઈ  જા  કનૈયા !

મધ ચટાવશું ને  મેશનું  કાળું ટીલું પણ  લગાડશું , 
હોંશે હોંશે ગાતાં ગાતાં મીઠા હાલરડાં  સંભળાવશું !

ચાલ,આરતીના સૂર-નાદમાં   ગવાઈ જા   કનૈયા ! 
ભક્તોની  ભીડમાં   લાલ  બની સમાઈ  જા કનૈયા !

નાચશું  મસ્ત થઈ  નોબત ને  ઢોલ અમે વગાડશું , 
કૃષ્ણ  તને  બાળ  ભાવે  ભજી  ને અમે તો રમાડશું !


ચાલ, નેહ   નીતરતી  આંખોમાં  અંજાઈ જા કનૈયા!
'કાન્ત'ના આ મધુર   ગીતમાં  છલકાઈ જા કનૈયા !
                                 ***
-'કાન્ત'






No comments:

Post a Comment