Monday, 12 February 2018

શિવજી !

કંઠમાં  વિષના  ધારક  છે , શિવજી !
કામદેવના   મારક     છે ,  શિવજી !

કૈલાશ  પર  બિરાજે , ભોલે  બાબા,
ભભૂતિના   ચાહક    છે ,    શિવજી !

શિરે ચંદ્રમા ,જટામાં  ગંગા ઊછળે ,
અભિમાનના  સંહારક  છે, શિવજી !

બમ બમ  ભોલે  નાદ   અતિ પ્રિય ,
તાંડવ   નૃત્યના, કારક  છે શિવજી !

ચડાવું  શબ્દપુષ્પ , દેવના ચરણે,
''કાન્ત' યાત્રાના ચાલક છે શિવજી !
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment