ગીત
આ જીવનનો શો હેતુ છે ?
કુંડળીમાં બેઠો કેતુ છે !
ફાગણમાં કેસૂડા મ્હોરે,
શાને તું રંગવાનું ભૂલે ?
છોડી દે તું ભાર અહમનો ,
પ્રેમપંથનો આ સેતુ છે !
આ પવન તને પંપાળે છે,
મીંચેલી આંખે ભાળે છે !
હા-ના કરવાનું તું છોડી દે,
બોર શબરીનું એઠું છે !
જીવન અમૃત ઝરણાં જેવાં ,
રૂપ ધરે એ કેવાં કેવાં !
ઉઠાવ લંઘર નૌકાનો તું,
તને કૌવત કો દેતું છે !
નીલ ગગનમાં ઊડી લે તું,
ક્ષીરસાગરમાં બૂડી લે તું !
રિમઝિમ જો સાવન વરસે ,
વાદળમાં કોઈ બેઠું છે !
નાનકડા તરણાની હલચલ,
'કાન્ત 'ગુંજન છે પલપલ !
છલકાતા તારા આ હૈયામાં,
કો ગીત મધુરું પેઠું છે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આ જીવનનો શો હેતુ છે ?
કુંડળીમાં બેઠો કેતુ છે !
ફાગણમાં કેસૂડા મ્હોરે,
શાને તું રંગવાનું ભૂલે ?
છોડી દે તું ભાર અહમનો ,
પ્રેમપંથનો આ સેતુ છે !
આ પવન તને પંપાળે છે,
મીંચેલી આંખે ભાળે છે !
હા-ના કરવાનું તું છોડી દે,
બોર શબરીનું એઠું છે !
જીવન અમૃત ઝરણાં જેવાં ,
રૂપ ધરે એ કેવાં કેવાં !
ઉઠાવ લંઘર નૌકાનો તું,
તને કૌવત કો દેતું છે !
નીલ ગગનમાં ઊડી લે તું,
ક્ષીરસાગરમાં બૂડી લે તું !
રિમઝિમ જો સાવન વરસે ,
વાદળમાં કોઈ બેઠું છે !
નાનકડા તરણાની હલચલ,
'કાન્ત 'ગુંજન છે પલપલ !
છલકાતા તારા આ હૈયામાં,
કો ગીત મધુરું પેઠું છે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment