ગીત
વાસંતી મોસમમાં કેસૂડો ખીલ્યો ને ,
વગડામાં ઊગ્યા છે બોલ !
મોલ મોલાતો તજી પ્રીતમજી આવ્યા,
હૈયામાં ઉભરાયા કોલ !
oવાસંતી
વચમાં ઊભો ,ઓલો રંગ રંગ કાચિંડો ,
ધસમસતા શ્વાસને પૂરી,
નજરુંને લઈ જાય ,ઓચિંતી દૂર દૂર,
રહી જાય તોયે એક દૂરી !
ઊંચે આકાશમાં દોડે છે વાદળાં ને ,
કૂવે ધૂબાકા મારે છે ડોલ !
oવાસંતી
ફાટફાટ થાય રંગરસિયા નું યૌવન ,
પિચકારી રંગ ભરી ઝૂમે,
ધસમસતી પેલી નદિયુંના તટ પર,
વાયરો ગોરીના હોઠ ચૂમે !
લહેરાય ઓઢણી ,ભાતીગળ ભાતમાં,
દઈ દે એ ઝટપટ ખોલ !
oવાસંતી
ઢોલીના ઢોલે નાચે સૌ મસ્ત થઈ,
સમય થયો છે વરણાગી ,
શાન ભાન સઘળુંયે ભૂલી ને,
ચેતના ગઈ છે આજ જાગી !
ઝટપટ દોડે પામવાને ક્ષિતિજ ને,
સૂરજની ખૂલી જાય પોલ !
oવાસંતી
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
વાસંતી મોસમમાં કેસૂડો ખીલ્યો ને ,
વગડામાં ઊગ્યા છે બોલ !
મોલ મોલાતો તજી પ્રીતમજી આવ્યા,
હૈયામાં ઉભરાયા કોલ !
oવાસંતી
વચમાં ઊભો ,ઓલો રંગ રંગ કાચિંડો ,
ધસમસતા શ્વાસને પૂરી,
નજરુંને લઈ જાય ,ઓચિંતી દૂર દૂર,
રહી જાય તોયે એક દૂરી !
ઊંચે આકાશમાં દોડે છે વાદળાં ને ,
કૂવે ધૂબાકા મારે છે ડોલ !
oવાસંતી
ફાટફાટ થાય રંગરસિયા નું યૌવન ,
પિચકારી રંગ ભરી ઝૂમે,
ધસમસતી પેલી નદિયુંના તટ પર,
વાયરો ગોરીના હોઠ ચૂમે !
લહેરાય ઓઢણી ,ભાતીગળ ભાતમાં,
દઈ દે એ ઝટપટ ખોલ !
oવાસંતી
ઢોલીના ઢોલે નાચે સૌ મસ્ત થઈ,
સમય થયો છે વરણાગી ,
શાન ભાન સઘળુંયે ભૂલી ને,
ચેતના ગઈ છે આજ જાગી !
ઝટપટ દોડે પામવાને ક્ષિતિજ ને,
સૂરજની ખૂલી જાય પોલ !
oવાસંતી
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment