ગીત
તારા કાનમાં કહું ,એક વાત ઝમકૂળી ,
દિવસ રહ્યા છે હવે સાત , ઝમકૂળી.
વાડ લીલી ,વાડે ઊગ્યાં છે ઓરતાં ,
રૂમઝૂમ કરતાં આવે મા ના નોરતાં.
બોલાવી લઉં,ઝટપટ , નાત ઝમકૂળી.
0દિવસ
મેંદી મૂકાવી લે હવે મારા નામની,
હાથની આ રેખાઓ ,છે શા કામની ?
જો ને થઈ ગયું છે પ્રભાત ઝમકૂળી .
0દિવસ
ઊડે કાબર , ઊડે ચકલાં ,બોલે મોર,
મીઠો-મીઠો લાગે , એમનો કલશોર.
શાને કાઢે છે આજે તું દાંત ઝમકૂડી ?
0દિવસ
આંખોમાં હોય એને સપનું કહેવાય,
નેણનાં નીર તો એકલા પીવાય .
રચી લે દલડામાં ,તું ભાત ઝમકૂડી .
0દિવસ
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
તારા કાનમાં કહું ,એક વાત ઝમકૂળી ,
દિવસ રહ્યા છે હવે સાત , ઝમકૂળી.
વાડ લીલી ,વાડે ઊગ્યાં છે ઓરતાં ,
રૂમઝૂમ કરતાં આવે મા ના નોરતાં.
બોલાવી લઉં,ઝટપટ , નાત ઝમકૂળી.
0દિવસ
મેંદી મૂકાવી લે હવે મારા નામની,
હાથની આ રેખાઓ ,છે શા કામની ?
જો ને થઈ ગયું છે પ્રભાત ઝમકૂળી .
0દિવસ
ઊડે કાબર , ઊડે ચકલાં ,બોલે મોર,
મીઠો-મીઠો લાગે , એમનો કલશોર.
શાને કાઢે છે આજે તું દાંત ઝમકૂડી ?
0દિવસ
આંખોમાં હોય એને સપનું કહેવાય,
નેણનાં નીર તો એકલા પીવાય .
રચી લે દલડામાં ,તું ભાત ઝમકૂડી .
0દિવસ
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment