હોરી !
(રાગ:કાફી હોરી )
સખીરી ! સહુ જન ખેલે હોરી,
ગંગાધર શિરનીર નીચોવી ભીંજે પ્રેમલ ગૌરી;
નટખટ નટવર રંગ ઉડાવી રિઝવે રાધા ગૌરી,
સહુ જન ખેલે હોરી !
અંતરમાં એક આગ જલાવી ખેલે ખેલ વિયોગી;
આશા નિરાશ વિનાશી ભડભડ હોરી મચે મનયોગી,
સહુ જન ખેલે હોરી !
સંસારી મન મસ્તી માણે 'કાન્ત ' ગુલાલ ઝબોળી;
પ્રેમ રસે ચકચૂર વિરાગી અંગ વિભૂતિ ચોળી,
સહુ જન ખેલે હોરી !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(રાગ:કાફી હોરી )
સખીરી ! સહુ જન ખેલે હોરી,
ગંગાધર શિરનીર નીચોવી ભીંજે પ્રેમલ ગૌરી;
નટખટ નટવર રંગ ઉડાવી રિઝવે રાધા ગૌરી,
સહુ જન ખેલે હોરી !
અંતરમાં એક આગ જલાવી ખેલે ખેલ વિયોગી;
આશા નિરાશ વિનાશી ભડભડ હોરી મચે મનયોગી,
સહુ જન ખેલે હોરી !
સંસારી મન મસ્તી માણે 'કાન્ત ' ગુલાલ ઝબોળી;
પ્રેમ રસે ચકચૂર વિરાગી અંગ વિભૂતિ ચોળી,
સહુ જન ખેલે હોરી !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment