Friday, 7 April 2017

ગઝલ 

ભઈ , વચ્ચેથી  ખસ ,અજવાશ આવવા દે,
ભસવું  હોય તો ભસ, અજવાશ આવવા દે.

મને  તો  મર્યાદા છે , ઘૂઘવતા  સમંદરની ,
તું ન થા ટસ  નો મસ,અજવાશ આવવા દે.

શરાબનો સહારો લે કે મુન્નીની મહેફિલનો,
ખડખડાટ  તું   હસ , અજવાશ  આવવા દે.

એ સમય  રંગીન હશે,ને  હશે  સળવળાટ,
ઢીલી  કમખાની કસ,અજવાશ આવવા દે.

કેવું  મૂંગું વાતાવરણ છે ,તારી આ મેડીએ,
ખેંચાય છે ધોરી નસ, અજવાશ આવવા દે.
                          ***
-'કાન્ત'

Tuesday, 4 April 2017

ગઝલ 

રાવણ જાગે છે, રામ  તમે પ્રગટો !
સત્ય  ભાગે   છે, રામ  તમે પ્રગટો !

ભીંજવો  જરા, કોઈ  માનો  ખોળો ,
શબરી  તાગે  છે, રામ તમે પ્રગટો !

સૂરજ   ઊગ્યો   છે,  કઈ   દિશામાં ? 
કિરણો   લાગે છે, રામ તમે પ્રગટો !

ઝૂકી ઝૂકીને  આજ હું તો જોયા કરું,
ઝાલર  વાગે  છે, રામ તમે પ્રગટો !

મળે  નહીં વનવાસ  હવે  સીતાને,
કૈકેયી  માગે છે, રામ  તમે પ્રગટો !
                      ***
-કૃષ્ણ 'કાન્ત'




ગઝલ 
ગાલગાગા,ગાલગાગા,ગાલગા 

જિંદગી  જુઓ  સવાલી  થઈ  ગઈ ,
ભીતરે   તે   સાવ ખાલી  થઇ ગઈ  !

માગવાની  આદત પડી ગઈ  મને,
ઈચ્છા  હવે પોતે મવાલી થઇ ગઈ !

શબનમી  બેઠી સુમન પર સામટી ,
ચમનમાંહે  તો ,ખુશાલી  થઇ ગઈ !

તરસની  તરસ  છિપાવું   કેમ   હું ?
ને તમારી આંખ પ્યાલી  થઇ  ગઈ !

સત્ય મને જ્યાં છોડી ગયું ઓચિતું,
'કાન્ત 'ઘરે  જાહોજહાલી થઇ ગઈ !
                     ***
-કૃષ્ણકાંત  ભાટિયા 'કાન્ત'

Monday, 3 April 2017

ગઝલ 
ગાલગાગા,    ગાલગાગા,    લગાગા 

આભથી  આજે  અગન  નીતરે  છે,
ગોરંભાયેલું    ગગન    નીતરે   છે.

ઓ  ખુદા  તું   તો  રહેમત  ભરેલો,
આંસુથી   આજે  નયન  નીતરે  છે.

લૂ   દઝાડે  , શાયરીને    કલમને,
નાજુક  ગઝલનું  વદન નીતરે છે.

આદમ  હવે  દોટ  મૂકે   કહો ક્યાં?
આશરો  છે  એ  સદન  નીતરે  છે.

ઓચિંતો રાડ થઈ,બોલે જ તડકો,
ઓહ ! પ્હાણાનું   બદન નીતરે છે.

ત્રીજું  નેત્ર ખુલ્યું શંકરનું  હવે તો,
ફૂલ પર આવી   ,મદન નીતરે છે.
                    ***
-'કાન્ત'

Sunday, 2 April 2017

મિઠી  વીરી 

ખારે  ધરીયામેં   મિઠી  વીરી  ,
      ભેણ , ખારે  ધરીયામેં  મિઠી  વીરી !

અખિયેં  મેં  મુંજી  વડર  સમાણું ,
      ભેણ, ઇતરેજ  આંઉં  અઇયાં  જિરી !

હાવભાવ નેં  મિલ્યો  હેજ સેં  ઉ ,
      ભેણ ,ખારાઈ  ડિની  ઉનકે   ખીરી !

હિકડ઼ી જ  તવાર કેં , મુંજે  મન જડે,
       ભેણ ,ખયો  તંબુરો, ને તાનારીરી  !

જુવારિયાં ,પાણિયારે કે  ભની ઠની,
       ભેણ,તુલસીક્યારે તેં અય અમીરી ! 
                         ***
-'કાન્ત'






       

Saturday, 1 April 2017

ગઝલ 

એક  મેડી  અને ,અગાશી  હતી,
અમારી ઈચ્છા બારમાસી હતી.

તમે   પીવડાવી  સુરા  પ્રેમથી,
છતાં  આ  આંખો  પ્યાસી હતી.

છે  અજંપો,  બસ  મને એટલો,
કે વરસાદી સાંજે ,ઉદાસી હતી.

વીંટળાતો  ગયો  જેના  રૂપમાં,
એ તો રાજરાણીની દાસી હતી.

પનઘટની વાટે,પ્રણય પામવા,
શક્યતાઓ બધી  ચકાસી હતી.
                    ***
-'કાન્ત'





ग़ज़ल 

रगों  में  बह  रही  ज़रूरी  रवायत  है,
भारतीय  होना  रब  की  इनायत  है। 

तू  हिन्दू ,तू  मुस्लिम, शीख, ईसाई,
बरसों से  चली आ रही  सियासत है। 

सबका साथ,सबका विकास ,मंत्र  है,
हमारे  पुरखों  की  यही   विरासत है।  

मत  सहम ,हमें  पहचान तू दिल से,
गद्दारी  तेरी  ले आई ,ये कयामत है। 

हम अकेले ही काफी हैं मेरे अजीजां ,
हमनवाओंने   की  ये   बगावत   है। 

दुश्मनी जमकर करो, खानदानी से,
इस मुल्क में  नरेंद्र की रियासत  है। 

जहाँ रहेंगे  हिंदुस्तानी प्यार बाँटेंगे ,
भारत की मिटटी में भी नज़ाकत है। 
                     ***
-'कान्त '