ગઝલ
ભઈ , વચ્ચેથી ખસ ,અજવાશ આવવા દે,
ભસવું હોય તો ભસ, અજવાશ આવવા દે.
મને તો મર્યાદા છે , ઘૂઘવતા સમંદરની ,
તું ન થા ટસ નો મસ,અજવાશ આવવા દે.
શરાબનો સહારો લે કે મુન્નીની મહેફિલનો,
ખડખડાટ તું હસ , અજવાશ આવવા દે.
એ સમય રંગીન હશે,ને હશે સળવળાટ,
ઢીલી કમખાની કસ,અજવાશ આવવા દે.
કેવું મૂંગું વાતાવરણ છે ,તારી આ મેડીએ,
ખેંચાય છે ધોરી નસ, અજવાશ આવવા દે.
***
-'કાન્ત'
ભઈ , વચ્ચેથી ખસ ,અજવાશ આવવા દે,
ભસવું હોય તો ભસ, અજવાશ આવવા દે.
મને તો મર્યાદા છે , ઘૂઘવતા સમંદરની ,
તું ન થા ટસ નો મસ,અજવાશ આવવા દે.
શરાબનો સહારો લે કે મુન્નીની મહેફિલનો,
ખડખડાટ તું હસ , અજવાશ આવવા દે.
એ સમય રંગીન હશે,ને હશે સળવળાટ,
ઢીલી કમખાની કસ,અજવાશ આવવા દે.
કેવું મૂંગું વાતાવરણ છે ,તારી આ મેડીએ,
ખેંચાય છે ધોરી નસ, અજવાશ આવવા દે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment