ગઝલ
આ ગઝલ ,તને શોધશે હવે,
ભેદ સઘળા, એ ખોલશે હવે.
મૂંઝાતી રહી,રદીફ કાફિયામાં,
મુક્ત થઈ , એ બોલશે હવે.
ક્યાંક નજાકત ,ઈશ્કે મિજાજી,
વાહ વાહ પર,એ ડોલશે હવે.
રંગ નવરંગ નીતરશે રૂપથી,
છંદ-મીટરને ,એ ઠોલશે હવે.
આવરણની ફિકર ના કર,
સ્વરૂપને જ એ ફોલશે હવે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
આ ગઝલ ,તને શોધશે હવે,
ભેદ સઘળા, એ ખોલશે હવે.
મૂંઝાતી રહી,રદીફ કાફિયામાં,
મુક્ત થઈ , એ બોલશે હવે.
ક્યાંક નજાકત ,ઈશ્કે મિજાજી,
વાહ વાહ પર,એ ડોલશે હવે.
રંગ નવરંગ નીતરશે રૂપથી,
છંદ-મીટરને ,એ ઠોલશે હવે.
આવરણની ફિકર ના કર,
સ્વરૂપને જ એ ફોલશે હવે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment