Friday, 28 April 2017

નીકળે 

કેરીનાં  કરંડિયામાંથીયે  સાપ  નીકળે,
ફરતા  હો  ચાંદનીમાં,  ને બાફ  નીકળે.

હું  તો  કહું  છું  કે, સાચવીને રહેજો હવે,
શત્રુઓની યાદીમાંથીયે  આપ  નીકળે.

મંદિરે   જે ;ન   ડોકાતો   હોય,  કદીએ,
ભીતરે    એનામાંથીયે   જાપ    નીકળે.

વહેતી   રહે  આ   જિંદગી, ધબકારથી,
ચુપકે  ચાલતા,શ્વાસનોય માપ નીકળે.

છાંયડે લીલા વૃક્ષના તમે  બેઠા  હો ને, 
તમારી  હારોહાર બેઠેલો,તાપ  નીકળે.

ઊંધો  વાળવો  છે  ને   ભરેલો પ્યાલો ?
જીભે અડે ને એ,તમારોયે બાપ નીકળે.

ફુઆરામાં  નાહવાની  ઈચ્છા  થાય ને,.
નગરપાલિકાનો પાણીનો,કાપ નીકળે.
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


No comments:

Post a Comment