ગીત
સખીરી, મારા કમખાની દોર,
આજ ફાટું-ફાટું થાય!
વિરહ ઘેલી રાત ધોધમાર વરસે,
મારું દલડું હિજરાય !
સખીરી0
ભીંજેલી ક્ષણો બાદ કરું સાવનની,
રહે શું બાકી જીવતરમાં ?
કેટલાંયે સ્વપ્ન મારી સાથે લાવી,
મહિયરનાં પાનેતરમાં !
આજ મારસઘળાં ઓરતાં કરમાય !
સખીરી 0
ઓલો મેઘદૂત ઊતરે મારી મેડીએ,
દામિનીને સાથે રાખી !
ગરજતો ગરજતો આવે દમામથી,
કશુંયે ન રહે પછી બાકી !
મારા ગાલ પર ચુંબન કરી જાય !
સખીરી 0
હું તો દીવો કરું પાણિયારે ને હરખું,
ઓઢણીના છેડાને કરું સરખું !
આંખમાં આંજણ આંજું એના નામનું,
આંસુડાંની વાટે એ વહી જાય !
સખીરી 0
***
-કૃષ્ણ'કાંત'
સખીરી, મારા કમખાની દોર,
આજ ફાટું-ફાટું થાય!
વિરહ ઘેલી રાત ધોધમાર વરસે,
મારું દલડું હિજરાય !
સખીરી0
ભીંજેલી ક્ષણો બાદ કરું સાવનની,
રહે શું બાકી જીવતરમાં ?
કેટલાંયે સ્વપ્ન મારી સાથે લાવી,
મહિયરનાં પાનેતરમાં !
આજ મારસઘળાં ઓરતાં કરમાય !
સખીરી 0
ઓલો મેઘદૂત ઊતરે મારી મેડીએ,
દામિનીને સાથે રાખી !
ગરજતો ગરજતો આવે દમામથી,
કશુંયે ન રહે પછી બાકી !
મારા ગાલ પર ચુંબન કરી જાય !
સખીરી 0
હું તો દીવો કરું પાણિયારે ને હરખું,
ઓઢણીના છેડાને કરું સરખું !
આંખમાં આંજણ આંજું એના નામનું,
આંસુડાંની વાટે એ વહી જાય !
સખીરી 0
***
-કૃષ્ણ'કાંત'
No comments:
Post a Comment