મારુતિ
ભક્તિના નૂર છે મારુતિ,
રણભૂમિમાં શૂર છે મારુતિ.
શ્રી રામના ચરણોના દાસ,
સેવાથી ભરપૂર છે મારુતિ.
બળ,બુદ્ધિ,વીરતાના દાતા,
પવનવેગી પૂર છે મારુતિ.
નર્તન, ગાયનના છે દેવ,
વાદનમાં તૂર છે મારુતિ.
સકલ વિશ્વમાં એ બિરાજે,
ભક્તિની ચૂર છે મારુતિ.
***
-કૃષ્ણ'કાંત'
ભક્તિના નૂર છે મારુતિ,
રણભૂમિમાં શૂર છે મારુતિ.
શ્રી રામના ચરણોના દાસ,
સેવાથી ભરપૂર છે મારુતિ.
બળ,બુદ્ધિ,વીરતાના દાતા,
પવનવેગી પૂર છે મારુતિ.
નર્તન, ગાયનના છે દેવ,
વાદનમાં તૂર છે મારુતિ.
સકલ વિશ્વમાં એ બિરાજે,
ભક્તિની ચૂર છે મારુતિ.
***
-કૃષ્ણ'કાંત'
No comments:
Post a Comment