ગઝલ
નદીને પણ તરંગ હોય છે,
રંગો પણ બેરંગ હોય છે.
શ્વસે છે છેલ્લા શ્વાસ એ,
મરણને પણ , રંગ હોય છે.
કવિ તું ખોટો વટ ન રાખ,
ભાવકને પણ ઉમંગ હોય છે.
એક વસમી સદીની ભેટ છે,
સુદામો પણ ,દબંગ હોય છે.
નરસિંહની જેમ જીવનારો,
ગૃહસ્થી પણ મલંગ હોય છે.
ત્રિપાઈ છે ત્રણ ચરણવાળી,
ચાર પાયાનો પલંગ હોય છે.
'કાન્ત 'કટકે કટકે જીવનારો,
ભીતરથી તો સળંગ હોય છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
નદીને પણ તરંગ હોય છે,
રંગો પણ બેરંગ હોય છે.
શ્વસે છે છેલ્લા શ્વાસ એ,
મરણને પણ , રંગ હોય છે.
કવિ તું ખોટો વટ ન રાખ,
ભાવકને પણ ઉમંગ હોય છે.
એક વસમી સદીની ભેટ છે,
સુદામો પણ ,દબંગ હોય છે.
નરસિંહની જેમ જીવનારો,
ગૃહસ્થી પણ મલંગ હોય છે.
ત્રિપાઈ છે ત્રણ ચરણવાળી,
ચાર પાયાનો પલંગ હોય છે.
'કાન્ત 'કટકે કટકે જીવનારો,
ભીતરથી તો સળંગ હોય છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment