Monday, 24 April 2017

ગઝલ 
લગાગા,      લગાગા 

બધાંને    ખબર  છે,
અજાણ્યું  નગર  છે.

સમય  છે  ઘવાયો,
ડગે  છો  ડગર   છે.

સિતારા   ખરે   જો,
નભે  તો  અરર  છે.

રડે    છે   દિશાઓ,
કવિની   કબર   છે.

હવા    છે    સુગંધી ,
મનોગમ  સફર  છે.

શબદ   દે   ઉજારો,
કલાની   કદર   છે.

અમે   તો   ઉમંગી,
સિતારા અમર  છે.
          ***
-કૃષ્ણકાંત ભાટિયા 
                'કાન્ત '




         


No comments:

Post a Comment