Sunday, 23 April 2017

ગઝલ 
ગાલગાગા, લગાગાગા,લગાગાગા 

બારણે  તો લહેરાતી  ક્ષણો  પોતે,
મોઢમોઢે   કહેવાતી   ક્ષણો  પોતે.

કોણ  આજે  નચાવે  છે  નજારાને ?
આંગણે તો  વિખેરાતી  ક્ષણો પોતે.

એ  હવે  જો   હસાવીને  રહે  પાસે,
આટપાટે   ઉકેલાતી   ક્ષણો  પોતે. 

એક  વાતે   હવે રાજી   થઈ  બેઠો,
ઓરડામાં  સહેવાતી  ક્ષણો  પોતે.

શ્વાસ મારા   રુંધાવીને  ભલે બેઠા,
હાડ માંસે   ઉમેરાતી   ક્ષણો પોતે.
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment