Sunday, 23 April 2017

ગઝલ 
ગાલગાગા,     લગાગાગા,    ગાગાલગા 

બારણે તો , લહેરાતી  સળવળ  હશે,
આપણે ; ને; પહેરાની  ચળવળ હશે.

કોણ  પથરાયું  આભે, વાદળ બનીને ?
ચાંદની  ને  ચકોરીની  અટકળ   હશે.

એ    હવે   આવશે  રાધા  બનીને તો,
રાસલીલા   કનૈયાની   ઝળહળ  હશે.

એક  વાતે    હવે   રાજી   થઈ    બેઠો,
સાથ  તારો, અહીં  સાથે પળપળ હશે.

'કાંત'   પોતે    જડાઈ   ને,  રહે   હાથે, 
પરશ માદક,નદીનો તો ખળખળ હશે.
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત' 


No comments:

Post a Comment