Friday, 28 April 2017

આપો જવાબ  ???

મર્દ  છો   તો , ગોળીનો  આપો   જવાબ,
પછી   સામે ,  છો   ને  હો   કોઈ  નવાબ !

વાણીની શૂરવીરતા ને  શું ધોઈ  પીવી ?
આ  આતંકી   હિંસાને   શું    સહી  લેવી ?

છપ્પનની   છાતીનો ,  બતાવો  દબાવ,
પછી   સામે ,  છો   ને  હો  કોઈ  નવાબ !

આતતાયીઓને  હણવામાં  પાપ  નથી,
ઉઠાવો બંદૂક, કરી દયો એમની  દુર્ગતિ !

જો જો  કદરૂપો ન થાય,માતાનો શબાબ,
પછી  સામે ,   છો   ને   હો  કોઈ  નવાબ !

કયાં  સુધી   વીંધાશે , જવાનોનું  હૃદય ?
એમને છૂટ  આપો,લાવી દેશે એ પ્રલય !

દેશની   અસ્મિતાનો   છે,  હવે   સવાલ,
પછી,  સામે   છો    ને  હો  કોઈ  નવાબ !
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '








No comments:

Post a Comment