Tuesday, 18 April 2017

ગઝલ 

હું    મારો   મોટો   થયો,
દાખલો     ખોટો   થયો.

લોકોએ  થૂ   થૂ  કર્યું  ને,
હું   જળનો  લોટો  થયો.

પાળિયો ,ન થઈ શક્યો,
પાદરે હું   ઓટો    થયો.

નસીબમાં દરિયો  નથી,
નાનકડો પરપોટો થયો.

ગીતના  રંગ પાથરવા,
રંગીન  હું   ગોટો  થયો.
               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'




No comments:

Post a Comment